અધિકારી દ્વારા આપવામાં આવેલ નોટિસ સામે ઓબ્જેકશન ફાઈલ ન કરવામાં આવે ત્યારે કરવામાં આવેલ બેન્ક એટેચમેંટ અયોગ્ય ગણી શકાય નહીં: અલ્હાબાદ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Case Laws with Tax Today

M/s R.J Exim & Others Vs Principal Commissioner Central G.S.T. & Others

રિટ પિટિશન નંબર 608/2020

ઓર્ડર તા. 24.11.2020


કેસના તથ્યો:

  • આ રિટ પિટિશન જી.એસ.ટી. કાયદાની કલમ 83 હેઠળ પસાર કરવામાં આવેલ 22.07.2020 તથા 05.02.2020 ના  બેન્ક એટેચમેંટ આદેશ સામે ફાઇલ કરવામાં આવેલ છે.
  •  કરદાતાએ રિટ પિટિશનમાં સેવિંગ ખાતા ને તથા FD ને રીલીઝ કરવા પણ અરજી કરી છે.

કરદાતા તરફે દલીલ:

  • જી.એસ.ટી. કાયદાની કલમ 70 હેઠળ માત્ર શો કોઝ નોટિસજ જ્યારે બજાવવામાં આવેલ હોય ત્યારે કલમ 83 હેઠળ એટેચમેંટ અયોગ્ય છે.

કોર્ટનો ચુકાદો:

  • કેસ રેકોર્ડ ઉપરથી ફલિત થાય છે કે કરદાતાને અધિકારી દ્વારા 22.07.2020 ના રોજ કલમ 74(5) હેઠળ DRC-01A ની નોટિસ આપવામાં આવી હતી.
  • આ નોટિસમાં કરદાતાને રકમ ભરવા કે ઓબ્જેકશન ફાઇલ કરવા જણાવવામાં આવ્યું હતું.
  • આ ઉપરાંત કરદાતાને પોતાના ઓબ્જેક્શન ફાઇલ કરવા વધુ એક તક પણ આપવામાં આવેલ હતી.
  • કરદાતાએ પોતાને આપવામાં આવેલ આ બન્ને તકોમાં કોઈ ઓબ્જેકશન ફાઇલ કર્યા ન હતા.
  • કરદાતાએ Unimax Overseas પાસેથી 6,50,32,128/- ની કિમતન માલ ખરીદી કર્યો હતો જેની IGSTની ઈન્પુટ 69,67,729/- લીધેલ હતી.
  • Unimax Overseas અંગે તપાસ થતાં તે કરદાતા બોગસ માલૂમ પડ્યો હતો.
  • આ કિસ્સામાં કરદાતાને આપવામાં આવેલ ઓબ્જેકશન ફાઇલ કરવાની તક પણ કરદાતા દ્વારા લેવામાં આવી ન હતી.
  • આ કિસ્સામાં સરકારી તિજોરીન હિત માટે અધિકારી દ્વારા કરવામાં આવેલ એટેચમેંટ અયોગ્ય ઠેરવી શકાય નહીં.
  • કરદાતાના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલ કેસના તથ્યો આ કેસના તથ્યોથી ભિન્ન હોય આ કેસ માટે લાગુ પડે નહીં.
  • અધિકારી દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 83 હેઠળ કરવામાં આવેલ એટેચમેંટ અયોગ્ય ઠરાવી શકાય નહીં.
  • આ રિટ પીટીશન આથી ડિસમિસ કરવામાં આવે છે.

(સંપાદક નોંધ: આ કેસમાં કરદાતાની વિરુદ્ધ ચુકાદો આપવામાં આવેલ છે. કરદાતાને જે સમયે નોટિસ આપવામાં આવી હતી ત્યારે તે નોટિસ સામે ઓબ્જેકશન ફાઇલ કરવા જરૂરી બનતાં હોય છે. આ સમયે ઓબ્જેકશન ના લેવામાં આવ્યા હોય, બેન્ક એટેચમેંટને કોર્ટ દ્વારા વેલીડ ગણવામાં આવ્યું છે. આ અંગે ટેક્સ પ્રોફેશનલ્સએ કાળજી લેવી જરૂરી છે કે આ પ્રકારે નોટિસ આવે ત્યારે સમયસર પોતાના ઓબ્જેકશન ફાઇલ કરી આપવા જોઈએ)

 

 

 

 

error: Content is protected !!