જિ.એસ.ટી. મા ફસ્ટૅ અપીલ ફાઈલ કરવાની સમયમર્યાદા અને તેને સંલગ્ન ઉદભવતા પ્રશ્નો !*

Spread the love
Reading Time: 3 minutes

By Bhargav Ganatra

  • પ્રસ્તાવના :-

◆ આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જિ.એસ.ટી. હેઠળ ની આકરણી ની પ્રક્રિયા ખુબ જ ઝડપથી ચાલી રહી છે. હવે આ પરિસ્થિતિમાં એવું પણ બનતું હોય છે કે કયારેક કરદાતાની વિરુદ્ધમાં પણ આદેશ થતો હોય છે. તો આ કિસ્સાઓમાં સામાન્ય પણે કરદાતાઓ DRC-07 એટલે કે આદેશ ની વિરુદ્ધમાં ફસ્ટૅ અપીલ ફાઈલ કરવાનું પસંદ કરતાં હોય છે. જિ.એસ.ટી. કાયદા ની અંદર ફસ્ટૅ અપીલ એ આ  કાયદાની કલમ ૧૦૭ મુજબ કરવાની થતી હોય છે.

તો જાણીએ કે શું કહે છેજિ.એસ.ટી. ની કલમ ૧૦૭ !

  • શું છે કલમ ૧૦૭ () અને કલમ ૧૦૭() ?  :-

◆ કલમ ૧૦૭(૧) મુજબ જો કોઈ પણ વ્યકિત એ કોઈ આદેશથી નારાજ હોય તો તેમણે આ આદેશની જાણથી ત્રણ મહિનાની અંદર તે આદેશ વિરુદ્ધ ફસ્ટૅ અપીલ ફાઈલ કરવાની હોય છે.

◆ કલમ ૧૦૭(૪) મુજબ જો અપીલ અધિકારી એ વાતથી સહમત થાય કે અપીલકતૉ એ કોઈ પયૉપ્ત કારણોસર ત્રણ મહિનાની અંદર કોઈ આદેશ સામે અપીલ કરવાનું ચુકી ગયા હોય છે…તો પછી હવે અપીલ અધિકારી એ અપીલકતૉ દ્વારા વધારાના એક મહિના સુધીમાં દાખલ કરાયેલી અપીલ ને માન્ય કે અમાન્ય રાખવાનો અધિકાર ધરાવે છે.

  • શું છે દિવસો અને મહિનાઓ વચ્ચેની ગુંચવણ ? :-

◆ અહીં ઉપર જાણ્યું તેમ કે  જિ.એસ.ટી. કાયદાની કલમ ૧૦૭ મુજબ અપીલ ફાઈલ કરવાનો સમય ગાળો એ ત્રણ મહિના + એક મહિના સુધી નો છે.

◆ ધણી વખત આપણે DRC-07 એટલે આકરણી કરનાર અધિકારી એ પસાર કરેલ આદેશમા પણ જોતાં હોઈએ છીએ કે જેમાં અધિકારી શ્રી દ્વારા એવું લખવામાં આવતું હોય છે કે આ આદેશ થી નારાજ હોઈએ તો ૯૦ દિવસમા ફલા ફલા અધિકારી અને ફલા ફલા કચેરીએ અરજી કરી શકો છો.

◆ હવે આવામાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે શું આ ત્રણ મહિના અને એક મહિનાને નેવું દિવસ + ત્રીસ દિવસ ગણવું જોઈએ કે પછી….ત્રણ મહિના + એક મહિના તરીકે જ ગણવું જોઈએ.

  • શું છે Dodds v. Walker નો સિધ્ધાંત ? : –

◆ Dodds v. Walker ના પ્રખ્યાત ચુકાદામાં હાઉસ ઓફ લોડૅસ એ ચુકાદો આપતા કહ્યું હતું કે ..જયારે કોઈ કાયદા હેઠળ કોઈ સમયમર્યાદા ની ગણતરી એ કોઈ મહિનાઓ મુજબ કરવાની હોય તો સામાન્ય નિયમ એ રહેશે કે તે માટ્ટેની ગણતરી માટ્ટે તે લાગુ પડતા અનુગામી મહિનાઓ પછીની સંલગ્ન છેલ્લી તારીખ જોવાની થશે.

◆ તદુપરાંત આ માટ્ટે એવું પણ બની શકે કે કોઈ એક મહિનો બીજા મહિના કરતાં વધારે અથવા ઓછા દિવસો પણ ધરાવતો હોય.

◆ ઉદાહરણ તરીકે તા. ૦૬/૧૧/૨૩ ના રોજ DRC-07 એટલે કે આદેશ પસાર કરવામાં આવ્યો છે.

તો હવે જિ.એસ.ટી. ની કલમ ૧૦૭(૧) મુજબ અપીલ ફાઈલ કરવાનો છેલ્લો દિવસ એ ૦૬/૦૨/૨૪ થશે.

