સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 07.10.2023
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ ખાતરનું ઉત્પાદન કરે છે. તેઓ દ્વારા ગુજરાત બહારથી IGST ચૂકવી માલની ખરીદી કરવામાં આવે છે જ્યારે તેઓનું વેચાણ ગુજરાત રાજ્યમાં CGST તથા SGST ઉઘરાવી કરવામાં આવે છે. આ સંજોગોમાં તેઓની CGST ની ક્રેડિટ જમા રહે છે અને દર વખતે SGST ભરવાનો આવે છે. આ સંજોગોમાં મેન્યુલી ટેક્સ સેટ ઓફ કરવાનો કોઈ વિકલ્પ ખરી, જે વિકલ્પ વડે જે ક્રેડિટ હાલ પડે છે તેનો ઉપયોગ કરી શકાય? પરેશ જે પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, વિજાપુર
જવાબ: હા, આપે મેન્યુલી IGST ની જવાબદારી સામે CGST અને SGST નો સરખો ઉપયોગ કરવાનો વિકલ્પ લઈ શકો છો. આ વિકલ્પ કાયદાકીય રીતે સાચો જ છે તેવો અમારો મત છે.
- અમારા અસીલ નું વાર્સિક ટર્નઓવર 12 કરોડથી વધારે છે 2022-23 માં 3બી B2CS માં 6લાખ નું વેચાણ બતાવવાનું રહી ગયું છે. તો હવે અમો વાર્ષિક રીટર્ન GSTR 9 માં ડાયરેક્ટ બતાવી આપી DRC-03 થી પેમેન્ટ કરી દઈએ તો ચાલે કે 2023-24 ના સપ્ટેમ્બર માસના રિટર્ન માં બતાવવુ ફરજિયાત છે. જે બાબતે યોગ્ય માર્ગદ્શન આપવા મેહરબાની કરશો. પરેશભાઈ ઠાકોરભાઈ દરજી, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: આ અંગે આપની પાસે બન્ને વિકલ્પ ઉપસ્થિત છે. જો આપના દ્વારા GSTR 1 માં આ વેચાણ દર્શાવેલ હોય અને માત્ર GSTR 3B માંજ આ વેચાણ દર્શાવવાનું રહી ગયું હોય તો DRC 03 દ્વારા આ રકમ ભરપાઈ કરી આપવી જોઈએ. આમ કરવાથી આગામી નાણાકીય વર્ષમાં આ ભૂલની અસર આવે નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
Answer to Q. No. 1 is a mistake. The dealer imports goods by paying IGST. So, credit of IGST his to be claimed. While sales being local, CGST& SGST is payable. Against this liability, credit of IGST can beautiful manually adjusted. 50% + 50 %.
Sir, not able to understand your query. Please send your query on taxtodayuna@gmail.com or 9924121700 on what’s app
અમારા અસીલ નું ટર્નઓવર 20 લાખ કરત ઓછું છે તે જી એસ ટી નંબર ધરાવતા નથી . તે પોતાનો માલ પોતાની ગાડી થી મોકલે છે . આ સમય માં રસ્તા માં જોડે ક્યાં કાગળ રાખવા જરૂરી છે . તે અંગે મહીતી આપવા વિનતી .
જી એસ ટી ઓફિસર રસ્તામાં રોકે તો ક્યાં ડોક્યુમેન્ટ બતાવા.
સાહેબ આપના પ્રશ્નો taxtodayuna@gmail.com ઉપર મોકલવા વિનંતી.