જી.એસ.ટી. પોર્ટલમાં ટેક્નિકલ ખામીથી ભારે મુશ્કેલી, સમયમર્યાદા વધારવાની માંગ

0
Spread the love
Reading Time: 2 minutes


નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પ્રેરિત મિશન ન્યુ ઈન્ડિયા ના ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રવક્તા અને અભિવ્યકતા ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ ટેક્સ ટેક્સ એડવોકેટ હર્ષદ ઓઝા જણાવે છે કેદેશભરના કરદાતાઓ હાલમાં જીએસટી પોર્ટલ (GST Portal) પર આવી રહેલી ગંભીર ટેકનિકલ ખામીઓને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને માર્ચ ૨૦૨૬ ના મહિના માટેના GSTR-3B રિટર્ન ફાઇલ કરવામાં ટેકનિકલ અવરોધો આવી રહ્યા હોવાથી, આ મુદતમાં વધારો કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી જીએસટી પોર્ટલ પર લોગ-ઈન કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, પોર્ટલનો રિસ્પોન્સ ટાઈમ ઘણો ધીમો થઈ ગયો છે અને રિટર્ન તૈયાર કરતી વખતે સિસ્ટમ વારંવાર હેંગ થઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે. પોર્ટલ પર ‘Page not found’ અને ‘Connection Reset’ જેવી એરર જોવા મળી રહી છે, જેના કારણે કરદાતાઓ પોતાનું કામ સમયસર પૂર્ણ કરી શકતા નથી.

માર્ચ મહિનો નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાથી કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ પર કામનું ભારણ પહેલેથી જ વધારે હોય છે. ટેકનિકલ ખામીઓ કરદાતાઓના નિયંત્રણ બહારની હોવાથી, માર્ચ-૨૦૨૬ ના GSTR-3B ભરવાની છેલ્લી તારીખમાં વ્યાજ અથવા લેટ ફી વગર વ્યાજબી વધારો કરવાની માંગ કરવામાં આવી છે. આ મુશ્કેલીઓના સમર્થનમાં પોર્ટલ પર આવતી એરરના સ્ક્રીનશૉટ્સ પણ સત્તાધિકારીઓને મોકલવામાં આવ્યા છે.

વિવિધ બાર એસોસિએશનો દ્રારા કેન્દ્રીય નાણામંત્રી, જીએસટી કાઉન્સિલ સચિવાલય અને ગુજરાત રાજ્યના નાણા વિભાગના અગ્ર સચિવને આ બાબતે ત્વરિત પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

જીએસટી પોર્ટલમાં સર્જાયેલી ટેકનિકલ ખામીઓને કારણે માત્ર ટેન્શન જ નહીં, પણ સોશિયલ મીડિયામાં રમુજી ટિપ્પણીઓનો પણ દોર શરૂ થયો છે. રાજ્યભરના વિવિધ બાર એસોસિએશનના વોટ્સએપ ગ્રુપમાં વકીલો અને ટેક્સ પ્રોફેશનલ્સ પોતાની પીડા હળવી કરવા માટે વ્યંગનો સહારો લઈ રહ્યા છે. પોર્ટલ વારંવાર હેંગ થતું હોવાથી ઘણા વકીલો ટિપ્પણીઓ દ્વારા હળવી શૈલીમાં પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

– હર્ષદ ઓઝા (ટેક્ષ રિપોર્ટર, ઉત્તર ગુજરાત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!