સ્થાવર મિલ્કતના ભાડા ઉપર જી.એસ.ટી. ની જવાબદારી:

–By Prashant Makwana, Advocate
તારીખ : 16/01/2025
- પ્રસ્તવના
18/07/2022 થી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ભાડે આપવા માં આવે ત્યારે તેના GST રેટ માં ફેરફાર કરવામાં આવ્યો છે. 54 મી GST કાઉન્સિલ મીટીંગ માં ઈમમુવેબલ પ્રોપર્ટી ભાડે આપવા માં આવે ત્યારે તેના GST રેટ માં ફેરફાર કરવામાં આવ્યો છે, જે 10/10/2024 લાગુ થઇ ગયો છે. 10/10/2024 થી ઈમમુવેબલ પ્રોપર્ટી ભાડે આપવા માં આવે ત્યારે તેના પર FCM (Forward Charge Mechanism) મુજબ ટેક્ષ કયારે લાગશે, RCM (Reverse Charge Mechanism) મુજબ ટેક્ષ કયારે લાગશે અને તેનો GST દર કેટલો હશે તેની માહિતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.
- ઈમમુવેબલ પ્રોપર્ટી રેન્ટ પર આપવામાં આવે ત્યારે તેને સપ્લાય ઓફ સર્વિસ ગણવામાં આવે છે . અને તેના પર 18 % લેખે GST લાગે છે.
- ઈમમુવેબલ પ્રોપર્ટી બે પ્રકાર ની હોય છે( 1 ) રેસિડન્સ પ્રોપર્ટી ( 2 ) કોમેર્શીયલ પ્રોપર્ટી
( 1 ) રેસિડન્સ પ્રોપર્ટી
- રેસિડન્સ પ્રોપર્ટી માટે ભાડે લેનાર GST માં નોંધાયેલ હોય તો
ભાડે આપનાર GST માં નોંધાયેલ હોય કે નો હોય
ભાડે લેનારે 18 % લેખે RCM (Reverse Charge Mechanism) માં ટેક્ષ ભરવાનો થાય.
- રેસિડન્સ પ્રોપર્ટી માટે ભાડે લેનાર GST માં નોંધાયેલ નથી અને તેનો ઉપયોગ રહેવા માટે થતો હોય તો,
ભાડે આપનાર GST માં નોંધાયેલ હોય કે નો હોય
GST લાગે નહિ.
- રેસિડન્સ પ્રોપર્ટી માટે ભાડે લેનાર GST માં નોંધાયેલ નથી અને તેનો ઉપયોગ કોમર્શીયલ થતો હોય તો,
ભાડે આપનાર GST માં નોંધાયેલ હોય તો 18% FCM (Forward Charge Mechanism) માં GST ભરવાનો થાય ,
ભાડે આપનાર GST માં નોંધાયેલ નો હોય તો GST ભરવાનો નો થાય .
( ૨ ) કોમેર્શીયલ પ્રોપર્ટી
- કોમર્શિયલ પ્રોપર્ટી માટે ભાડે આપનાર GST માં નોંધાયેલ હોય તો
ભાડે લેનાર GST માં નોંધાયેલ હોય કે નો હોય
18% FCM (Forward Charge Mechanism) મુજબ ટેક્ષ ભરવાનો થાય
- કોમર્શિયલ પ્રોપર્ટી માટે ભાડે આપનાર GST માં નોંધાયેલ નો હોય તો
ભાડે લેનાર GST માં નોંધાયેલ હોય તો 18% RCM (Reverse Charge Mechanism) મુજબ ટેક્ષ ભરવાનો થાય,
ભાડે લેનાર GST માં નોંધાયેલ નો હોય તો GST લાગે નહિ.
- કોમર્શિયલ પ્રોપર્ટી માટે ભાડે લેનાર GST માં નોંધાયેલ હોય તો
અને ભાડે આપનાર GST માં નોંધાયેલ નો હોય તો ભાડે લેનારે 18% RCM (Reverse Charge Mechanism) મુજબ ટેક્ષ ભરવાનો થાય,અને
ભાડે આપનાર GST માં નોંધાયેલ હોય તો
18% FCM (Forward Charge Mechanism) મુજબ ટેક્ષ ભરવાનો થાય.
- કોમર્શિયલ પ્રોપર્ટી માટે ભાડે લેનાર GST માં નોંધાયેલ નો હોય અને
ભાડે આપનાર GST નોંધાયેલ હોય તો
18% FCM (Forward Charge Mechanism) મુજબ ટેક્ષ ભરવાનો થાય
ભાડે આપનાર GST નોંધાયેલ નો હોય તો GST લાગે નહિ.
- GST રજીસ્ટ્રેશન માટે 20 લાખ ની લીમીટ છે તે રેન્ટ માં પણ લાગુ પડશે એટલે કે કોય વ્યક્તિ ને ફક્ત રેન્ટ ની આવક હોય અને તે 20 લાખથી ઓછી હોય તો GST રજીસ્ટ્રેશન ની જરૂર નથી અને GST લાગતો નથી.
- GST માં નોંધાયેલ વ્યક્તિ ને બીઝનેસની સાથે રેન્ટ ની આવક હોય તો એવા કિસ્સા માં રેન્ટ ની આવક 20 લાખ થી ઓછી હોય તો પણ GST 18 % લાગે.
- જયારે ધંધા ની જગ્યા સંમતી પત્ર દ્વારા અકેજ ફેમીલી મેમ્બર પાસેથી વગર ભાડે ઉપયોગ થતી હોય ત્યારે તે Deemed Supply કહેવાય અને તેના પર પણ GST લાગે. રેસિડન્સ અથવા કોમર્સિયલ મિલકત જયારે સંમતી પત્ર દ્વારા GST માં નોંધાયેલ વ્યક્તિ ધંધો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે નોંધાયેલ વ્યક્તિએ RCM અથવા FCM માં Deemed Supply ગણીને ટેક્ષ ભરવો પડે.
- ભાડાની જગ્યા લઇ ને ધંધો કરતા હોય તે કરદાતા એ FCM અથવા RCM માં ટેક્ષ ભરવા માટે જવાબદાર થતા હોય તેમને જાન્યુઆરી થી માર્ચ-2025 સુધી માં ટેક્ષ ભરી દેવો હિતાવહ રહેશે.
(લેખક થાન ખાતે ટેક્સેશન ઉપર પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે. આ લેખમાં આપવામાં આવેલ અભિપ્રાય તેઓના ટેક્સ વ્યવસાયી તરીકે અંગત અભિપ્રાય છે)