GST અંતર્ગત તારીખ 31/03/2023 ના રોજ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનની સરળ ભાષામાં સમજૂતી
તારીખ : 15/04/2023
By Prashant Makwana
પ્રસ્તાવના :
GST કાઉન્સિલર 49 ની મિટિંગ માં લેવાયેલ નિર્ણય ને લાગુ કરવા માટે 31/03/2023 ના રોજ વિવિધ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે આ નોટિફિકેશન માં GST અંતર્ગત વિવિધ લેટ ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે અને GST અંતર્ગત અમુક તારીખ માં વધારો કરવામાં આવ્યો છે આ આર્ટીકલ માં આપણે આ નોટિફિકેશનની સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી છે.
નોટિફિકેશન નંબર 02/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 31/03/2023
- GST અંતર્ગત જે કરદાતા કમ્પોઝીસન સ્કીમ માં નોંધાયેલ હોય તે કરદાતા એ GSTR-4 RETURN ભરવાનું હોય છે. જુલાઇ-2017 થી માર્ચ-2019 સુધી GSTR-4 RETURN QUARTLY ભરવાનું હતું. 01/04/2019 થી GSTR-4 RETURN વાર્ષિક ભરવાનું હોય છે. GSTR-4 RETURN જો સમયસર ફાઇલ કરવાંમાં નો આવે તો રોજના 200 લેખે લેટ ફી લાગે છે. નોટિફિકેશન નં-2 2023 થી નાણાકીય વર્ષ 2017-18 થી 2021-22 સુધી ના બાકી રહી ગયેલા GSTR-4 રીટર્ન લેટ આ ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે.
- જે GSTR-4 માં ટેક્ષ ભરવાનો નો હોય એટલે કે NILL GSTR-4 હોય તો સંપૂર્ણ લેટ ફી માફ કરવામાં આવી છે.
- જે GSTR-4 માં ટેક્ષ ભરવાનો હોય તે GSTR-4 માં CGST-250 અને SGST-250 એમ ટોટલ 500 લેટ ફી ભરીને રિટર્ન ફાઇલ કરી શકાશે.
- GSTR-4 ની મહતમ લેટ ફી 500 છે તે એક GSTR-4 દીઠ ગણાશે.
- ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 2019-20 થી વાર્ષિક GSTR-4 ભરવાના બાકી હોય તો
- નાણાકીય વર્ષ 2019-20 ના 500
- નાણાકીય વર્ષ 2020-21 ના 500
- નાણાકીય વર્ષ 2021-22 ના 500
- તો ટોટલ 1500 લેટ ફી થાય
- GSTR-4 ની લેટ ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે તે જો 01/04/2023 થી 30/06/2023 સુધી માં બાકી રહેલા GSTR-4 ફાઇલ કરવાંમાં તો જ લાગુ પડશે.
- 30/06/2023 પછી જો જુલાઇ 2017 થી માર્ચ-2019 ના ક્વાટર નું અને 2019-20 થી 2021-22 ના નાણાકીય વર્ષ નું GSTR-4 ફાઇલ કરવામાં આવે તો રાબેતા મુજબ ની લેટ ફી લાગશે.
નોટિફિકેશન નંબર 03/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 31/03/2023
- GST અંતર્ગત જે GST નંબર રિટર્ન નહીં ફાઇલ કરવાના કારણે કેન્સલ થય ગયા હોય અને રિવોકેસન ઓફ કેન્સલેસનની એપ્લિકેસન કરવાનો સામે પણ પૂરો થય ગયો હોય તેવા GST નંબર ફરીથી શરૂ કરી શકાશે.
- જે GST નંબર 31/12/2022 કે તેની પહેલા રિટર્ન નહીં ફાઇલ કરવાના કારણે કેન્સલ થયા છે, તે કરદાતા ને આ નોટિફિકેશન નો લાભ મળશે.
- GST PORTAL પર રિવોકેસન ઓફ કેન્સલેસનની એપ્લિકેસન આપણે 30/06/2023 પહેલા કરી દેવાની રહેશે.
- જે તારીખ થી GST નંબર કેન્સલ થયો તે તારીખ સુધીના બધાજ રેટર્ન ટેક્ષ, વ્યાજ,દંડ,લેટ ફી સાથે ભરી દીધા પછી જ રિવોકેસન ઓફ કેન્સલેસનની અરજી કરવાની રહેશે.
- જે કરદાતાની અપીલ કરેલ છે, તે અથવા જે કરદાતા ની અપીલ સમયસર અપીલ ફાઇલ નથી કરી તે કારણથી રિજેક્ટ થય હોય તે પણ આ નોટિફિકેશન નો લાભ લય શકે છે.
નોટિફિકેશન નંબર 04/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 31/03/2023
નોટિફિકેશન નંબર 26 તારીખ 26/12/2022 સેન્ટ્રલ ટેક્ષ દ્વારા RULE 8 ના સબ રુલ 4(A)(RULE8(4A) ને સુધારીને નવો રૂલ જાહેર કરવામાં આવ્યા હતો. 26/12/2022 ના રોજ નોટિફિકેશન નંબર 26 થી જે RULE8 (4A) જાહેર કરવામાં આવ્યો તેમાં અમુક બાબતે સ્પષ્ટીકરણ નહોતું જેમકે
- કોને આધાર ઓથેન્ટિકેસન કરવાનું અને કોને બાયોમેટ્રિક બેઇઝ આધાર ઓથેન્ટિકેસન કરવાનું તે સ્પસ્ટ થતું નહોતું
- 26/12/2022 ના રોજ નોટિફિકેશન 26 ની જે RULE 8(4A) જાહેર કરવામાં આવ્યૂ તેમાં એવો પણ એક મતલબ થતો હતો કે ગુજરાત સિવાયના કોઈ પણ રાજ્ય માં આધાર ઓથેન્ટિકેસન નહીં કરવાનું સરકાર નો ઇરાદો એવો નહતો
- નોટિફિકેશન નંબર 26 તારીખ 26/12/2022 ના રોજ જે RULE 8(4A) જાહેર થયો તેમાં જો આધાર ઓથેન્ટિકેસન સફળ નો થયું તો એપ્લિકેસન કઈ તારીખે સબમિટ થય ગણાશે તે માટે પણ સપસ્ટિકરણ નહતું.
- નોટિફિકેશન નંબર 4/2023 સેન્ટ્રલ ટેક્ષ તારીખ 31/03/2023 મ RULE 8(4A) ને સુધારીને નવો RULE 8(4A) જાહેર કરવામાં આવ્યો જે નીચે મુજબ છે.
- જે વ્યક્તિ એ આધાર ઓથેન્ટિકેસન નો ઓપ્સન સિલેકટ કર્યા હોય તેના માટે જો આધાર ઓથેન્ટિકેસન સફળ થય જાય તો જે તારીખે આધાર ઓથેન્ટિકેસન થયું હોય તે તારીખ ને GST REG -01 સબમિટ થયેલું ગણાશે.
- જે વ્યક્તિ એ આધાર ઓથેન્ટિકેસન નો ઓપ્સન સિલેકટ કર્યા હોય અને સફળતા પૂર્વક આધાર ઓથેન્ટિકેસન ન થાય તો GST REG-01 નું PART-B FORM સબમિટ કર્યું હોય ત્યાર પછીના 15 માં દિવસે GST REGISTRATION ની એપ્લિકેસન સબમિટ થયેલી ગણાશે.
