જી.એસ.ટી. પોર્ટલ ઉપર બેન્ક વિગતો અપલોડ કર્યા સિવાય નહીં થઈ શકે અન્ય કોઈ પણ કામગીરી…

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. નિયમો હેઠળના નિયમ 10A મુજબ બેન્ક ખાતાની વિગતો નોંધણી દાખલો ઇસસ્યું થયાથી 45 દિવસમાં આપવી છે ફરજિયાત.

તા. 29.07.2021: જી.એસ.ટી. પોર્ટલ ઉપર હવેથી બેન્ક અંગેની વિગતો નવા કરદાતા પાસેથી ફરજિયાત પણે માંગવામાં આવી રહી છે. આ અંગે વાત કરીએ તો જી.એસ.ટી. નિયમોના નિયમ 10A મુજબ કોઈ પણ કરદાતા કે જેઓ દ્વારા નવો નોંધણી નંબર લેવામાં આવ્યો છે તેઓએ પોતાની બેન્ક ખાતા અંગેની વિગતો 45 દિવસ અથવા તો જી.એસ.ટી. કાયદાની કલમ 39 હેઠળનું રિટર્ન ભરવાની મુદત બન્નેમાંથી જે વહેલી હોય તેના પહેલા પોર્ટલ ઉપર અપલોડ કરવી ફરજિયાત છે. આ નિયમનો ફરજિયાત પણે અમલ થાય તે હેતુંથી પોર્ટલ ઉપર આ પ્રકારની વિગતો હવે નવા નોંધાયેલ કરદાતા પાસે ફરજિયાત માંગવામાં આવી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉના વેટ કાયદામાં તથા જી.એસ.ટી. લાગુ થયા ના શરૂઆતમાં બેન્ક ખાતાની વિગતો નોંધણી નંબર મેળવવાની અરજી સાથે આપવાની થતી હતી. જી.એસ.ટી. નંબરએ બેન્ક ખાતા ખોલાવવા માટે પણ મહત્વનો હોય, આ વિધિ માં ત્યારબાદ છૂટ આપવામાં આવી હતી. હાલ, આ વિગતો નોંધણી સમયે નહીં પરંતુ નોંધણી નંબર મેળવ્યા બાદ આપવાની રહે છે. આ નિયમનો ચુસ્ત પણે પાલન કરવાનું હવે પોર્ટલ ઉપર શરૂ થતાં આ વિગતો અપલોડ થયા બાદ જ પોર્ટલ ઉપર અન્ય કામગીરી કરવી શક્ય બની રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

1 thought on “જી.એસ.ટી. પોર્ટલ ઉપર બેન્ક વિગતો અપલોડ કર્યા સિવાય નહીં થઈ શકે અન્ય કોઈ પણ કામગીરી…

  1. Good Information provided by you. Useful for all tax consultants

Comments are closed.

error: Content is protected !!