બજેટ 2023: થોડા હે થોડે કી ઝરૂરત હે

Spread the love
Reading Time: 8 minutes

તા. 24.01.2023: કેન્દ્રની મોદી સરકાર દ્વારા 01 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારનું વર્ષ નાણાકીય વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરશે. બજેટને હંમેશા ધંધાકીય માંધાતાઑથી માંડીને સામાન્ય લોકો માટે ચર્ચાનો વિષય રહેતું હોય છે. દરેક જનસામાન્યને બજેટમાં શું રાહતો આપવામાં આવશે અને ક્યાં ફાયદા બજેટ દ્વારા તેઓને મળશે એ જાણવામાં રસ હોય છે. બજેટ નજીક હોય ત્યારે બજેટની આશા અપેક્ષાઑ વિષે પણ ઘણા લેખ-ચર્ચાઓ પ્રસિદ્ધ થતી હોય છે. આજે આ લેખમાં ટેક્સ ક્ષેત્રે કાર્યરત એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટસના બજેટ 2023 માટેની તેમની આશા-અપેક્ષાઓ અંગે અભિપ્રાય લેવામાં આવ્યા છે.


CA ચિંતન પોપટ, વડોદરા

CA તરીકે પ્રેક્ટિસ કરતાં મારા મંતવ્ય મુજબ આ બજેટમાં નીચેની બાબતો એ જાહેરાત થાય તેવું હું માનું છું.

  • નોકરિયાત વર્ગ માટે 50000/- નું આપવામાં આવતું “સ્ટાન્ડર્ડ ડીડકશન” આ બજેટમાં દૂર કરવામાં આવે તેવી શક્યતાઑ છે.
  • હાલ, વ્યક્તિગત કરદાતાઑને આપવામાં આવતા 12500/- સુધીના કલમ 87A ના રિબેટ દૂર કરી ઇન્કમ ટેક્સ મુક્તિ મર્યાદા 5 લાખ સુધી વધારવામાં આવે તેવી હું આશા રાખું છું.
  • હાલ, કરદાતાઓના ઇન્કમ ટેક્સ હેઠળ દર્શાવવામાં આવતા AIS-TIS સંપૂર્ણ રીતે સાચા હોતા નથી. તો આને પ્રમાણ લઈ કરદાતાઓના રિટર્નની ચકાસણી (સ્કૃટિની) હાથ ના ધરવામાં આવે તે જરૂરી છે.
  • કંપનીની માફક ભાગીદારી પેઢી તથા LLP ને પણ 25% ના રાહત દરે ટેક્સ લાગુ કરવામાં આવે તે અંગે જાહેરાત થશે તેવી આશા મને રહેલી છે.
  • ભાગીદારી પેઢીમાં ભાગીદારોને આપવામાં આવતા મહેનતાનાની મર્યાદા વધારવામાં આવશે તેવી પહ હું આશા રાખું છું.
  • ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44ADA હેઠળ પ્રોફેશનલ્સ જેવા કે ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલો માટે નફાનો નિયત રકમ 50% થી ઘટાડી 33% કરવામાં આવે તેવી અપેક્ષા છે.
  • ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રાધાન્ય આપતા કંપની કાયદા અને ઇન્કમ ટેક્સ કાયદા હેઠળના ઘસરાના દરને સમાન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
  • ઇન્કમ ટેક્સ TDS હેઠળની 234E હેઠળ લગતી લેઇટ ફીઘટાડવા,આ આવે તેવી પણ આશા સેવી રહ્યો છું.

    બજેટ – ૨૦૨૩ :- છોટી શી આશા ….!

    Bhargav Ganatra
    Lawyer
    CA ( Inter )

    જયારે – જયારે ફેબ્રુઆરી મહિનાની અંદર બજેટ રજુ કરવાનો સમય નજીક આવતો આવે ત્યારે કદાચ દેશના બધા નાગરિકો ને રોજા મુવીના પહેલા ગીતની પંકિતઓ યાદ આવી જતી હશે કે….

    दिल है छोटा सा, छोटी सी आशा
    मस्ती भरे मन की, भोली सी आशा |

    તો પછી મારા આ નાનકડા જીવની અંદર આ અંગે કોઈ આશા ના હોય એવુ તો શકય જ નથી. તો ચાલો જાણીએ કે શુ હોઈ શકે આવનારા બજેટ પ્રત્યે ની આશાઓ..