- RULE 8 (4A) PROVISO
- GST માં REGISTRATION ની એપ્લિકેસન કરનાર સેક્સન 25 ની સબસેક્સન (6D) સિવાયની વ્યક્તિ જો ઇંડિવિડયુલ હોય તો તે ઇંડિવિડયુલ વ્યક્તિ એ અથવા જો વ્યક્તિ ઇંડિવિડયુલ નો હોય તો સેક્સન 25 ની સબસેક્સન 6(C) મુજબની વ્યક્તિ એ બાયોમેટ્રિક બેઇઝ આધાર ઓથેન્ટિકેસન કરવાનું રહેશે જે અંતર્ગત જે વ્યક્તિ નું આધાર ઓથેન્ટિકેસન કરવાનું છે તે વ્યક્તિ નો ફોટોગ્રાફ લેવામાં આવશે અને ઓરીજનલ ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા હોય તેની ચકાસણી કમિશનર દ્વારા જે ફેસિલેશન સેન્ટ્રલ નીમવામાં આવે ત્યાં જઈને કરવાની રહેશે.
નોટિફિકેશન નંબર 05/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 31/03/2023
- નોટિફિકેશન નંબર 05/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 30/03/2023 દ્વારા નિટીફીકેસન નંબર 27/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 26/12/2022 માં સુધારો કરવામાં આવ્યો છે.
- નોટિફિકેશન નંબર 27/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 26/12/2022 માં એવું લખેલું હતું કે RULE 8(4A) ભારતના ગુજરાત સિવાયના કોઈ પણ રાજ્યમાં લાગુ નહીં પડે.
- નોટિફિકેશન નંબર 4 માં જે RULE 8(4A) જાહેર કરવામાં આવ્યો તેમાં એક પ્રોવાઇઝો છે. નોટિફિકેશન 5 મા એવું કહેવામાં આવ્યું કે RULE 8(4A) નો જે પ્રોવાઇઝનો છે, તે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેસન માટે છે તેથી એવું થાય કે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેસન ગુજરાત સિવાયના કોઈ પણ રાજ્ય માં લાગુ નહીં પડે.
નોટિફિકેશન નંબર 06/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 31/03/2023
- GST અંતર્ગત જે કરદાતા રિટર્ન ફાઇલ નથી કરતાં ને કરદાતા ને સેક્સન 46 માં નોટીસ આપવામા આવે છે તે છતાં રીટર્ન ફાઈલ નથી કરતા તે કરદાતા ને સેક્સન 62(1) અંતર્ગત પ્રોપર ઓફિસર પોતાની પાસે જે માહિતી હોય તેના પર થી બેસ્ટ જજમેન્ટ આકારણી ઓર્ડર ઇસ્યુ કરે છે. નોટીફીકેશન નબર ૬ માં આવા જે ઓર્ડર થયા હોય તેના માટે રાહત આપવા માં આવી છે.
- 28/02/2023 કે તેની પહેલા સેક્સન 62(1) અંતર્ગત જે ઓર્ડર થયા તે ઓર્ડર ને પાછો ખેચી લીધેલ માનવામાં આવશે, જો કરદાતા નીચે લખેલ સ્પેસિયલ પ્રોસીજર ને ફોલો કરે તો.
- કરદાતા 30/06/2023 પહેલા બાકી રહેલ GST રોટર્ન વ્યાજ ને પેનલ્ટી સાથે ભરી દે તો પાછો ખેચી લીધેલ માનવામાં આવશે.
- આ નિટીફીકેસન નો અપીલ ફાઇલ કરી હોય કે ન કરી હોય અને જો અપીલ ફાઇલ કરી હોય તો જે નિર્ણય આવ્યો હોય કે નો આવ્યું હોય બધાને લાગુ પડશે.
- આ નોટીફીકેશન થી કરદાતા ને બીજો એ પણ ફાયદો થશે કે ઓફીસર દ્વવારા આકારણી કરી ને જે ટેક્ષ નકી કર્યો હોય પરંતુ આપણે જાતે જો ૩૦-૦૩-૨૦૨૩ પહેલા રીટર્ન ફાઈલ કરી દય અને ઓછો ટેક્ષ આવતો હોય તે ભરી દય તો પણ ચાલે.
