“ઓટો પોપ્યુલેટ” GSTR 3B માં એડિટ “ના” કરવાનો નિર્ણય સ્થગિત:

તા. 28.01.2025: જી.એસ.ટી. પોર્ટલ ઉપર ઓટો પોપ્યુલેટ થાતા 3B માં સુધારા વધારા કરવાનો વિકલ્પ જાન્યુઆરી 2025 ના રિટર્નથી બંધ કરવા અંગે અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. આ બાબતે વિવિધ વેપારી સંગઠનો તરફથી રજૂઆતો મળેલ છે. આ રજૂઆતોને ધ્યાને લઈ હાલ આ નિર્ણય થોડા સમય માટે મુલત્વી રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. આની અમલવારી આગામી સમયમાં કરવામાં આવશે અને આ અંગે વેપાર જગતને જાણ કરવામાં આવશે. આ બાબતે કરદાતાઑ તૈયાર રહે તેવું પણ 24 જાન્યુઆરીની જી.એસ.ટી. પોર્ટલની એડવાઈઝરી દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ, કરદાતાઓ માટે આ મોટી જણાઈ રહેલી તકલીફ ટળી ગઈ છે પરંતુ આ બાબતે કરદાતાઓએ સજાગ થવું ચોક્કસ જરૂરી છે કારણકે આજે નહીં તો કાલે GSTR “ઓટો પોપુલેટ” માં સુધારો કરવાનો વિકલ્પ બંધ કરી આપવામાં આવશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
અમારા એક અસીલ જમીન-મકાન પ્લોટ- પ્રોપર્ટી ના સરકાર માન્ય વેલ્યુઅર છે તેનો વેલ્યુએશન ની સર્વિસ આપે છે અને તેનો GST ભરે છે
આ માટે તેઓ જમીન મકાન સાઇડ ઉપર વિઝીટ કરવા માટે પોતાની કાર લઈને જાય છે તો કારના ટાયરની ખરીદી,કારની સર્વિસ ઉપર જીએસટી ભરે છે તે ITC મજરે મળે ?
Any car which has sitting capacity of 13 or less, is not eligible for ITC in my opinion.