ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર અને ડીસા ટેક્સ બાર એસોસીએશન દ્વારા જ્ઞાનોદય સેમિનારનું ડીસા ખાતે આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા. 09.10.2023: તા.07/10/2023 ને શનિવારના રોજ ડીસા ખાતે GSTBA અને ડીસા ટેક્ષ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આર. એમ.શાહ પાઠશાળા નું સુંદર આયોજન કરવામાં આવેલું જેમાં ”C. A.અભય દેસાઈ – બરોડા દ્વારા સુંદર અને અસરકારક વકતવ્ય આપી સૌને ખુબજ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ સેમિનાર માં સમગ્ર ઉત્તર ગુજરાત માંથી ખુબજ મોટાપાયે વકિલો તથા ટેક્સ પ્રોફેશનલ્સ હાજર રહેલ હતા તેમજ સુરત,બરોડા તથા અમદાવાદથી પણ વકીલો તથા ટેક્સ પ્રોફેશનલ્સ હજાર રહેલ હતા. GSTBA ના પ્રમુખ,સેક્રેટરી બંને કન્વીનર તથા ડીસા ટેક્ષ બાર ના પ્રમુખ, સેક્રેટરી તથા બનાસકાંઠા બાર ના પ્રમુખ,સેક્રેટરી હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડીસા ના સીનીયર એડવોકેટ તથા ડીસા બાર તથા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત બાર ના ભૂતપૂર્વ પ્રમુખ શાંતીલાલ સી. ઠક્કરે કરેલ હતું. CA અભયભાઈ દેસાઈ દ્વારા સૌને ખુબજ રસપ્રદ અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે

error: Content is protected !!