    ● રામ-રાજય બજેટ :-

    સૌ પ્રથમ આપણે કોઈ કરપ્રણાલી પરના ફેરફારોની આશાની વાત કરીએ એ પહેલા નાગરિક તરીકે ઈચ્છાતી સામાન્ય આશાઓની વાત કરવી જરૂરી છે. આપણે ધણી વખત કોઈના મો એ જાણ્યુ હશે કે બજેટ તો હમેશા રામ-રાજય બજેટ હોવુ જોઈએ. તો રામ-રાજય બજેટ એટલે કે ભગવાન શ્રી રામ ના મંતવ્ય મુજબ કરપ્રણાલી ની વ્યવસ્થા જેની અંદર મુખ્યત્વે બે મુદા ઉપર ભાર મુકવામા આવેલો છે

    ૧) સરકાર એ ટેકસ સુયૅ ની જેમ લેવો જોઈએ અને એ રુપી વળતર એ રીતે આપવુ જોઈએ કે જેથી બધા નાગરિકો ને એ અંગે જાણ રહે અને તેઓ લાભ લ ઈ શકે

    ૨) સરકાર એ સમાજના કહેવાતા અમિર વગૅ પાસેથી વધુ ટેકસ લેવો જોઈએ અને મધ્યમ તથા ગરીબ વગૅ પાસેથી નહીવત ટેકસ લેવો જોઈએ

    તો સૌ પ્રથમ આશા તો બજેટ પાસેથી રામ-રાજય કરપ્રણાલીને અનુસરીને સુયૅરુપી બજેટની જ રહેશે

    ● જનહિતાથૅ માટ્ટે નવી સ્કીમ રદબાતલ કરવી :-

    મિત્રો, આપણે જાણીએ છીએ તેમ AY 21-22 થી Individual અને HUF માટ્ટે જુની વ્યવસ્થા ની સાથે સાથે નવી વ્યવસ્થા કલમ 115 BAC સાથે ઉમેરવામા આવી.

    આ નવી વ્યવસ્થા હેઠળ જો કોઈ Individual અથવા HUF પોતાની કરપાત્રતા નકકી કરે તો તેમને જુની વ્યવસ્થા ની સરખામણી મા ટેકસ ના દરોમા મહદઅંશે ફાયદો છે પરંતુ તેમને ચેપ્ટર VI-A ના રોકાણ તથા બચત ઉપર મળ્તા ડીડકશનનો ફાયદો મેળવી શકતા નથી.

    તો આ નવી વ્યવસ્થા જનહિતાથૅ માટે રદબાતલ કરવી એટ્ટલે જરુરી છે કારણ કે આપણા દેશના લોકો પહેલેથી જ બચત અને રોકાણ માટ્ટે ટ્ટેવાયેલા લોકો છે. અને કદાચ આ જ બચત અને રોકાણ ની વૃત્તિ ને કારણે આપણને વૈશ્વિક મંદીઓ કયારેય બાધા લાગી નથી. તો લોકોની આ વૃત્તિ ને જાળવી અને ટકાવી રાખવા માટ્ટે નવી વ્યવસ્થા સંપુર્ણપણે રદબાતલ થવી જ ઈએ જેનો આમ પણ કોઈ હજુ ખાસ પ્રતિસાદ જોવા નથી મળ્યો.

    PGBP નો કલમ ૪૩(૧) મા જરુરી ટાચણી રુપ ફેરફાર :-

    આયકરના કાયદાની કલમ ૪૩(૧) મુજબ જો કોઈ વ્યકિત કોઈ બિલ્ડીંગ જે ધંધાની અંદર વપરાશમા નહોતી પરંતુ હવે ધંધાની અંદર લાવવામા આવે છે તો કલમ ૩૨ મુજબ ધસારો ગણવા માટ્ટે તેમની મુળ કિમત માથી જયા સુધી એ બિલ્ડીંગ વપરાશમા નહોતી તેનો કાલ્પનિક ધસારો બાદ આપવામા આવે છે.

