SGST માં નોંધણી દાખલો આપવામાં થઈ રહેલી કનડગત બાબતે બરોડા ટેક્સ બારની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

Spread the love
Reading Time: 2 minutes

બોગસ બિલિંગના વિવિધ કૌભાંડ બહાર આવતા રાજ્ય જી.એસ.ટી. માં નોંધણી દાખલો લેવામા પડી રહી છે હાલાકી:

તા. 18.01.2022: વેપારીઓ નોંધણી નંબર માટે અરજી કરે છે ત્યારે મોટે ભાગે તમામ જરૂરી પુરાવા રજૂ કર્યા છતાં તેમજ સ્થળ તપાસ રૂબરૂમાં કર્યા હોવા છતાં પણ નોંધણી નંબરની અરજી મનસ્વી રીતે આ પ્રકારની અરજી રદ કરવામાં આવે છે તેવી ફરિયાદ બરોડા ટેક્સ બાર એસોશીએશન દ્વારા કરવામાં આવેલ છે. આ અરજીઓ રિજેક્ટ કરવામાં નીચે મુજબના કારણો આપવામાં આવે છે.
૧) આપની અરજીના પુરાવા સંતોષકારક નથી., સંતોષકારક પુરાવા ક્યા જોઇએ છે તે પણ જણાવતાં નથી.

૨) ધંધાનો પ્રકાર ટ્રેડિંગ અને સપ્લાયનો હોવા છતાં વેપારી ધંધો ઘરેથી કેમ કરે છે તે પૂછવામાં આવે છે. ત્યારે એ પ્રકારનો પ્રશ્ન વેપારીઓમાં ઉઠી રહ્યા છે કે શું દરેક વેપારી જેને GST નોધણી નંબર લેવો છે તેમની પાસે COMMERCIAL જગ્યા હોવી જરૂરી છે ? આ અંગે GST કાયદા માં માં જોગવાઈ છે ?

૩) અત્યારના કોવીડ ની પરિસ્થિતિમાં study from home /work from home થઈ શકતો હોય તો વેપારી ઘરેથી ધંધો કેમ ના કરી શકે ?

૪) અરજીના તમામ પ્રકારના પુરાવા રજુ કરેલ હોય અને સદર અરજી મંજુર કરવા પાત્ર હોય તો પણ અધિકારી ૩૦ દિવસ સુધી આવી અરજીઓ મંજૂર કરતા નથી.

૫) સિસ્ટમની ભૂલથી Jurisdiction ખોટું અલોટ થતું હોય તેવા કિસ્સામાં પણ અધિકારીઓ રજિસ્ટ્રેશનની અરજી તબદીલ કરવાના બદલે રદ કરે છે.

આમ ઉપરોક્ત તમામ આ સંજોગોમાં નોંધણી અધિકારીનો અભિગમ વેપારીને રજીસ્ટ્રેશન નંબર ન મળે તેમ જણાઈ આવે છે, અધિકારી તેમ પણ જણાવે છે કે અમોને ઉપરથી સૂચના છે અને તેવી સૂચનાઓના કોઈ વ્યાજબી પુરાવા તેમની પાસે હોતા નથી અથવા તો આ પુરાવા કરદાતાઓ કે ટેક્સ પ્રોફેશનલ્સને આપવામાં આવતા નથી. આ મુશ્કેલી બાબતે ઉચ્ચ અધિકારી (સંયુક્ત કમિશ્નર રાજ્યવેરા,વડોદરા ) ને રજૂઆત કરતાં તેઓ જણાવ્યુ હતું કે અધિકારીઓને અબાધિત અધિકાર છે જો તેમને યોગ્ય ન લાગે તો નોંધણી નંબર રદ કરી શકે છે.  બરોડા ટેક્સ બાર એસોસીએશન વતી ઉપસ્થિત હોદેદારોએ રજૂઆત કરવામાં આવી હતી કે જે રીતે અધિકારીઓ પાસે નોંધણી દાખલો ના મંજૂર કરવાની સત્તા છે તો તેની સામે વેપારીનો ધંધો કરવા માટે નોંધણી નંબર મેળવવાનો તેમને બંધારણીય હક ભારત ના સંવિધાન તરફથી આપવામાં આવેલ છે.

નોંધણી દાખલાની અરજી રદ કરવા બાબતનો પ્રશ્ન દિવસેને દિવસે વિકટ રૂપ ધારણ કરતો હોય તેવું જણાય રહ્યું છે. આ સમયે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ માટે “દૂધનો દાજેલો વ્યક્તિ છાસ પણ ફુકિને પીવે” એ ઉક્તિ સાચી પડે છે. તો બીજી બાજુ મરજિયાત તથા કંપોઝીશન હેઠળ ધંધો કરવા માટેની અરજી પણ ના મંજૂર થતાં સરકારી તિજોરીને નુકસાન થવાની પણ સંભાવના રહેલી છે. “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” ને ના સિદ્ધાંતને નુકસાન થઈ રહ્યું છે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!