ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસો દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય રેસિડનશિયલ રિફરેશર કોર્સનું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા. 06.04.2024: ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રેસિડનશિયલ કોર્સ (RRC) નું આયોજન નેપાળ ખાતે કરવામાં આવ્યું હતું.  26 માર્ચથી 2 એપ્રિલ સુધી આ RRC નું આયોજન કાઠમાંડું, પોખરા તથા ચિતવન જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવેલ. આ RRC માં કાઠમાંડુની હોટેલ લેન્ડ માર્ક ખાતે જાણીતા વક્તા ભરતભાઇ શેઠ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ આકારણીની જોગવાઈ વિષે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ સેશનમાં સભ્યોના પ્રશ્નોના જવાબ પણ વક્તા દ્વારા આપવામાં આવ્યા હતા. આ RRC માં ડેલેગેટ્સ જી.એસ.ટી. ની માહિતી મેળવવા ઉપરાંત કાઠમાંડુ ખાતે જગવિખ્યાત પશુ પતિનાથ મંદિરની સંધ્યા આરતીના દર્શન કર્યા હતા. આ RRC માં ડેલિગેટ્સ એ નેપાળના કુદરતી સૌંદર્યનો આનદ માણ્યો હતો. આ RRC ને સફળ બનાવવા એસોસીએશનના પ્રમુખ અનિલભાઈ ટેકવાની, હોદ્દેદારો ઉપરાંત ભરતભાઇ શેઠ તથા એ.જી. પ્રજાપતિએ ખાસ જહેમત ઉઠાવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

 

error: Content is protected !!