સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 15th April 2023
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
- અમારા અસીલ ખાદીનું કાપડ તથા ખાદી માંથી બનતી વસ્તુઑ જેવી કે બેડશીટ ઓશિકા વી. નું વેચાણ કરે છે. આ માલ ઉપર ક્યો HSN લાગુ પડે અને ક્યાં દરે જી.એસ.ટી. લાગુ પડે તે જણાવવા વિનંતી. જિગ્નેશ દેત્રોજા, ધોરાજી
જવાબ: ખાદીનું કાપડ તથા તેની બનાવટો HSN 62114921 માં પડે. ખાદીનું કાપડા તથા તેની બનાવટોની બજાર કિંમત 1000 થી ઓછી હોય તો તેના ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડે અને 1000 કે તેથી ઉપરની ખાદીની બનાવટો ઉપર 12% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- અમારા અસીલ વર્કસ કોન્ટ્રાકટર છે. તેઓ દ્વારા સ્કૂલ બાંધકામ કરવાનો કોન્ટ્રાક્ટ રાખેલ છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ સ્કૂલ બાંધકામમાં જરૂરી માલ સ્કૂલના નામ ઉપર જ લેવાના થશે. અમારા અસીલ માત્ર લેબર સપ્લાયની સેવાઓ આપશે અને તેના બદલ તેને મહેનતાણું મળશે. આ મળેલ રકમમાં તેઓએ કડીયા, પ્લંબર વગેરેને પેમેન્ટ કરવાનું રહે છે. શું આ વ્યહવાર ઉપર 18% ના જી.એસ.ટી. લાગુ પડે? જિગ્નેશ દેત્રોજા, ધોરાજી
જવાબ: હા, સ્કૂલ બાંધકામની સેવા ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- અમારા અસીલ જોબ વર્કનું કામ કરે છે. તેઓ પાસે તેમના અસીલ પાસેથી માલ જોબવર્ક માટે આવે છે. આ માલ જોબવર્ક કરી, પેકિંગ કરી તેઓ દ્વારા ગ્રાહકને મોકલવાનું થાય છે. શું આ કિસ્સામાં માલ જોબવર્ક માટે જ આવ્યો હોય છતાં ઇ વે બિલ બનાવવાનું રહે? અમારા અસીલ ઇ ઇંવોઇસ માટે જવાબદાર છે. તો શું આ વ્યવહાર માટે ઇ ઇંવોઇસ બનાવવું પડે? હસમુખ પરમાર
જવાબ: હા, જોબવર્ક માટે આવેલ માલ પેટે ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે. જોબ વર્કના વ્યવહારો માટે 50000/- ની લિમિટ લાગુ પડે નહીં. જે કરદાતા માલની હેરફેર માટે જવાબદાર હોય (જોબવર્કર કે મૂળ માલિક-પ્રિન્સિપાલ) ઇ વે બિલ બનાવવા જવાબદાર છે. ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર હોય તેવા કરદાતા જોબવર્કનું B2B બિલ બનાવતા હોય તો ઇ ઇંવોઇસ બનાવવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.