શું તમને આવી રહ્યા છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી SMS?? આ મેસેજ ઉપર કોઈ “એક્શન” છે જરૂરી કે કરી શકીએ આ મેસ્જને “ઇગનોર”??

Spread the love
Reading Time: 2 minutes

31 ડિસેમ્બર 2023 તે 2022-23 ના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. આ મેસેજ દ્વારા પોતાનું TIS ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ચેક કરી આ મેસેજને “ઇગનોર” કરવો કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું તે નક્કી કરવું જોઈએ. 

તા. 13.12.2023: નાણાકીય વર્ષ 2022-23 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. આમ, આ રિટર્ન ભરવાની મુદતને માટે થોડા દિવસો જ બાકી હોય ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી જે કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા નથી તેઓને SMS તથા ઇ મેઈલ મોકલવામાં આવી રહ્યા છે. જે કરદાતાઓને આ SMS કે ઇ મેઈલ આવ્યા છે તેમના માટે આ મેસેજને ઇગનોર કરવા કે આ મેસેજની ગંભીરતા સમજી તેના ઉપર કોઈ એક્શન લેવા તે સમજવું જરૂરી બને છે. આ અંગે વાત કરતાં બરોડાના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) જણાવે છે કે “આ મેસેજને “ઇગનોર” કરવો ક્યારેક ગંભીર સાબિત થઈ શકે છે. તેના બદલે કરદાતા પોતાના CA કે એડ્વોકેટને મળી તેઓના ઇન્કમ ટેક્સ લોગીનમાં રહેલ TIS તથા AIS ની માહિતી તપાસી ત્યારબાદ આ નિર્ણય લે તે જરૂરી છે. TIS કે AIS મે એવી કોઈ વિગતો હોય જેના કારણે કરદાતાએ રિટર્ન ભરવું ફરજિયાત બની જાય તેવા સંજોગોમાં આ ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર સુધીમાં ભરી આપવું કરદાતા માટે ચોક્કસ હિતાવહ છે”.

ઉલ્લેખનીયા છે કે વ્યક્તિગત કરદાતા માટે તેઓની આવક અઢી લાખ સુધી કે તેથી ઓછી હોય તો રિટર્ન ભરવું ફરજિયાત નથી. પરંતુ આ મર્યાદાથી ઓછી આવક હોય તો પણ કોઈ TDS ની કપાત થયેલ હોય અને રિફંડ મેળવવાનું થતું હોય ત્યારે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ભરવું ખુબ જરૂરી છે. 31 ડિસેમ્બર પછી ભરવામાં આવતા રિટર્નમાં કરદાતાને રિફંડ મળતું હોતું નથી. આ ઉપરાંત ટેક્સ ભરવા જવાબદાર કરદાતા જો 31 ડિસેમ્બર 2023 પછી રિટર્ન ભરશે તો તેઓ માટે ટેક્સ ઉપરાંત લેઇટ ફી તથા વધારાનો ટેક્સ ભરવાની જવાબદારી પણ ઉપસ્થિત થશે. આમ, કરદાતા ટેક્સ પ્રોફેશનલ્સની સલાહ લઈ તેઓની સલાહ મુજબ જરૂર જણાય ત્યાં ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર 2023 પહેલા ભરી આપે તે જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!