જી.એસ.ટી. હેઠળ કમ્પોઝીશન સ્કીમમાં છો?? તો આ બાબતો જાણવી છે જરૂરી!! By Adv Bhavya Popat

0
Spread the love
Reading Time: 3 minutes

-By Adv Bhavya Popat

જી.એસ.ટી. કાયદા હેઠળ કોમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલ વ્યક્તિ (Composition Taxable Person) – માટે અવારનવાર પૂછાતા પ્રશ્નોની FAQ માર્ગદર્શિકા

ભારતમાં Goods and Services Tax (GST) વ્યવસ્થા લાગુ થયા સાથે નાના વેપારીઓ અને સેવા પ્રદાતાઓને સરળતા આપવા માટે સરકાર દ્વારા Composition Scheme રજૂ કરવામાં આવી છે. આ યોજના ખાસ કરીને નાના કરદાતાઓ માટે છે, જેમને નિયમિત GST હેઠળની જટિલતાઓથી રાહત મળે છે.

આ લેખમાં આપણે કોમ્પોઝિશન સ્કીમ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન મેળવશું – જેમાં યોગ્યતા, મર્યાદાઓ, દર, લાભ-ગેરલાભ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ લેખ અગાઉથી શરુ કરાયેલ જી.એસ.ટી. અંગે FAQ સીરીઝનો એક વધુ અંક છે. અગાઉ જી.એસ.ટી. નોંધણી અને જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વેપારીઓની જવાબદારી અંગેના લેખો પ્રસિદ્ધ થઇ ચુક્યા છે.

  1. કોમ્પોઝિશન સ્કીમ શું છે?

કોમ્પોઝિશન સ્કીમ એ એક સરળ કર વ્યવસ્થા છે જેમાં નોંધાયેલ વ્યક્તિને તેના કુલ ટર્નઓવર પર નિશ્ચિત દરે ટેક્સ ચૂકવવાનો વિકલ્પ મળે છે, અને તેને વિગતવાર રિટર્ન્સ તથા ઇનપુટ ટેક્સ ક્રેડિટની જટિલતાઓથી મુક્તિ મળે છે. નાના વેપારીઓ તથા સેવા પ્રદાતાઓ માટે “ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ” માટે આ એક આશીર્વાદ રૂપ જોગવાઈ છે.

  1. કોમ્પોઝિશન સ્કીમ માટે કોણ પાત્ર છે?

(A) માલ (Goods) માટે:

  • વાર્ષિક ટર્નઓવર ₹1.5 કરોડ સુધી (કેટલાક રાજ્યોમાં ₹75 લાખ)
  • મુખ્યત્વે વેપારી, ઉત્પાદક (Manufacturers), રિટેલર્સ

(B) સેવા (Service) માટે (Section 10(2A)):

  • વાર્ષિક ટર્નઓવર ₹50 લાખ સુધી
  • નાના સેવા પ્રદાતાઓ માટે ખાસ યોજના
  1. કોમ્પોઝિશન સ્કીમ માટે અપાત્ર કોણ છે?

નીચેના લોકો આ યોજના પસંદ કરી શકતા નથી:

  • ઇન્ટર-સ્ટેટ સપ્લાય કરનાર
  • ઇ-કોમર્સ ઓપરેટર મારફતે વેચાણ કરનાર
  • Non-taxable goods (જેમ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ) વેચનાર
  • Casual taxable person / Non-resident taxable person
  • Ice cream, pan masala, tobacco ઉત્પાદકો
  1. ટેક્સ દર (Composition Rates) શું છે?
પ્રકાર ટેક્સ દર
ઉત્પાદક (Manufacturer) પોતાના કુલ વેચાણના 1%
વેપારી (Trader) પોતાના કરપાત્ર વેચાણના 1%
રેસ્ટોરન્ટ (Non-AC) પોતાના કુલ વેચાણના 5%
સેવા પ્રદાતા પોતાના કુલ વેચાણ પર 6%

(નોંધ: ઉપરોક્ત દર CGST + SGST મળીને છે)

  1. કોમ્પોઝિશન સ્કીમમાં રજીસ્ટ્રેશન કેવી રીતે લેવું?
  • નવા કરદાતા: GST રજીસ્ટ્રેશન વખતે પસંદ કરી શકાય
  • પહેલાથી નોંધાયેલ હોય તો: Form CMP-02 ફાઇલ કરવું
  • દરેક નાણાકીય વર્ષની શરૂઆત પહેલા એટલે કે ૩૧.૦૩.૨૦૨૬ સુધીમાં પસંદગી કરવી જરૂરી છે
  1. શું કોમ્પોઝિશન ડીલર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લઈ શકે?

ના, કોમ્પોઝિશન સ્કીમ હેઠળ ITC લેવાની રહેતી નથી.

  1. શું કોમ્પોઝિશન ડીલર ટેક્સ ઇન્વોઇસ આપી શકે?

નાં, કમ્પોઝીશન ડીલર ટેક્સ ઇન્વોઇસ આપી શકે નહિ પણ તેના બદલે
“Bill of Supply” આપવાનું રહે છે.

  1. શું કોમ્પોઝિશન ડીલર GST વસૂલ કરી શકે?

નાં, કોમ્પોઝિશન ડીલર જી.એસ.ટી. પોતાના ગ્રાહક પાસેથી વસુલ કરી શકે નહિ. તેઓએ પોતાના ખિસ્સેથી ટેક્સ ચૂકવવો પડે છે`

  1. રિટર્ન ફાઇલિંગ શું છે?

