ઇ-ઇન્વોઇસ ન બનાવવા ભંગ બદલ દંડ ની જોગવાઈ વિશેની સમજ…

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

અમિત સોની, ટેક્સ એડવોકેટ, નડિયાદ

તા ૧/૪/૨૦૨૨ થી પાછલા વર્ષ માં ૨૦/- કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ ધ્વારા પોતાના બીટુબી જીએસટી હેઠળ નોધાયેલા કરદાતા માટેના બિલો ઇ-ઇન્વોઇસ પદ્ધતિ થી બનાવવાના છે પરંતુ આ ઇ – ઇન્વોઇસ ન બનાવે તો તેના ભંગના દંડ ની જોગવાઈ વિશે સમજીશું..

(૧) કલમ ૧૨૨ હેઠળ એટલે કે અયોગ્ય અથવા ખોટું ઇન્વોઇસ કાઢવાના ના ગુના હેઠળ દંડ થઈ શકે કા.કે. જો ઇ- ઇન્વોઇસ સિવાય અન્ય કોઈ રીતે બિલ બનાવે તો બિલ ગણાશે નહીં તેમ કાયદામાં સ્પષ્ટ જણાવેલ છે માટે રૂ. ૧૦,૦૦૦/-  અથવા બિલ દર્શાવેલ વેરાની રકમ , બે માથી જે વધુ હોય તેટલી દંડ ની રકમ ચુક્વવાની રહેશે.

(૨) કલમ ૧૨૯ (૧) હેઠળ એટલે કે માલને લગતા દસ્તાવેજ લઈ જવા માટે ભંગ બદલ એટલે કે જો ઇ– ઇન્વોઇસ ન બનાવેલ હોય તો,- માલને લગતા દસ્તાવેજ ના ભંગ માટે વેપારી વેરો અને દંડ ની ચુકવણી માટે તૈયાર હોય તો      વેરો અને આવા માલ પર ચૂકવવાપાત્ર વેરાના ૧૦૦% સમકક્ષ  દંડ અથવા રૂ . ૨૫૦૦૦/-, બે   માથી જે ઓછું હોય તેટલી દંડની રકમ ચુક્વવાની રહેશે.- માલને લગતા દસ્તાવેજ ના ભંગ માટે વેપારી વેરો અને દંડ ની ચુકવણી માટે તૈયાર ન હોય તો   વેરો અને માલ પર ચૂકવેલી રકમ ઘટાડીને, માલની કિમતના ૫૦% સમકક્ષ  દંડ અથવા રૂ.    ૨૫૦૦૦/-, બે માથી જે ઓછું હોય તેટલી દંડની રકમ ચુક્વવાની રહેશે.

(૩) ઉપરોક્ત (૧) અને (૨) માં છટકી જાય તો પણ ખરીદનાર વેપારીને કલમ ૧૬ (૨) મુજબ ઇ-ઇન્વોઇસ ના ભંગ બદલ બિલ માન્ય ન હોઈ ખરીદનાર ને વેરાશાખ મળશે જ નહીં…

આમ હવે ઇ-ઇન્વોઇસ લાગુ પડતા વેપારીઓએ ઇ-ઇન્વોઇસ અવશ્ય બનાવવું પડશે. અન્યથા મોટા દંડ ચૂકવવાની નોબત આવશે અને વેરાશાખ પણ ખરીદનાર ને નહીં મળે .. કોઈપણ સંજોગોમાં મેન્યુઅલ બિલ નહીં ચાલે…

અમિત સોની (ટેક્ષ એડવોકેટ)૯૮૨૪૭૦૧૧૯૩

error: Content is protected !!