અમદાવાદ ખાતે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના વિષયો ઉપર એક દિવસીય સેમિનાર યોજાયો

Spread the love
Reading Time: < 1 minute

ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ તથા ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત દ્વારા આ સેમિનારનું આયોજન

તા. 15.04.2023: ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિશનર અને ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા જીસીસીઆઈ હોલ, અમદાવાદ ખાતે એક દીવસીય સેમિનાર નુ આયોજન થયુ. સેમિનારના ઉદ્ધઘાટક ગુજ. હાઇકોર્ટ જજ મૌનાબેન ભટ્ટ એ દીપ પ્રાગટ્ય કરીને સેમિનાર નુ ઉદઘાટન કરેલ આ પ્રસંગે આઇસીએઆઈ ચેરમેન અનિકેત તલાટી, એઆઈ એફટીપી નેશનલ પ્રેસિડેન્ટ પંકજ ઘીયા, ટાગ પ્રમુખ પંકજ શાહ, એઆઈએફટીપી વેસ્ટ ઝોન ચેરમેન અશ્વિન આચાર્ય ઉપસ્થિત રહેલ.
આ સેમિનાર માં ડાયરેક્ટ ટેક્ષ વિષય પર વક્તા સિનિયર એડવોકેટ સૌરભ સોપારકર, સીએ પલક પાવાગઢી, ઈન ડાયરેક્ટ ટેક્ષ વિષય પર સીએ અર્પિત હલદિયા, ઉચિત શેઠ એ ખુબ ઉમદા વક્તવ્ય આપીને ટેક્ષ વ્યવસાયિઓના જ્ઞાનમાં વૃદ્ધિ કરવામાં આવી હતી. આ સેમિનાર માં ભારત અને ગુજરાતભર ના ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાયેલ હતા. અમિત સોની, ટેક્સ ટુડે પ્રતિનિધી, નડિયાદ

error: Content is protected !!