ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પર અવારનવાર પૂછાતા પ્રશ્નો (FAQ) સ્વરૂપમાં માર્ગદર્શિકા

0
Spread the love
Reading Time: 3 minutes

તા. ૨૨.૦૪.૨૦૨૬: જી.એસ.ટી હેઠળ વેપારીઓ, સેવા પ્રદાતાઓ પરે અનેક જવાબદારીઓ લાદવામાં આવી છે. ખાસ કરીને નોંધાયેલ જી.એસ.ટી. કરદાતાઓએ જી.એસ.ટી. કાયદાની જોગવાઈ સમજવી ખુબ જરૂરી છે. જી.એસ.ટી. કાયદા, નિયમો અને ખાસ કરીને નોટીફીકેશનની જટિલતા જોતા વેપારીઓ પોતાની સંપૂર્ણ જવાબદારી સમજે એ આશા રાખવી હું વધુ પડતી ગણું છુ. આ સમયે વેપારી માટે સૌથી મહત્વની કડી એકાઉન્ટન્ટ બની જાય છે. પણ જી.એસ.ટી. ની જોગવાઈઓ ભલભલા ટેક્સ પ્રોફેશનલ માટે પણ સમજવી મુશ્કેલ હોય ત્યારે એકાઉન્ટન્ટ પાસે આ જી.એસ.ટી. કાયદા, નિયમો વી. વાંચી સમજે તે આશા રાખવી પણ વધુ પડતી ગણી શકાય. ટેક્સ પ્રોફેશનલ જેવા કે એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે પોતાના અસીલની નાની નાની બાબતોનો ખ્યાલ રાખવો પણ મુશ્કેલ છે. આ કારણે છેલ્લા ત્રણ અઠવાડિયાથી જી.એસ.ટી. અંગે અવારનવાર પૂછાતા પ્રશ્નો અંગની લેખમાળા શરુ કરેલ છે. આ લેખમાળામાં વેપારીઓના પ્રશ્નો તેમને અને એકાઉન્ટન્ટને સમજાય તેવી ભાષામાં આપવા પ્રયત્ન કરેલ છે. આજે આ લેખમાં ઈનપુટ ટેક્સ ક્રેડીટ અંગે સામાન્ય ભાષામાં સમાજ આપવા પ્રયાસ કરવામાં આવેલ છે. કરદાતાને ITC લેવાનો સામાન્ય સંજોગોમાં હક્ક છે અને આ જ જી.એસ.ટી. લાગુ કરવાનો સૌથી મોટો ઉદેશ પણ હતો. પણ આ તકે એ સમજવું જરૂરી છે કે યોગ્ય રીતે ITC નો લાભ લેવાથી નાણાકીય ફાયદો થાય છે પણ નિયમોથી વિરુદ્ધ ખોટી રીતે ITC લેવાથી વ્યાજ, દંડ અને કાયદેસર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

આ લેખમાં ITC સંબંધિત મુખ્ય પ્રશ્નો અને તેના જવાબો સરળ ભાષામાં આપવામાં આવ્યા છે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) શું છે?

જવાબ: ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે વેપારી જ્યારે માલ અથવા સેવા ખરીદે છે ત્યારે તે GST ચૂકવે છે. આ ચૂકવેલ GSTને તે પોતાની આઉટપુટ ટેક્સ સામે એડજસ્ટ કરી શકે છે. આ એડજસ્ટમેન્ટને ઈનપુટ ટેક્સ ક્રેડીટ કહે છે.

ઉદાહરણ
જો તમે 1,00,000 ના માલ ખરીદો અને 18,000 GST ચૂકવો અને પછી તે માલ 1,50,000 માં વેચો અને 27,000 GST વસુલો તો તમારે સરકારને માત્ર 9,000 જ ચૂકવવાનો રહેશે.

ITC લેવા માટે કોણ પાત્ર છે?

જવાબ: નીચે મુજબના વ્યક્તિઓ ITC લેવા માટે પાત્ર છે

GST હેઠળ નોંધાયેલ વ્યક્તિ, જે વ્યક્તિ ટેક્સેબલ સપ્લાય કરે છે, નિયમિત ટેક્સપેયર (કમ્પોઝીશન સિવાયના) જે વ્યક્તિઓએ માલ અથવા સેવા વ્યવસાય માટે ખરીદી છે,

ખાસ નોંધ: Composition Scheme હેઠળના વ્યક્તિઓ ITC લઈ શકતા નથી

ITC લેવા માટે કઈ શરતો પૂર્ણ કરવી જરૂરી છે?

જવાબ: GST કાયદા મુજબ ITC લેવા માટે નીચેની શરતો જરૂરી છે

  • ટેક્સ ઇન્વોઇસ તાતા માલ વાહનના પુરાવાઓ જેવા કે LR (લોરી રીસીપ્ટ) હોવી જોઈએ
    માલ અથવા સેવા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ
    સપ્લાયર દ્વારા ટેક્સ સરકારમાં ભરાયેલ હોવો જોઈએ
    ખરીદનાંરે રિટર્ન ફાઇલ કરેલ હોવું જોઈએ
    180 દિવસમાં સપ્લાયરને ચુકવણી કરવી જરૂરી છે

ITC ક્યારે લઈ શકાય?

