સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 06th September 2021

Spread the love
Reading Time: 6 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી

  1. અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે તથા તેઓ SEZ કાયદા હેઠળ પણ નોંધાયેલ છે. CGST/SGST કલમ 9(3) તથા IGST કલમ 5(3) હેઠળ શું તેઓ RCM  ભરવા જવાબદાર બને? જો RCM હેઠળ ટેક્સ ભરવા જવાબદાર બને તો તેઓને આ ભરેલ RCM ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે?                                                                                                                                                                    અજય મોદી, ભરુચ

જવાબ: હા, SEZ હેઠળ નોંધાયેલ વેપારી જી.એસ.ટી. કાયદાની કલમ 9(3) તથા IGST કાયદાની કલમ 5(3) હેઠળ RCM ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે. જો આપના અસીલ “વિથ પેમેન્ટ ઓફ IGST” હેઠળ એક્સપોર્ટ કરે તો આ RCM નું રિફંડ મળે પરંતુ LUT હેઠળ જો એક્સપોર્ટ કરવામાં આવતું હોય તો આ RCM નું રિફંડ મળે નહીં તેવો અમારો મત છે.    

  1. અમારા અસીલ પેસ્ટીસાઈડના ડિસ્ટ્રિબ્યુટર છે. તેઓ જે કંપની પાસેથી ખરીદી કરે છે તેના બિલ માં દર્શાવેલ ખરીદ કિમત કરતાં અમારી વેચાણ કિમત ઘણીવાર ઓછી હોય છે. આમ ખરીદી અને વેચાણના તફાવતમાં અમારે નુકસાન આવતું હોય છે. વેચનાર કંપની અમારા અસીલને ક્રેડિટ નોટ આપતા હોય છે. આ ક્રેડિટ નોટમાં કોઈ જી.એસ.ટી. લગાડતા નથી. આમ અમારે ઈન્પુટ કરતાં આઉટપુટ હમેશા ઓછો રહેતો હોય છે. ક્રેડિટ હમેશા એક્સેસ રહેતી હોય છે. શું આકારણી તબક્કે આ અંગે મુશ્કેલી આવી શકે? શું આ એક્સેસ રહેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ મળી શકે? આ બાબતે કોઈ રિવર્સલની જવાબદારી આવે?                                                                                          બલદેવભાઈ એકાઉન્ટન્ટ, રાજકોટ

જવાબ: હા, આ પ્રકારના કેસોમાં આકારણી દરમ્યાન પ્રશ્નો ઊભા થતાં હોય છે. આ રીતે આઉટપુટ ઈન્પુટ કરતાં ઓછો રહેતો હોય તેવા કિસ્સામાં જમા ક્રેડિટનું રિફંડ મળી શકે નહીં. જી.એસ.ટી. કાયદા હેઠળ સપ્લાયર જો ક્રેડિટ નોટમાં જી.એસ.ટી. ઘટાડે તો જ રેસિપીયન્ટની જી.એસ.ટી. રિવર્સલની જવાબદારી આવે. આમ, જો સપ્લાયર દ્વારા ક્રેડિટ નોટમાં કોઈ જી.એસ.ટી. ઘટાડવામાં ના આવ્યો હોય તો તમારા અસીલની જી.એસ.ટી. રિવર્સલની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ મકાઇને શેકી, ભૂંજી તેના ઉપર મસાલો ઉમેરી મકાઇની આઈટમ બનાવે છે અને સીલબંધ પેકિંગમાં વેચાણ કરીએ છીએ. અમારો લોગો અનરજીસ્ટર્ડ છે પરંતુ અમે એક્ષનેબલ ક્લેમ જતો કર્યો નથી. અમો કંપોઝીશન સ્કીમ હેઠળ 1 % જી.એસ.ટી. ભરીએ છીએ. શું આ બરોબાર છે?                                                                                                                                                         રાજેશ ચામડિયા, દૂધરેજ

જવાબ: હા, એકસનેબલ ક્લેઇમ જતો ના કર્યો હોય આપના અસીલનો માલ કરપાત્ર બને અને કંપોઝીશનની પરવાનગી દરવતા હોય તો 1% લેખે જી.એસ.ટી. ભરવાનો વ્યવહાર બરોબર કહેવાય તેવો અમારો મત છે.    

