ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોશીએશનની પ્રતિષ્ઠાભરી ચુંટણી યોજાઇ: વિનોદભાઈ પરમાર બન્યા વર્ષ 2021-22 માટે સંસ્થાના પ્રમુખ

Spread the love
Reading Time: < 1 minute

તા. 02.07.2021: ગુજરાત રાજ્યના જી.એસ.ટી. ક્ષેત્રે પ્રેક્ટિસ કરતાં ટેક્સ પ્રોફેશનલ્સ માટેના સૌથી મોટા એસોશીએશન ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોશીએશનની ચુંટણી 01 જુલાઇ 2021 ના રોજ ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ ખાતે યોજાઇ હતી.  આ ચુંટણીમાં કુલ 12 ઉમેદવારો હતા. આ પૈકી 11 સભ્યોને કારોબારી સમિતિના સભ્યો તરીકે ચૂંટવાના હતા. સવારે 11 થી 3 વચ્ચે યોજાયેલ મતદાન માટે અમદાવાદ તથા સમગ્ર રાજ્યમાંથી સંસ્થાના સભ્યો મત આપવા માટે આવ્યા હતા. આ ચુંટણીમાં કુલ 443 મતો આપવામાં આવ્યા હતા. મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ મતો પૈકી 9 મતો રદ થયા હતા. આ પ્રતિસ્થાસભર ચુંટણીમાં ઉમેદવારોને નીચે મુજબ મતો મળ્યા હતા.

(ઉમેદવારોના ક્રમ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે આપેલ છે)

ઉમેદવારનું નામ મળેલ મત

 1. બિપિનભાઈ ભાવસાર   434
 2. દર્શિતભાઈ શાહ            434
 3. ધ્રુવભાઈ શાહ                433
 4. હર્નિશભાઈ મોઢ            422
 5. જયેશભાઈ શાહ            432
 6. કિરીટભાઈ પટેલ-મહેસાણા 430
 7. મેહુલભાઈ શાહ 433
 8. નિતેશભાઈ શાહ 433
 9. નરેન્દ્રભાઈ કરકર 432
 10. શૈલેષભાઈ મકવાણા 429
 11. વિનોદભાઈ પરમાર 425

મતગણતરી બાદ કારોબારી સમિતિની પ્રથમ બેઠકમાં હોદેદારોની નિમણૂંક કરવામાં આવેલ હતી. વર્ષ 2021-22 માટેના સંસ્થાના હોદેદારો નીચે મુજબ રહેશે.

 1. વિનોદભાઈ પરમાર પ્રમુખ
 2. હર્નિશભાઈ મોઢ ઉપ પ્રમુખ
 3. શૈલેષભાઈ મકવાણા માનદ્દ મંત્રી
 4. કિરીટભાઈ પટેલ માનદ્દ મંત્રી
 5. નરેન્દ્રભાઈ કરકર ખજાનચી

ચુંટણીની પ્રક્રિયા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોના પ્રોટોકોલને ધ્યાને રાખી વારીશભાઈ ઈશાનીની આગેવાનીમાં ચુંટણી સમિતિ દ્વારા પાર પાડવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!