નોટિફિકેશન નંબર 07/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 31/03/2023
- GSTR-9 અને GSTR-9C માટે નાણાકીય વર્ષ 2022-23 થી લેટ ફી નીચે મુજબ રહેશે.
- NOTIFICATION NO-7 માં GSTR-9 અને GSTR-9C ની લેટ ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23 થી GSTR-9 અને GSTR-9C બંને માં લેટ ફી નીચે મુજબ રહેશે.
SR NO | ટર્ન ઓવર | લેટ ફી |
1 | 5 કરોડ સુધી | 25 CGST + 25 SGST મહતમ લેટ ફી 0.02% CGST +૦.૦2 % SGST ટર્ન ઓવર ના |
2 | 5 કરોડ થી 20 કરોડ | 50 CGST + 50 SGST મહતમ લેટ ફી 0.02% CGST +૦.૦2 % SGST ટર્નઓવર ના |
3 | 20 કરોડ થી વધુ | 100 CGST+100 SGST મહતમ ૦.25 % ટર્નઓવર ના( આમા કોઈ રાહત આપવામાં આવી નથી ) |
- નાણાકીય વર્ષ 2017-18 થી 2021-22 ના કોઈ પણ વર્ષ નું રિટર્ન ભરવાનું બાકી હોય તો જો તે રિટર્ન 01-04-2023 થી 30/06/2023 સુધીમાં ફાઇલ કરવામાં આવે તો CGST 10000 + SGST 10000 લેખે ફી લાગશે
- લેટ ફી ઘટાડવામાં આવી છે તે રિટર્ન દીઠ છે. 2017-18 થી 2021-22 સુધીમાં 2 વર્ષ ના ટોટલ બાકી હોય તો CGST 20000 + SGST 20000 એમ 40000 લેટ ફી થાય
નોટિફિકેશન નંબર 08/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 31/03/2023
- GST અંતર્ગત જે ટેક્ષ પેયરે એપ્લિકેસન કરી ને નંબર કેન્સલ કરેલ હોય તે ટેક્ષ પેયરે ફાઇનલ રિટર્ન FORM GSTR-10 ફાઇલ કરવાનું હોય છે.
- FORM-GSTR-10 જે તારીખ થી નંબર કેન્સલ થયો છે તે તારીખ થી 3 મહિના અથવા જે તારીખે કેન્સલ નો ઓર્ડર થયો તે તારીખ થી 3 મહિના બંને માંથી જે તારીખ પછી આવે તે તારીખ સુધીમાં GSTR-10 ફાઇલ કરવાનું હોય છે.
- જો કોઈ કરદાતા એ સમયસર GSTR-10 ફાઇલ નો કર્યું હોય તો રોજના 100 CGST અને 100 SGST માં ટોટલ 200 લેટ ફી દિવસ દીઠ લાગે છે.
- NOTIFICATION NO-8 દ્વારા જે ટેક્ષ પેયર નો GSTR-10 રિટર્ન ફાઇલ કરવાનું બાકી રહી ગયું છે તેમાં લેટ ફી ઘટાડીને 500 CGST + 500 SGST એમ ટોટલ 1000 લેટ ફી કરેલ છે.
- બાકી રહી ગયેલ GSTR-10 01/04/2023 થી 30/06/2023 સુધીમાં ફાઇલ કરવામાં આવે તો જ આ ઘટાડેલ લેટ ફી નો લાભ મળશે.
- આ લેટ ફી જે ઘટાડવામાં આવી છે તે જુના જે GSTR-10 ફાઇલ કરવામાં બાકી છે તેના માટે છે.
નોટિફિકેશન નંબર 09/સેન્ટ્રલ ટેક્ષ તારીખ 31/03/2023
- NOTIFICATION NO-9 2023 દ્વારા SECTION 73 અંતર્ગત ઓર્ડર ઇસ્યુ કરવાની તારીખ માં વધારો કરવામાં આવ્યો છે. અહિયાં આપણે સેક્સન 73 ને સમજવી જરૂરી છે.
