ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ આવ્યું કરદાતાને દ્વાર: કરદાતાઓને પડતી તકલીફો નિવારવા રાજકોટ ખાતે ઓપન હાઉસનું આયોજન

Spread the love
Reading Time: 2 minutes

કોરોના કાળમાં પણ ” રેવન્યુ ટાર્ગેટથી” વધુ ટેક્સ આપવા બદલ કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સનો આભાર: શ્રી રવિન્દ્ર કુમાર પ્રિન્સિપાલ કમિશ્નર ગુજરાત 

તા. 05.05.2022: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ, ICAI રાજકોટ બ્રાન્ચ તથા રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપન હાઉસમાં કરદાતાઓની TDS, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ, ફેઇસલેસ એસેસમેન્ટને લગતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ વતી ગુજરાત રાજ્યના અધિકારીઓ ઉપરાંત વર્ચ્યુલ રીતે CPC બેંગલુરુના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા તેઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.  કરદાતાઓ વતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટનો આભાર માનતા જાણીતા એડવોકેટ સમીર જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કદાચ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે ડિપાર્ટમેંટ દ્વારા કરદાતાઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે લેખિત જવાબ આપવામાં આવ્યા છે. જાણીતા CA રાજીવ દોશી દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના સકારાત્મક વલણ માટે આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો. આ કર્યેક્ર્મ ICAI ભવન રાજકોટ ખાતે યોજાયો હતો. કર્યેક્રમમાં પ્રિન્સિપાલ કમિશ્નર ગુજરાત શ્રી રવિન્દ્ર કુમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાજકોટના CCIT બી.એલ. મીના, અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્સિપાલ કમિશ્નર શ્રી રવિન્દ્ર કુમાર દ્વારા જાહેરાત કરાઇ હતી કે CPgram ઉપર કરવામાં આવતી અરજી ઉપર તેઓ પોતે અંગત ધ્યાન આપે છે. તેઓ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું હતું કે કરદાતાઓની સમસ્યાનું નિરાકરણ લાવવું તે તેમની તથા તેમના ડિપાર્ટમેંટની પ્રાથમિકતા રહેશે. તેઓએ ઉમેર્યું હતુકે તેઓ ગર્વ સાથે કહી શકે છે કે  30 થી વધુ દિવસ જૂની હોય તેવી એક પણ અરજી ગુજરાત ખાતે પડતર નથી. તેઓ દ્વારા એ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે ફેઇસલેસ એસેમેંટએ નવી પદ્ધતિ હોય તેમાં “ટીથીંગ ટ્રબલ્સ” (શરૂઆતની તકલીફો) રહેલી છે. પરંતુ સાથે તેઓ દ્વારા આ તકલીફો જલ્દીમાં જલ્દી દૂર થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટનો આ પ્રકારના કરદાતા માટે ઉપયોગી કર્યેક્રમો કરવા બદલ આભાર પાઠવવામાં આવ્યો હતો. ICAI રાજકોટ બ્રાન્ચ વતી ચેરમેન જિગ્નેશ રાઠોડ તથા AIFTP WZ ના ચેરમેન મિતિશ મોદી દ્વારા પ્રસંગ અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું.  ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટીના પ્રમુખ રાજુભાઇ માણેક દ્વારા અભાર વીધી કરવામાં આવી હતી. કર્યેક્રમને સફળ બનાવવા ત્રણે એસોસીએશનના હોદ્દેદારો ઉપરાંત એડવોકેટ સમીરભાઈ જાની તથા CA રાજીવ દોશી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે 

error: Content is protected !!