મહારાષ્ટ્ર સરકાર દ્વારા વેપારીઓ માટે વેરા સમાધાન યોજના થઈ જાહેર

Spread the love
Reading Time: < 1 minute

તા. 27.03.2022: મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા મહારાષ્ટ્રના વેપારીઓને એક ખાસ ભેટ આપવામાં આવી છે. જૂના સેલ્સ ટેક્સ, વેટ કે સેંટરલ સેલ્સ ટેક્સના બાકી લેણાં અંગે મહારાષ્ટ્રના વેપારીઓ આ વેરા સમાધાન યોજના (એમ્નેસ્ટી સ્કીમ) નો લાભ લઈ શકશે. આ એમ્નેસ્ટી સ્કીમને “મહારાષ્ટ્ર સેટલમેન્ટ ઓફ એરીયર્સ ઓફ ટેક્સ, ઈન્ટરેસ્ટ, પેનલ્ટી અથવા લેટ ફી સ્કીમ-2022” તરીકે ઓળખવામાં આવશે.  આ યોજના GST કાયદો લાગુ થયા પહેલાં વેચાણવેરા વિભાગ દ્વારા વસૂલવામાં આવતી વિવિધ કર પરની છૂટ અંગે લાગુ પડે છે. વેપારીઓ આ એમ્નેસ્ટી સ્કીમનો લાભ 1 એપ્રિલ, 2022 થી સપ્ટેમ્બર 30, 2022 સુધી લઈ શકશે. સરકાર ધ્વારા જૂના લેણા બાકી અંગેના આદેશ વેચાણ વેરા કે વાણિજ્ય વેરા વિભાગ દ્વારા પસાર કરાયેલા વિવિધ ટેક્સ કાયદાઓ હેઠળના કોઈપણ વૈધાનિક આદેશ મુજબ દર વર્ષે 10,000 કે તેથી ઓછા લેણી રકમ હશે તે માફ કરવામાં આવેલ છે. આ યોજનાને કારણે નાના વેપારીઓને મોટી રાહત થશે. 1લી એપ્રિલ 2022ના રોજ બાકીદારો ધરાવતા ડીલરોને રૂ. 10 લાખ કે તેથી ઓછા વૈધાનિક આદેશોમાં ઊભા કરાયેલા પ્રમાણ મુજબ નિર્વિવાદ કર, વિવાદિત કર, વ્યાજ, દંડના ખાતા પર ચૂકવવાપાત્ર રકમની ગણતરી કરવાને બદલે કુલ બાકી રકમના 20 ટકાની એકીકૃત રકમ ચૂકવવાનો વિકલ્પ રહેશે. આ યોજનામાં કરવામાં આવેલ 20% રકમની ચુકવણી પર, બાકીના 80% બાકીદારોને માફી આપવામાં આવશે. ગુજરાતના વેપારીઓ આતુરતાથી આ પ્રકારની સમાધાન યોજનાની આશા સેવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા બજેટ 2022 માં આ અંગે કોઈ લાભ આપવામાં આવ્યો નથી. અમિત સોની (ટેક્ષ એડવોકેટ)૯૮૨૪૭૦૧૧૯૩

error: Content is protected !!