DSC School of Commerce દ્વારા ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. ઓફિસની લેવામાં આવી મુલાકાત
કોમર્સ અભ્યાસના ભાગરૂપે કરવવામાં આવે છે આ પ્રવાસ
તા. 28.12.2024: ઉનાની DSC સ્કૂલ ઓફ કોમર્સ દ્વારા તેઓના વિદ્યાર્થીઓ માટે ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. ઓફિસની મુલાકાત ગોઠવવામાં આવી હતી. આ મુલાકાત 27 ડિસેમ્બરના રોજ ગોઠવવામાં આવી હતી. આ મુલાકાતમાં DSC પબ્લિક સ્કૂલ ઉનાના ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્કમ ટેક્સ ઓફિસની મુલાકાત લઈ ઇન્કમ ટેક્સ અંગે જાણકારી ઇન્કમ ટેક્સ ઓફિસર શ્રી મદનલાલ પાસેથી મેળવી હતી. જી.એસ.ટી. ઓફિસની મુલાકાત લઈ જી.એસ.ટી. અંગેની માહિતી રવિભાઈ પટેલ, સ્ટેટ જી.એસ.ટી. ઓફિસર, રાજદીપ સિંહ રાઠોડ, સ્ટેટ ટેક્સ ઓફિસર પાસેથી મેળવી હતી. વેરાવળના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ હરીશભાઇ સવજીયાણી તથા રાજભાઈ ધનેશા પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓ સાથે DSC સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. અપરા ગઢીયા, શિક્ષક રૂપલબેન પંડ્યા તથા ટ્રસ્ટી ભવિનભાઇ નથવાણી, કિંજલબેન નથવાણી અને ભવ્ય પોપટ પણ જોડાયા હતા. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે