ઉના ખાતે નિરામય યોગ શિબિર ગ્રૂપની મહિલાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું થયું આયોજન
મહિલા ગ્રૂપના યોગ શિક્ષક હિરલબેન ઘૂલ તથા જીવન જ્યોત બ્લડ બેન્કના સહયોગથી થયું આયોજન
તા. 05.02.2025: ઉના ખાતે મહિલાઓ માટે દૈનિક યોગ શિબિર ચલાવતા નિરામય યોગ શિબિર ગ્રૂપની મહિલાઓ દ્વારા 29 જાન્યુઆરી 2025 ના રોજ જીવન જ્યોત બ્લડ બેન્ક ખાતે એક મહિલાઓના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 21 મહિલાઓ દ્વારા રક્ત દાન કરી મહિલાઓને સ્વૈચ્છીક રક્ત દાન બાબતે પ્રેરણા આપી હતી. આ અંગે વાત કરતાં ગ્રૂપના યોગ શિક્ષક અને સંચાલક હિરલબેન ઘૂલ જણાવે છે કે “સ્વૈચ્છીક રક્ત દાન બાબતે સામાન્ય રીતે મહિલાઓમાં જાગૃતિ હોતી નથી. આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા અમે મહિલાઓને પણ નિયમિત રક્તદાન કરવા પ્રેરણા આપવા માંગીએ છીએ. આ પ્રથમ પ્રયાસમાં 21 બાટલા નું રક્ત દાન થયું છે આ બાબતે હું મારા ગ્રૂપના સભ્યોનો આભાર માનું છું અને આ જ પ્રકારે અમે નિયમિત રક્ત દાન કરે તેવી અપેક્ષા રાખું છું.”.
ઉના ખાતે મહિલાઓ દ્વારા આ પ્રકારે રક્ત દાન કેમ્પનું આયોજન થયું હોય તેવા જૂજ કિસ્સાઑ માં આ એક ગણી શકાય. સ્વૈચ્છીક રક્ત દાન દ્વારા સમાજને ઉપયોગી બનવાના આ કાર્ય સમાજમાં પ્રેરણા પૂરી પાડશે તેવું ચોકસ માની શકાય.