વધુમાં કલમ ૧૦૭(૪) મુજબ અપીલ ફાઈલ કરવાની છેલ્લો દિવસ એ ૦૬/૦૩/૨૪ થશે.

◆ આથી Dodds v. Walker ના સિધ્ધાંત મુજબ એ નિષ્કષૅ જાણી શકાય કે ….ત્રણ મહિનાના સમયગાળા ને નેવું દિવસ તરીકે ગણી શકાય નહીં અને જેથી ત્રણ મહિના એ નેવું દિવસ કરતા વધારે અથવા ઓછો સમયગાળો પણ ધરાવતા હોય તે સમજી શકાય છે.

  • શું છે Dodds v. Walker ની ભારતીય કાયદાઓ માટ્ટેની વૈધિકતા ? : –

◆ જેવી રીતે આપણે જાણીએ છીએ તે રીતે કે દેશની નામદાર સુપ્રિમ કોટૅ દ્વારા આપવામાં આવતાં ચુકાદાઓ ને દેશ માટ્ટેનો કાયદો માની શકાય છે.

◆ આમ અહીં એ જાણવું જરુરી છે કે નામદાર સુપ્રિમ કોટૅ એ સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ વિરુદ્ધ હિમાચલ ટેકનો એન્જીનીયરસ ના કેસમાં Dodds Vs. Walker ના સિધ્ધાંતનો ઉપયોગ કરીને ચુકાદો આપેલ છે.

◆ વધુમાં નામદાર સુપ્રિમ કોટૅ એ બીબી સલ્મા ખાતુન વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારમા પણ આ જ સિધ્ધાંત ના નિયમોના આધાર પર દિવસો અને મહિનાઓ વચ્ચેનો ભેદ સમજાવેલો હતો.

◆આમ અહીં Dodds v. Walker નો સિધ્ધાંત એ ભારતીય કાયદાઓ માટ્ટે પુરી રીતે માન્ય કહી શકાય.

  • શું છે જિ.એસ.ટી. માટ્ટેના ન્યાયિક નિણૅયો ! :-

◆ નામદાર મદ્રાસ હાઈકોટૅ ના હેમાશ્રી એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ ધ અપેલેટ ઓથોરિટી ના ચુકાદામાં નામદાર મદ્રાસ હાઈકોટૅ એ કલમ ૧૦૭ હેઠળની સમય મયૉદા માટ્ટે નોંધ્યુ હતું કે અહીં દશૉવેલ સમયમર્યાદા એ મહિના હેઠળ છે. આથી, જિ.એસ.ટી. હેઠળ ફસ્ટૅ અપીલ ફાઈલ કરવાની સમયમયૉદા એ Dodds v. Walker ના સિધ્ધાંત હેઠળ નકકી થવી જોઈએ.

◆ નામદાર અલ્હાબાદ હાઈકોટૅ નો શ્રી રામ પ્લાય પ્રોડકટ વિરુદ્ધ એડીશનલ કમિશનર ગ્રેડ-૨ ના ચુકાદામાં નામદાર કમિશનર શ્રી દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે અપીલ એ ૧૨૧ મા દિવસે ફાઈલ થયેલી હોવાથી ના મંજુર કરવાપાત્ર છે. ત્યારે આ માટ્ટે નામદાર અલ્હાબાદ હાઈકોટૅ એ આ અંગે ચુકાદો આપ્યો હતો કે અહીં અલબત એ નોંધ કરી શકાય કે કલમ ૧૦૭ મુજબ ની સમય મયૉદા એ મહિનાઓ અંગે ની ચોખવટ્ટ કરે છે અને તેથી જિ.એસ.ટી. હેઠળ અપીલ ફાઈલ કરવાની સમયમયૉદા ને નેવું + ત્રીસ દિવસ તરીકે ના ગણી શકાય.

  • એકસ્ટ્રા શોટૅ:-

◆ સામાન્ય રીતે જોઈએ તો અપીલ ફાઈલ કરવા માટ્ટે નેવું દિવસ અને ત્રણ મહિના અથવા એકસો વીસ દિવસ અને ચાર મહિના વચ્ચે કોઈ વધારે ભેદ જાણી શકાય નહીં.

પરંતુ, ઉપર જાણ્યું તે રીતે કે જો અપીલ એ આદેશની જાણથી ત્રણ મહિના/ચાર મહિના ની અંદર ફાઈલ થઈ હોય છતાં નેવું દિવસ/એકસો વીસ દિવસ ના કાયદા નો હવાલો આપીને અપીલ નામંજુર કરવાની દલીલો કરવામાં આવે ત્યારે Dodds v. Walker તથા નામદાર સુપ્રિમ કોટૅ અને હાઈકોટૅ ના આ ચુકાદાઓ અગત્યનો બચાવ બની શકે છે.

(આ લેખ 01 એપ્રિલ 2024 ના રોજ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!
18108