અપીલ માટેની પ્રી ડિપોઝીટ “કેશ લેજર” માંથી ભરવા આગ્રહ રાખી શકાય નહીં: અલ્હાબાદ હાઇકોર્ટ

Spread the love
Reading Time: < 1 minute

તા. 26.09.2022: અલ્હાબાદ હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચ દ્વારા એક મહત્વના આદેશ પસાર કરતા ઠરાવ્યું હતું કે જી.એસ.ટી હેઠળની અપીલ માટે પ્રિ ડિપોઝીટ ભરવા કેશ લેજરનો જ ઉપયોગ કરવામાં આવે તેવો આગ્રહ કરદાતા પાસે રાખી શકાય નહીં. મેં. તુલસી રામ એન્ડ કંપની વી. કમીશ્નર ઓફ જી.એસ.ટી ના કેસમાં (રિટ ટેક્સ નમ્બર 1237/2022) ના કેસમાં જી.એસ.ટી કાયદાની કલમ 107(6) અંગે અરજકર્તા તથા સરકાર એમ બન્ને પક્ષો દલીલો સાંભળી રોહિત રંજન અગ્રવાલની બેન્ચ સવાર આ પ્રમાણે ઠરાવવામાં આવ્યું હતું. આ કેસમાં આ કલમ ઉપરાંત CBIC ના 06.07.2022 ના સર્ક્યુલરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત કેસમાં કારદાતાની અપીલ માત્ર એ કારણે નામંજૂર કરવામાં આવી હતી લે કરદાતા દ્વારા “કેશ લેજર” માંથી અપીલની પ્રિ ડિપોઝીટ ભરી ના હતી. જો કે આ કેસમાં અરજકર્તા દ્વારા આ કેસમાં અપીલ રિજેક્ટ થયા બાદ કેશ લેજર દ્વારા પ્રિ ડિપોઝીટ ભરી આપવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા જી.એસ.ટી અપીલ બાબતે આ મહત્વનો આદેશ કરી કરદાતાઓને રાહત આપવામાં આવી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!