કંપની TDS ના ભરે તો કર્મચારીને જવાબદાર ઠેરવી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ
Reading Time: 2 minutes
ઇમ્પોર્ટન્ટ જજમેંટ વિથ ટેક્સ ટુડે:
કાર્તિક વિજયસિંહ સોનવણે વી. ડે. કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ
સલગ્ન કાયદો: ઇન્કમ ટેક્સ એક્ટ 1961
ચુકાદો આપનાર ફોરમ: ગુજરાત હાઇકોર્ટ
માનનીય જજ: જસ્ટિસ સોનિયા ગોકણી તથા જસ્ટિસ નિશા ઠાકોર
કરદાતા વતી વકીલ: દર્શન આર. પટેલ
સરકાર વતી: વરુણ કે પટેલ
કેસની હકીકતો:
- કરદાતા પાયલોટ હતા કિંગફિશર એરલાઇન્સમાં નોકરી કરતાં હતા
- કરદાતાના ચૂકવેલ પગારમાંથી કંપની દ્વારા TDS કરવામાં આવ્યો હતો.
- આ TDS ની રકમ કંપની દ્વારા સરકારમાં જમા નહતી કરાવવામાં આવી માટે કરદાતાણે આ TDS ની ક્રેડિટ આપવાનો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો.
- કરદાતા ઉપર આ TDS ની રકમ તથા તેના ઉપરના વ્યાજનું માંગણું ઉપસ્થિત કરી આપવામાં આવ્યું હતું.
- આગળના વર્ષના રિફંડ સામે આ માંગણાની રકમ માંડી વળવામાં આવી હતી.
- કરદાતા દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 154 હેઠળ ભૂલ સુધારણા અરજી કરી ક્રેડિટ આપવા જણાવેલ હતું.
- ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આ અરજી ઉપર ધ્યાન આપવામાં ના આવતા કરદાતા દ્વારા હાઇકોર્ટના આ રિટ જ્યુરિસડિકશન દ્વારા દાદ મંગેલ છે.
કરદાતા તરફે રજૂઆત:
- પગારદાર કર્મચારીનો TDS કપાત કર્યા પછી તે ભરવાની જવાબદારી જે તે કપાત કરનાર કંપનીની આવે. કંપની દ્વારા આ રકમ ભરવામાં ના આવે તો તેના માટે કર્મચારી જવાબદાર ઠરે નહીં.
સરકાર તરફે રાજુઆત:
- વેપારી પાસે હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવા સિવાય પણ અપીલ સહિતના અન્ય વિકલ્પો હોય રિટ પિટિશન ના દાખલ કરવામાં આવે.
- કરદાતા તેઓના સ્ટેચ્યુંટરી હક્ક કે બંધારણીય હક્ક ઉપર તરાપ છે એવું ક્યાય સાબિત કરી શક્યા નથી.
- કરદાતા દ્વારા કિંગફિશર એરલાઇનને પણ પક્ષકાર બનાવવા જોઈતા હતા જે તેઓએ કરેલ નથી.
- આ રિટ પિટિશન ખૂબ મોડી કહેવાય અને આમ આ રિટ સાંભળવી જોઈએ નહીં.
- કિંગફિશર કંપની દ્વારા નથી TDS ભરવામાં આવ્યો નથી ફોર્મ નંબર 16 આપવામાં આવ્યું. આવા સંજોગોમાં કરદાતાને આ ક્રેડિટ મળી શકે નહીં.
- ઇન્કમ ટેક્સ સૉફ્ટવેરમાં આ પ્રકારની ક્રેડિટ આવે નહીં અને આ કારણે આ ક્રેડિટ મળે નહીં.
કોર્ટનો ચુકાદો:
- આ કેસનો મુદ્દો એ “રેસ ઇંટીગ્રા” નથી.
- દેવર્ષ પ્રવીણભાઈ પટેલ વી. આસી કમિશ્નર ઇન્કમ ટેક્સ, (SCA 12965/2018) માં પણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મુદ્દા ઉપર ચુકાદો આપેલ છે.
- ઉપરોક્ત કેસમાં બોમ્બે હાઇકોર્ટના સુમિત દેવેન્દ્ર રજાણીના કેસ તથા ગૌહાટી હાઇકોર્ટના આશી. કમી. ઓફ ઇન્કમ ટેક્સ વી. ઓમ પ્રકાશ ગટ્ટાનીના [(2000)242 ITR 638] ના કેસનો સંદર્ભે લેવામાં આવ્યો છે.
- મુંબઈ હાઇકોર્ટ તથા ગૌહાટી હાઇકોર્ટના આ બાબત ઉપરના ચુકાદા સાથે અમે સંપૂર્ણ સહમતી દર્શાવીએ છીએ.
- કરદાતાને તેમના નોકરીદાતા તરફથી કાપવામાં આવેલ TDS ની યોગ્ય ક્રેડિટ આપવામાં આવે.
- ત્યાર બાદના કોઈ વર્ષના રિફંડ સામે ડિમાન્ડ (માંગણા) માંડી વળવામાં આવી હોય તો આ રકમ પણ કરદાતાને વ્યાજ સાથે પરત કરવામાં આવે.
- આ આદેશ મળ્યાથી 8 અઠવાડીયામાં આ ક્રેડિટ ચૂકવવામાં આવે તથા જ્યાં જરૂરી છે ત્યાં રિફંડ આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવે છે.
(આ ચૂકદાઓનું અર્થઘટન લેખકનું અંગત અર્થઘટન છે. વાંચકોના લાભાર્થે આ ચુકાદો આ લેખ સાથે જોડેલ છે.)