કોમ્પોઝિશન સ્કીમ હેઠળ compliance સરળ છે:

  • CMP-08 → દર ત્રિમાસિક (Quarterly payment), જેમાં માત્ર વેચાણ અને RCM દ્વારા ભરવાપાત્ર ટેક્સની વિગતો આપવાની રહે છે.
  • GSTR-4 → વર્ષમાં એકવાર જેમાં સમગ્ર વર્ષ દરમ્યાનનું વેચાણ, ખરીદી વગેરે વિગતો આપવાની રહે છે.
  1. કોમ્પોઝિશન સ્કીમના મુખ્ય લાભો શું છે?

કોમ્પોઝિશન સ્કીમના મુખ્ય લાભો સરળ compliance, ઓછી દસ્તાવેજી જાળવણી, ઓછા રિટર્ન્સ,  નક્કી કર દરએ ટેક્સ ચુકવણી, ઈનપુટ ટેક્સ ક્રેડીટની માથાકૂટમાંથી મુક્તિને ગણી શકાય. B2C એટલે કે સીધી રીતે ગ્રાહકોને વેચાણ કરતા નાના વેપારીઓ માટે આ સ્કીમ ખાસ અનુકૂળ રહેતી હોય છે.

  1. કોમ્પોઝિશન સ્કીમના ગેરલાભ (Disadvantages) શું છે?

કમ્પોઝીશન સ્કીમના ગેરલાભોમાં ITC ઉપલબ્ધ થતી નથી,  ગ્રાહકો માટે અપ્રિય (B2Bમાં નુકસાન),  ઇન્ટર-સ્ટેટ વેપાર પર પ્રતિબંધ, growth પર મર્યાદા, ટેક્સ પોતે ભરવો પડે જેવી બાબતોને ગણી શકાય.

  1. કોમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ કરદાતા માટે ક્યારે ઉપલબ્ધ રહેતો નથી?

કોમ્પોઝિશન ડીલર જયારે

  • ટર્નઓવર મર્યાદા વટાવે ત્યારે
  • શરતોનું ઉલ્લંઘન કરે ત્યારે
  1. સ્કીમમાંથી બહાર આવવા પર શું કરવું?
  • Form CMP-04 ફાઇલ કરવું
  • નિયમિત GST સ્કીમમાં આવવું
  • ITC ક્લેમ કરી શકાય (સ્ટોક પર શરતો મુજબ)
  1. શું કોમ્પોઝિશન સ્કીમ લાભદાયક છે?

યોગ્ય છે જો:

  • નાના વેપારી છો
  • ગ્રાહકો B2C છે
  • compliance ઓછું રાખવું છે

યોગ્ય નથી જો:

  • B2B ગ્રાહકો છે
  • ITC મહત્વપૂર્ણ છે
  • ઇન્ટર-સ્ટેટ વેપાર કરો છો

૧૫. કોમ્પોઝિશન ડીલર માટેના મહત્વપૂર્ણ નિયમો

“Composition Taxable Person” એવું બોર્ડ પર લખવું જરૂરી. આ ઉપરાંત દરેક બિલ પર નોંધ મુકવી  “Composition taxable person, not eligible to collect tax on supplies”.

1૬. સામાન્ય પ્રશ્નો (Quick FAQ)

શું હું એક વર્ષમાં સ્કીમ બદલી શકું?
હા, પણ નિયમોને અધીન તમે વર્ષ મુજબ આ સ્કીમ બદલી શકો છો. કમ્પોઝીશનમાં જવાની પરવાનગી વર્ષની શરૂઆતમાં જ મળે છે પરંતુ તેમાંથી  પ્રમાણે

શું હું બંને goods અને service આપી શકું?
હા, માલ અને સેવા નિયત મર્યાદા અંદર હોય તો બન્ને આપી શકાય. આ નિયત મર્યાદા કુલ વેચાણના ૧૦% અથવા ૫ લાખ બેમાંથી જે વધુ હોય તેને ગણવાની રહે છે.

શું હું multiple branches રાખી શકું?
હા, પણ વેચાણની ગણતરી PAN આધારિત તમામ બ્રાંચ માટે સંયુક્તમાં ગણવાની રહે.

કમ્પોઝીશન વિકલ્પ પસંદગી કરવા બાબતે નિષ્ણાતોની સલાહ:

કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરતા પહેલા નીચેના મુદ્દાઓ ઉપર વેપારી દ્વારા વિશ્લેષણ કરવું જરૂરી છે:

  • તમારો ગ્રાહક વર્ગ (B2B vs B2C) કોણ છે?, ITCનો લાભ કેટલો રહેતો હોય છે, ધંધાનો ગ્રોસ નફાનો માર્જીન શું છે?, ભવિષ્યમાં ધંધાનું વેચાણ કેટલું રહેવાની સંભાવના છે વગેરે ઉપર વિચાર કરી લેવો જરૂરી છે.

કોમ્પોઝિશન સ્કીમએ નાના વેપારીઓ અને સેવા પ્રદાતાઓ માટે એક સરળ અને ઉપયોગી વ્યવસ્થા છે, જે compliance નો ભાર ઘટાડે છે. પરંતુ ITC ના અભાવ અને મર્યાદિત કાર્યક્ષેત્રને કારણે દરેક માટે યોગ્ય નથી. વેપારીઓએ આ બાબતે પોતાના માટે યોગ્ય નિર્ણય લેવા માટે વ્યાવસાયિક સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!