કરચોરીનો ઇરાદો ના હોય ત્યારે માત્ર ટેકનિકલ ખામી બદલ ઇ વે બિલના નિયમોના ભંગ ગણી દંડ લગાડી શકાય નહીં: મદ્રાસ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

ઇમ્પોર્ટન્ટ જજમેંટ વિથ ટેક્સ ટુડે:

સ્માર્ટ રૂફિંગ પ્રા. લી વી. સ્ટેટ ટેક્સ ઓફિસર, મદુરાઇ

સલગ્ન કાયદો: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, 2017

ચુકાદો આપનાર ફોરમ: મદ્રાસ હાઇકોર્ટ (મદુરાઇ બેન્ચ)

માનનીય જજ: સી. સરાવનન

કરદાતા વતી વકીલ: એન. સુદુલાઈ મુત્થૂ

સરકાર વતી: કે.એસ. સ્લેવા ગણેશન

ચુકાદા તારીખ: 30 માર્ચ 2022


 કેસની હકીકતો:

  • કરદાતાની ધંધાની મુખ્ય જગ્યા ઉપરાંત ગોડાઉન (ધંધાનું વધારનું સ્થળ) ધરાવતા હતા.
  • તેઓના ધંધાના ચેન્નઈ ખાતેના મુખ્ય સ્થળ પરથી મદુરાઇ ખાતે આવેલ વધારાના સ્થળ ઉપર માલનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું હતું.
  • કરદાતા દ્વારા આ વધારાના સ્થળની નોંધ જી.એસ.ટી. રજીસ્ટ્રેશનમાં કરવામાં આવી ના હતી.
  • ઇ વે બિલ ઉપર કરદાતા દ્વારા માલ મેળવનાર તરીકે આ વધારાના સ્થળનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું.
  • ઇ વે બિલમાં “સ્ટ્રોક ટ્રાન્સફર” નો ઉલ્લેખ હોવા છતાં મોબાઈલ ચેકપોસ્ટ દ્વારા આ માલ રોકવામાં આવ્યો હતો.
  • કરદાતાને MOV 9 આપવામાં આવી હતી અને CGST તથા SGST સહિત 500774/- ની પેનલ્ટી લગાડવામાં આવી હતી.
  • આ પેનલ્ટીના આદેશને રિટ પિટિશનમાં પડકારવામાં આવ્યો હતો.

કરદાતા તરફે રજૂઆત:

  • કરદાતા દ્વારા સ્ટોક ટ્રાન્સફરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • સ્ટોક ટ્રાન્સફર હોય કરદાતાના ઉપર ટેક્સની કોઈ જવાબદારી ના હતી અને આમ કરચોરીની કોઈ ઇરાદો હોય ના શકે.
  • માલ રોકવામાં આવ્યો છે ત્યારબાદ કરદાતા દ્વારા વધારાના સ્થળની જગ્યા જી.એસ.ટી. નોંધણીમાં ઉમેરવા અરજી કરી આપવામાં આવી છે.
  • કરદાતા ઉપર 129(3) ઉપર કોઈ પેનલ્ટી લગાડી શકાય નહીં.

સરકાર તરફે રાજુઆત:

  • કરદાતા પાસે જી.એસ.ટી. ની કલમ 107 હેઠળ અપીલનો વિકલ્પ હોય રિટ પિટિશન સ્વીકારવામાં ના આવે.
  • આ રિટ પિટિશનમાં રિટ પિટિશનને લાયક તથ્યો નથી.

કોર્ટનો ચુકાદો:

  • કરદાતાના ઇ વે બિલમાં ખામી હોય, જી.એસ.ટી. અધિકારીઓ દ્વારા માલ જપ્ત કરવામાં આવ્યો તે કામગીરી યોગ્ય હતી.
  • પરંતુ તથ્યો ઉપરથી સ્પષ્ટ છે કે “કંસાઇનર” તથા “કંસાઈની” હેડ ઓફિસ અને બ્રાન્ચ છે અને તેથી કાયદાની દ્રસ્ટીએ એક જ વ્યક્તિ છે.
  • કરદાતાએ ધંધાના વધારાની જગ્યાની નોંધ કરાવેલ નથી તે હકીકત છે પરંતુ માલ જપ્ત થયા બાદ તેઓએ આ ભૂલ સુધારેલ છે.
  • અધિકારી દ્વારા નોંધણી દાખલામાં સુધારો પણ કરી આપવામાં આવ્યો છે.
  • આમ, ઇ વે બિલની ક્ષતિને ટેકનિકલ ક્ષતિ ગણી, કરચોરીનો કોઈ ઇરાદો ના હોય, કરદાતા ઉપર દંડ લાદતો આદેશ રદ કરવા ઠરાવવામાં આવે છે.
  • કરદાતાનો માલ તથા વાહન મુક્ત કરવા આદેશ કરવામાં આવે છે.

(સંપાદક નોંધ: ઇ વે બિલમાં થતી ચૂક માટે આ ચુકાદો કરદાતાઓને ઉપયોગી બની શકે છે. ધંધાના વધારાના સ્થળનો જી.એસ.ટી. રજીસ્ટ્રેશનમાં ઉલ્લેખ ના હોવા છતાં કોર્ટ દ્વારા આ ભૂલને ટેકનિકલ ક્ષતિ ગણેલ છે જેની ખાસ વાંચકોએ નોંધ લેવી)

(આ ચૂકદાઓનું અર્થઘટન ભવ્ય પોપટ (એડવોકેટ તથા એડિટર-ટેક્સ ટુડે) ના અંગત અર્થઘટન છે)

error: Content is protected !!