સેક્સન-73
- ટેક્ષ ઓફિસરને એવું લાગે કે ટેક્ષ પેયરે ટેક્ષ નથી ભર્યા અથવા ઓછો ભર્યો અથવા ખોટું રિફંડ અપાય ગયું હોય અથવા ઈનપુટ ટેક્ષ ક્રેડિટ વધારે લેવાય ગઈ હોય ત્યારે તે નોટિસ ઇસ્યુ કરી શકે છે.
- ટેક્ષ નો ભર્યા હોય અથવા ઓછો ભર્યો હોય અથવા ખોટું રિફંડ અપાય ગયું હોય અથવા ઈનપુટ ટેક્ષ ક્રેડિટ વધુ લીધેલ હોય તેમાં ટેક્ષ પેયર નો ઇરાદો ખોટું કરવાનો નો હોય, જાણી જોઈને ખોટી માહિતી આપી નો હોય અથવા જાણી જોઈને કોઈ માહિતી છુપાવી નો હોય ત્યારે આ સેક્સન 73 લાગુ પડે.
- સેક્સન 73 અંતર્ગત ઓફિસરને એવું લાગે કે ટેક્ષ પેયરે ટેક્ષ નો ભર્યા અથવા ઓછો ભર્યો અથવા ખોટું રિફંડ અપાય ગયું અથવા વધારે ઈનપુટ ટેક્ષ ક્રેડિટ લેવાય ગઈ તો તે નોટિસ ઇસ્યુ કરે છે. નોટીસ ઇસ્યુ કરી હોય તેના 30 દિવસ માં જો ટેક્ષ પેયર વ્યાજ સાથે તે ટેક્ષ ભરી આવે તો કોઈ પેનલ્ટી નથી લગતી અને સેક્સન ની બધી જ પ્રોસીડીગ પૂરી થય તેમ ગણાય છે.
- ટેક્ષ પેયર દ્વારા જે રજૂઆત કરવામાં આવે તેને ધ્યાન માં લઈને સેક્સન 73(9) મુજબ ઓફિસરે ટેક્ષ, વ્યાજ અને જે ટેક્ષ ભરવનો હોય તેના 10% અથવા મહતમ 10000 જે વધુ હોય તે પેનલ્ટી નક્કી કરી ને તેનો ઓર્ડર ઇસ્યુ કરે.
- ટેક્ષ ઓફિસર દ્વારા જે ઓર્ડર ઇસ્યુ કરવાના છે તેની સમય મર્યાદા સેક્સન 73(10) માં લખેલી છે તે સમય મર્યાદા NOTIFICATION NO-9 સેન્ટ્રલ ટેક્ષ થી વધારવામાં આવી છે, તે નીચે મુજબ છે.
SR NO | નાણાકીય વર્ષ | ઓડર્સ ઇસ્યુ કરવાની છેલી તારીખ |
1 | 2017-18 | 31/12/2023 |
2 | 2018-19 | 31/03/2024 |
3 | 2019-20 | 30/06/2024 |
- સેક્સન-73 ના સબકલોજ 2 માં નોટીસ ઇસ્યુ કરવાની સમય મર્યાદા પણ લખેલી છે. સેક્સન 73 ના સબકલોજ 10 માં જે સમય મર્યાદા છે તેના 3 મહિના પહેલા નોટિસ ઇસ્યુ કરવી ફરજિયાત છે. સેક્સન 73 ના સબકલોજ 2 મુજબ કઈ તારીખ સુધીમાં ટેક્ષ ઓફિસર નોટિસ ઇસ્યુ કરી સકે.
SR NO | નાણાકીય વર્ષ | નોટિસ ઇસ્યુ કરવાની છેલ્લી તારીખ |
1 | 2017-18 | 30/09/2023 |
2 | 2018/19 | 31/12/2023 |
3 | 2019/20 | 31/03/2024 |
(આ લેખમાં આપવામાં આવેલ અભિપ્રાય લેખકના આ વિષય ઉપરના અંગત અભિપ્રાય છે.)