  1. અમારા ટ્રાન્સપોર્ટર દ્વારા અમુક 1500 થી ઓછી કિમતના બિલોને પણ પોતાના GSTR 1 માં અપલોડ કર્યા છે. અમારા GSTR 2A માં આ વ્યવહારો દર્શાવી રહ્યા છે. શું 1500 થી નીચેના ટ્રાન્સપોર્ટ વ્યવહાર ઉપર RCM ભરવાની જવાબદારી આવે?                                 મંથન સરવૈયા

જવાબ: ના, જી.એસ.ટી. CGST રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 21(b) અને (c) ની તમામ શરતો પુર્ણ થતી હોય તો GSTR 2A માં દર્શાવ્યું હોવા છતાં RCM ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ પ્લાયવૂડની ફેક્ટરી ધરાવે છે. તેઓ સાથે બ્લેક બોર્ડ બનાવી તેનું વેચાણ કરે છે. અમોને બ્લેક બોર્ડના HSN જણાવવા વિનંતી.                                                                                                                                                                                          CA કલ્પેશ પટેલ, આણંદ

જવાબ: અમારા મતે બ્લેક બોર્ડનો સમાવેશ 9610 0000 લાગુ પડે.

  1. વેપારી શ્રી રોડ કોન્ટ્રાક્ટર નું કામ કરે છે જેમાં ગવર્મેન્ટ સંસ્થા તેમનો ટીડીએસ કાપે છે. ટી.ડી.એસ.ની એમાઉન્ટ કેસ લેઝર માં સ્વીકારેલ છે. તો આ ટીડીએસની એમાઉન્ટ રિફંડ મળી શકે? રિફંડ મળે તો એની પ્રોસિજર શું રહેશે એમાં એપ્લિકેશન સાથે શું પુરાવા રજૂ કરવાના રહેશે અને આમાં બે વર્ષનો સમય મર્યાદા બાધ નડશે??                                                                                                               ધર્મેશ જરીવાલા, એડવોકેટ

જવાબ: હા, આ પ્રકારે કેશ લેજરમાં જમા TDS રકમનું રિફંડ મળી શકે. આ અરજી સાથે જી.એસ.ટી. નિયમ 89 તથા સર્ક્યુલર 125/2019, તા. 18.11.2019 જોઈ જવા વિનંતી. આ પ્રકારે કેશ લેજરની અરજીમાં બે વર્ષની સમય મર્યાદા લાગુ પડે તેવો અમારો મત છે.

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ ખેતીની જમીન ધરાવે છે. તેઓની જમીન હાલ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 2(14) હેઠળ ખેતીની જમીન છે. તેઓ ધ ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ એક્ટ 1948 હેઠળ જમીનનું વેચાણ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને કરે છે. વેચાણ દસ્તાવેજ થતાં પહેલા ખેતીની જમીન બિન ખેતી કરવવાની રહેશે. શું મારા અસીલને આ વેચાણમાં ખેતીની જમીન નો લાભ મળે? આ અંગે રાજેન્દ્ર તેજપ્રકાશ (હૈદરાબાદ ટ્રિબ્યુનલ) અમારા અસીલ ને કામ આવે?                                                                                                                મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: આપના અસીલ જો બિન ખેતી કરવી કંપનીને વેચાણ કરે છે તો આ વેચાણ થતી જમીનને ખેતીની જમીનનો લાભ મળે નહીં તેવો અમારો મત છે. આપના દ્વારા રાજેન્દ્ર તેજપ્રકાશના ચુકાદા અંગે એ જોવું જરૂરી છે કે આપના અસીલના તથ્યો તે કેસને સમાન હોય.

 

  1. નાણાકીય વર્ષ 2020-21 માટે કંપની કરદાતાઓ માટે કલમ 44AB માટેની ઓડિટની લિમિટ 1 કરોડ ગણવાની રહે કે 5 કરોડ?                                                                                                                                                                                                 રાજેશ રાઠોડ, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કલમ 44AB હેઠળની જે મર્યાદા હાલ 1 કરોડ છે. 5 કરોડની જોગવાઈ તો જ લાગુ પડે જો કંપનીની રિસીપ્ટ તથા પેમેન્ટ 5 % થી વધુ રોકડમાં હોય નહીં. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AB (a) ના પ્રોવિઝૉમાં પડતાં હોય તો લિમિટ 5 કરોડની ગણવાની રહે અન્યથા 1 કરોડની લિમિટ લાગુ પડે.  

 

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!