TGSTBA દ્વારા મુક કોર્ટનું આયોજન કરવામાં આવ્યું
પ્રતિનિધિ દ્વારા
તા.29-03-24
આજ રોજ તારીખ ૨૯-૦૩-૨૪ને શુક્રવારના (ગુડ ફ્રાઈ ડે)ના રોજ ધી ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસિયેશન દ્વારા 2023-24ના 3જા અનિલ શેઠ મેમોરિયલ રીફ્રેશર કોર્ષનું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આશ્રમ રોડ અમદાવાદ ખાતે સુદર અને ઉમદા આયોજન કરવામાં આવ્યું. મીટીંગ નિર્ધારિત સમયે શરૂ થઈ. મહેમાનોનું સ્વાગત બુકે અને મોમેન્ટ અર્પણ કરીને કરવામાં આવ્યું.
આજની મોક કોર્ટમાં આદરણીય ન્યાયાધીશની ભૂમિકા માનનીય નિવૃત્ત જસ્ટિસ કે.એ.પુજ સર (ગુજરાત હાઈકોર્ટ) અને માનનીય નીતિન આચાર્ય સર (નિવૃત્ત. જીવીએટી ટ્રિબ્યુનલના સભ્ય)એ નિભાવી અને અપીલકર્તા વતી દલીલો શ્રીમાન એડવોકેટ શ્રી ઉચિત શેઠએ ધારદાર દલીલો કરી અને સરકાર વતી દલીલો શ્રીમાન એડવોકેટ શ્રી હાર્દિક મોઢ સાહેબે કરી ખરેખર આજની આ મુક કોર્ટ જોવી, માણવી એ દરેક વ્યવસાયિક વકીલ માટે એક યાદગાર બની રહેશે તેમાં લેશ માત્ર શંકા નથી વકીલશ્રીની દલીલો વચ્ચે આદરણીય ન્યાયધીશ સાહેબની કેટલીક માર્મિક અને રમૂજ ટીપણી ને લઈને સમગ્ર મુક કોર્ટ માં હાસ્યનું મોજું ફરી વળ્યુ અને ગંભીર દલીલો વચ્ચે પણ થોડી હળવાશની અનુભૂતિ થઈ આમ સમગ્ર મુક કોર્ટનો વિચાર અને અમલ બાર એસોસિયેશન ના મેમ્બર્સ માટે ઉપયોગી રહ્યો, અને કાયદાના વિદ્યાર્થી તરીકેના કોલેજ કાળની યાદ સ્મૃતિપટ સમક્ષ તાજી થઈ. વકીલ મિત્રો માટે મુક કોર્ટ નું આયોજન વ્યવહારુ ઉપયોગી પુરવાર થશે.
-હર્ષદકુમાર ઓઝા (ટેક્ષ રિપોર્ટર)