સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 23.03.2024

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

Goods & Services Tax

  1. અમારા અસીલ સિમેન્ટ, રેતી, કપચીના બ્લોક બનાવે છે. શું તેઓ કંપોઝીશન સ્કીમ માટે હક્કદાર બને? શું 1% લેખે જી.એસ.ટી. તેઓ ભરવા જવાબદાર બને? ધ્રુવી શાહ, ટેક્સ કન્સલ્ટન્ટ,

જવાબ: ના, આપના અસીલ સિમેન્ટ, રેતી, કપચીના બ્લોક બનાવતા હોય HSN 69041000 આવે અને કંપોઝીશન સ્કીમ માટે 01.04.2022 થી હક્કદાર બને નહીં. આપના અસિલે કુલ ટર્નઓવર ઉપર 6% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. આ માટે નોટિફિકેશન (રેઇટ) 02/2022, તા. 31.05.2022 જોઈ જવા વિનંતી. 

  1. અમોએ ઓનલાઈન અપીલ સમયસર દાખલ કરેલ છે. પરંતુ આ અપીલ ઓનલાઈન દાખલ કર્યા બાદ મેન્યુલ ઓફિસ પર રજૂ કર્યું નથી. શું આ ફોર્મ મેન્યુલી હવે રજૂ કારી શકીએ?                                                    ધ્રુવી શાહ, ટેક્સ કન્સલ્ટન્ટ 

જવાબ: જી.એસ.ટી. કાયદાના નિયમ 108 મુજબ જે આદેશ સામે અપીલ કરવામાં આવી છે તે આદેશ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યો હોય તો મેન્યુલ અપીલ કે અન્ય દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેતી નથી તેવો અમારો મત છે. પરંતુ જમીની સ્તરે અપીલ અધિકારીને ઓફિસ ઓનલાઈન અપીલ દાખલ કર્યા બાદ જ APL-2 ની એકનોલેજમેંટ આપે છે તેવું જાણવા મળી રહ્યું છે. આમ, મેન્યુલ રીતે મોકલી આપવું હિતાવહ રહે. આ મેન્યુલ મોકલવાનું સૂચન કરવાનું કારણ એ છે કે જી.એસ.ટી. નિયમ 108 માં સુધારો તો કરવામાં આવ્યો છે પરંતુ જી.એસ.ટી. પોર્ટલ પર હજુ આ અંગે સુધારા થવા બાકી હોય તેવું જણાય છે.   

  1. કોઈ ઇ કોમર્સ ઓપરેટર જેઓ “સર્વિસ અગરિગેટર” છે તેઓ જ્યારે સર્વિસ પ્રોવાઇડર અનરજીસ્ટર્ડ હોય ત્યારે કોઈ સેવા પૂરી પડે ત્યારે તેઓએ ટેક્સ જે તે સર્વિસના દરે કુલ સર્વિસ વેલ્યૂ ઉપર ઉઘરાવવો પડે કે માત્ર પોતાના દ્વારા લેવામાં આવતા કમિશન ઉપર?

                                                                        મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: ઇ કોમર્સ ઓપરેટર દ્વારા TCS એ બિનનોંધાયેલ વ્યક્તિ દ્વારા પૂરી પાડવામાં આવેલ કુલ સેવાના મૂલ્ય ઉપર કરવાનો રહે, નહીં કે માત્ર તેઓના કમિશન ઉપર કરવાનો રહે તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!