ઓગસ્ટ 2023 નું જી.એસ.ટી. કલેક્શન વાર્ષિક ધોરણે 11% વધી 1,59,069 કરોડને પાર

Spread the love
Reading Time: < 1 minute

ભારતનું GDP વધતાં જી.એસ.ટી. માં થયો છે વધારો: રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રા

તા. 01.09.2023: ઓગસ્ટ મહિનાના જી.એસ.ટી. કલેક્શનમાં વાર્ષિક ધોરણે (YtoY) ધોરણે 11% નો વધારો થયો છે. ઓગસ્ટ 2023નો કુલ જી.એસ.ટી. 1,59,069/- રહેવા પામ્યો છે. આ જી.એસ.ટી. માં CGST 28,328 કરોડ, SGST 35,794/- કરોડ, IGST 83,251/- કરોડ તથા સેસ 11,695/- કરોડ રહેવા પામ્યો છે. IGSTની આ રકમમાં 43,550 કરોડ જેવી રકમ આયાત (ઇમ્પોર્ટ) દ્વારા ઊભી થયેલ છે. આ ઉપરાંત ટોબેકો જેવા પદાર્થો ઉપર લગતા સેસની રકમમાં પણ 1016 કરોડ જેવી રકમ આયાત(ઇમ્પોર્ટ) દ્વારા ઊભી થયેલ છે. રેવન્યુ સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. માં થયેલ આ વધારો દેશમાં થયેલ GDP વધારાને આભારી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

 

error: Content is protected !!