જવાબ: ITC સામાન્ય રીતે તે મહિને લઈ શકાય છે જેમાં માલ અથવા સેવા પ્રાપ્ત થાય

ITC લેવાની સમયમર્યાદા પછીનાના વર્ષના ૩૦ નવેમ્બર સુધી ભરવામાં આવેલ રીટર્ન દ્વારા લઇ શકાય છે. જો કે કરદાતા પોતાનું વાર્ષિક રિટર્ન ભરી આપે ત્યાં સુધીમાં તો તેઓએ ઈનપુટ લઇ લેવાની રહે છે. આમ, વાર્ષિક રીટર્ન ભરવામાં આવે તે તારીખ અથવા ૩૦ નવેમ્બર બે માંથી જે વહેલું થાય ત્યાં સુધીમાં ઈનપુટ ટેક્સ ક્રેડીટ લઇ લેવાની રહે છે.

જી.એસ.ટી. કાયદા હેઠળ બ્લોક્ડ ક્રેડિટ શું છે?

જવાબ: GST કાયદા મુજબ કેટલીક વસ્તુઓ અને સેવાઓ પર ITC લેવા પર પ્રતિબંધ છે. તેને બ્લોક્ડ ક્રેડિટ કહેવામાં આવે છે

બ્લોક્ડ ITC કઈ બાબતોમાં લાગુ પડે છે?

જવાબ: નીચેની માલ અથવા સેવાઓમાં ITC મળતી નથી

મોટર વાહનો
ખાવા પીવાના ખર્ચ (રેસ્ટોરંટની સેવાઓ)
ક્લબ અને સભ્યતા ફી
ઇન્શ્યોરન્સ અને ટ્રાવેલ બેનિફિટ
વર્ક્સ કોન્ટ્રાક્ટ
પર્સનલ ઉપયોગ માટેની વસ્તુઓ જેવી કે બ્યુટી પાર્લર ખર્ચ
કોમ્પોઝિશન ડીલર પાસેથી ખરીદી

જો બ્લોક્ડ ITC લઈ લેવાય તો શું પરિણામ આવે?

જવાબ: જો ખોટી રીતે ITC લેવાય તો નીચે મુજબ પરિણામ આવે

અગાઉ લીધેલ ITC પાછી ચૂકવવી પડે પડે (રીવર્સ કરવી પડે)
વ્યાજ ભરવું પડે
દંડ લાગી શકે
GST વિભાગ દ્વારા તપાસ થઈ શકે

ITC રિવર્સલ શું છે?

જવાબ: જો ITC ખોટી રીતે લેવાય અથવા શરતોનું પાલન ન થાય તો તે ITC પછી સરકારને જમા કરવી પડે છે જેને ITC રિવર્સલ કહે છે

ITC અને GSTR 2B નો સંબંધ શું છે?

જવાબ: GSTR 2B એ એક સ્ટેટમેન્ટ છે જેમાં સપ્લાયર દ્વારા અપલોડ કરેલ ઇન્વોઇસની માહિતી હોય છે

ITC લેતા પહેલા ધ્યાનમાં રાખવું
ઇન્વોઇસ GSTR 2B માં દેખાય છે કે નહીં
સપ્લાયર (વેચનાર) રિટર્ન નિયમિત રીતે ફાઇલ કરે છે કે નહીં

સપ્લાયર દ્વારા ખરીદનારના વ્યવહારનો ટેક્સ ભરી આપવામાં આવ્યો છે કે નહિ.

ITC લેતી વખતે કઈ કાળજી રાખવી જરૂરી છે?

જવાબ: ખરીદનાર વેપારીએ ઈનપુટ ટેક્સ ક્રેડીટ લેતા પહેલા નીચેની બાબતો ધ્યાને લેવી જોઈએ.

સપ્લાયર વિશ્વસનીય હોવો જોઈએ
GSTR 2B સાથે મેચિંગ થયેલ હોવું જોઈએ
વેચનાર વેપારીને સમયસર ચુકવણી કરી હોવી જોઈએ. (મહત્તમ ૧૮૦ દિવસમાં)
યોગ્ય દસ્તાવેજો જેવા કે ઇન્વોઇસ (બીલ) ટ્રાન્સપોર્ટ રસીદ (LR)  રાખવા
બ્લોક્ડ ક્રેડિટથી દૂર રહેવું

શું ITC ઑટોમેટિક મળે છે?

જવાબ: ITC ઑટોમેટિક નથી. ખરીદનાર વેપારીએ જી.એસ.ટી. કાયદા અંગે કાયદેસર રીતે મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડીટને પોતાના રીટર્ન દ્વારા કલેઈમ કરવાનો રહે છે.

ITC ના ફાયદા શું છે?

જવાબ: ITC ના કારણે વેપાર જગત ડબલ ટેક્સના ભારથીથી બચાવે છે, ખરીદનાર વેપારી માટે નાણાકીય બોજ ઘટાડે છે, કેશ ફ્લો સુધારે છે, પારદર્શિતા વધારવામાં મદદ કરે છે

Input Tax Credit (ITC) GST પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ વિષય છે. યોગ્ય રીતે ITC લેવાથી વ્યવસાયને ફાયદો થાય છે, પરંતુ તેની સાથે જોડાયેલી શરતો અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખોટી રીતે ITC લેવાથી વ્યાજ, દંડ અને કાયદેસર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી ITC લેતી વખતે સાવચેતી રાખવી અને જરૂરી હોય ત્યાં વ્યાવસાયિક સલાહ લેવી યોગ્ય રહેશે. આ બાબતે વાંચકોના કોઈ પ્રશ્ન હોય તો adv.bhavyapopat@gmail.com પર તમે મોકલી શકો છો.

By Bhavya Popat, Advocate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!