સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 9th એપ્રિલ 2022
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી.
- અમારા અસીલનું ટર્નઓવર જી.એસ.ટી. પોર્ટલ ઉપર “એસટીમેટેડ” તથા “રિટર્ન બેઝ” માં અલગ અલગ દર્શાવે છે. આ અંગેનું કારણ શું હોય શકે છે? શું આ સુધારી શકાય છે? ભાવેશ પી. ડાંગી, એડવોકેટ
જવાબ: આ ટર્નઓવર જી.એસ.ટી. પોર્ટલ ઉપર Update ના વિકલ્પ દ્વારા સુધારી શકાય છે. આ ઉપરાંત આ ટર્નઓવર નીછે આપવામાં આવેલ લિન્ક ઉપર આ અંગે “ગ્રીવન્સ” (ફરિયાદ) પણ નોંધાવી શકાય છે.
- અમારા અસીલ ખેતીની જમીન ખરીદી તેના ઉપર રિસોર્ટ બનાવે છે. આ રિસોર્ટ બાંધકામમાં વપરાતા માલની જી.એસ.ટી. ક્રેડિટ મળી શકે? બાંધકામમાં URD ખરીદી ઉપર RCM ની જવાબદારી આવે? આશિષ પૂરી ગૌસ્વામી, એકાઉન્ટન્ટ, ગીર ગઢડા
જવાબ: રિસોર્ટ બાંધકામ ઉપર વપરાતા માલની ક્રેડિટ અમારા મતે મળી શકે નહીં. પરંતુ માનનીય ઓરિસ્સા હાઇકોર્ટનો “ સફારી રિટ્રીટ પ્રા. લી” ના ચુકાદા મુજબ કોઈ કરદાતા જોખમ વહોરી આ ક્રેડિટ ક્લેમ કરી શકે. ઉલ્લેખનીય છે કે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ઓરિસ્સા હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં “ચેલેન્જ” કરેલ હોય જે હાલ પડતર છે.
- અમારા અસીલ RO વોટર (મિનરલ વોટર) નું ઉત્પાદન કરે છે. તેઓ દુકાને દુકાને 20 લિટરના પાણીના કેરબા પૂરા પાડે છે. તેઓ કુદરતી રીતે પાણી મેળવી, કોઈ જાતના કેમિકલ નાંખ્યા વગર પાણી ઠંડુ કરી RO કરી ગ્રાહકને સપ્લાય કરે છે. આ બાબતે અમારા નીચે મુજબના પ્રશ્નો છે.
અમારા અસીલને કંપોઝીશનનો લાભ મળે?
જો રેગ્યુલર સ્કીમ (કંપોઝીશન સિવાય)માં હોય તો ક્યાં દરે જી.એસ.ટી. લાગુ પડે?
જો રેગ્યુલર સ્કીમમાં હોય તો કેરબાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે? નિલેષ લાખાણી, કોડીનાર
જવાબ: આપના અસીલને કંપોઝીશનનો લાભ મળે. આપના અસીલનો માલ HSN 2201 હેઠળ પડે અને રેગ્યુલર સ્કીમમાં હોય તો “પ્રોડક્ટ ડિસક્રિપશન” મુજબ 12% અથવા 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. રેગ્યુલર સ્કીમમાં હોય તો ખરીદેલ કેરબાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ તેમના પિતાને 5 લાખની રકમ ગિફ્ટ આપવા માંગે છે. શું આ ગિફ્ટ અંગે ગિફટ ડિડ બનાવવી જોઈએ? સગા સબંધી કેટલી રકમ સુધીની ગિફ્ટ આપી શકે? ઇન્કમ ટેક્સ રિટર્નમાં આ રકમ ક્યાં દર્શાવવાની રહે? હિત લિંબાણી, કચ્છ
જવાબ: ગિફ્ટ આપવા અંગે ગિફ્ટ ડિડ બનાવી લેવી હિતાવહ છે. કોઈ વ્યકિત સગા સબંધીને કેટલી રકમની ગિફ્ટ આપી શકે તે અંગે કોઈ મર્યાદા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ સૂચવવામાં આવેલ નથી. ગિફ્ટ આપનારની “ક્રેડિટવર્થીનેસ” (પાત્રતા) ઉપર આ બાબત નિર્ભર કરે છે. ગિફ્ટ ચેક દ્વારા આપવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત એ ધ્યાને રાખવું જરૂરી છે કે રોકડમાં ગિફ્ટ 200000 કે તેથી વધુ રકમની ગિફ્ટ આપવામાં આવે તો ઇન્કમ ટેક્સની કલમ 269ST લાગુ થઈ શકે છે. ઇન્કમ ટેક્સ રિટર્નમાં કરમુક્ત આવક હેઠળ આ દર્શાવવાની રહે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.