પગારદાર કરદાતાએ આવકવેરા રિટર્નમાં બતાવેલ ક્પાતોની વિસંગતતા આવે તો પુરાવા આપવા પડશે

Spread the love
Reading Time: < 1 minute

કરદાતા દ્વારા જ્યારે પોતાના નોકરીદાતાને રોકાણની વિગતો આપવામાં ના આવી હોય અને રિટર્નમાં ફોર્મ 16 માં દર્શાવેલ રોકાણ કરતાં વધુ રોકાણ દર્શાવેલ હોય તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આપવામાં આવી શકે છે નોટિસ!!

તા. 24.03.2022: તાજેતરમાં આકારણી વર્ષ ૨૧-૨૨ નુ જે કરદાતાએ આવકવેરા રિટર્ન ભરેલ છે અને કલમ ૬ (એ) એટલેકે કરદાતાએ ફોર્મ ૧૬ માં જણાવેલ ક્પાતોની રકમ  કરતાં વધુ હશે એટ્લે કે કર્મચારી ધ્વારા આવકવેરા કાયદાની ગણતરી વખતે ક્પાતોની વિગતો કામે રાખનારને આપવામાં આવતી નથી અને તે મુજબ ટીડીએસ કાપવામાં આવે છે તો આવા કિસ્સામાં આવકવેરા ખાતાના રિસ્ક મેનેજમેંટ ધ્વારા ફોર્મ ૧૬ માં જણાવેલ કપાત અને રિટર્નમાં બાદ માંગેલ ક્પાતો માં વિસંગતતા આવે થી ઈમેલ થી આવકવેરા ખાતા ધ્વારા ક્પાતોની વિગતની ખરાઈ માટે પુરાવા મંગાવવામાં આવે છે અન્યથા રિવાઈઝ રિટર્ન ભરવાનું જણાવવામાં આવે છે.

       આવા ઈમેલ ના જવાબ માટે ઇન્કમટેક્સ રિટર્ન ઇફાઇલિંગ સાઇટમાં  – પેન્ડિંગ વર્કલિસ્ટ – રિસ્પોન્સ ફોર રિફંડ કન્ફર્મેશન –  પર જઇ ક્પાતોના પુરાવા આપવાના છે. આવો ઇ મેઇલ મળેથી દિન ૩૦ માં જવાબ આપવાનો છે અન્યથા રિટર્ન રિવાઈઝ કરવુ પડશે. મોટાભાગે કર્મચારી ધ્વારા કામે રાખનારને ટીડીએસ ની ગણતરી સમયે ક્પાતો ના પુરાવા આપવામાં આવતા નથી અને પછી થી રિટર્ન ભરતી વખતે ક્લેઇમ કરીને રિફંડ માંગવામાં આવે છે તો આવા કિસ્સામાં આવા ઇ મેઇલ આવે થી તેના પુરાવા આપવા પડશે તો જ રિફંડ આપવામાં આવશે.

   આમ રિટર્ન ભરતી વખતે અધર્સ લખીને કપાતની રક્મ ન લખવી અને ફોર્મ ૧૬ ક્પાતો ની મેળવણી હિતકારી છે અન્યથા આવા બિનજરૂરી ખુલાસા આપવાની નોબત આવી શકે છે.

અમિત સોની (ટેક્ષ એડવોકેટ) મો. ૯૮૨૪૭૦૧૧૯૩

 

 

error: Content is protected !!