    તો જો આ કલમ ની અંદર બિલ્ડીંગ ની જગ્યાએ અન્ય બધી મિલકતો નો સમાવેશ કરવામા આવે તો અન્ય બધી મિલકતો માટ્ટે તર્કસંગતતા જળવાઈ રહેશે જે ખુબ જરુરી છે.

    ●IFOS ની કલમ ૫૬(૨)(X) મા “જીવન કે બાદ” વાળો મહત્વનો માગી લેતો ફેરફાર :-

    આપણે જાણીએ છીએ તે રીતે AY 20-21 થી કલમ ૫૬(૨)(X) ની અંદર એક મહત્વનો ફેરફાર કરવામા આવ્યો કે જો કોઈ વ્યકિતનુ મૃત્યુ COVID 19 ને કારણે થયુ હોય અને તે વ્યકિતના પરિવાર ને તે વ્યકિતના Employer પાસેથી કોઈ રકમ મળી હોય અથવા અન્ય કોઈ વ્યકિત પાસેથી 10 લાખ સુધી ની રકમ મળી હોય તો અમુક શરતો ને આધારે આ રકમ કરપાત્રતા નિધૉરણ માટ્ટે નહી લેવામા આવે. હાલ તો COVID 19 ની કોઈ અસર આપણા દેશ ઉપર નથી. પરંતુ, જો એક બીજા દ્રષ્ટિ કોણ થી વીચારીએ તો COVID 19 સિવાય પણ મૃત્યુ પામતા વ્યકિતના પરિવારને મહદઅંશે પોતાના જીવન નિવૉહ માટ્ટે અમુક રાશીની જરુર રહેતી જ હોય છે. તો આ કલમમા સુધારો કરી શારીતિક ફેરફારો સાથે જો આ લાભ અન્ય લોકો માટે પણ પહોચાડીએ તો લોકો પણ આ અંગે જાગૃત થશે અને આ ઉમદા કાયૅ માટ્ટે દુખી પરિવાર ને મદદ કરવા તત્પર રહેશે.

    ● ખેતી ઉપર કરપાત્રતા :-

    આપણે જાણીએ છીએ તે રીતે Entry 82 મુજબ ભારતની કેન્દ્ર સરકાર પાસે ખેતી સિવાય અન્ય આવકો ઉપર કર લાદવા માટ્ટે સતા છે જયારે Entry 46 મુજબ રાજય સરકાર પાસે ખેતી ઉપર કર લાદવાની સતા છે.

    ખેતી ઉપર કરપાત્રતા નિધૉરણ કરવુ એ કોઈ આજ કાલની ચચૉઓની વાત નથી. દેશના ધણા બુધ્ધિ જીવીઓ તથા કર સલાહકારો ના આ અંગેના તરફેણના મંતવ્યો હોય છે. તો આ અંગે નો New Indian Express ની અંદર તા. ૨૧ જાન્યુઆરી , ૨૦૨૩ ના રોજનો અહેવાલ કદાચ આ અંગેની સમજ વધુ સપષ્ટ કરે છે એવુ લાગી રહયુ છે. આ લેખ Bibek Debroy નો છે જે હાલ PMO ના Economic Advisory ના Chairman છે.

    લેખની લિન્ક :- https://www.newindianexpress.com/opinions/2023/jan/21/the-necessity-of-taxing-farmers-income-in-india-2539771.html

    નોધ :- અહી એ સપષ્ટ કરી દેવામા આવે છે કે ખેતી ઉપર કરપાત્રતા અંગે મારો વ્યુહ નિષ્પક્ષ છે.

    તો આશાઓનુ તારણ કાઢીએ તો એવુ જ રહેશે કે એવા બજેટ ની આશા કે જે ભારતને વિશ્ર્વગુરુ તરફની હોડમા અગ્રેસર રાખે !!


    CA દિવ્યેશ સોઢા, પોરબંદર

  • પ્રથમ ટેક્સ ને લગતા કાયદા ના પાલન માં સરળીકરણ ખાસ જરુર્રી છે. બીજું એક્સપોર્ટ ને લગતા બિઝનેસ ને વધુ મહત્વ આપવું જરૂરી છે અને જે ક્ષેત્રો માં ચાઈના સાથે બોર્ડર ના ઇસ્યુ ના લીધે એક્સપોર્ટ બિઝનેસ ઓછો થયો છે તથા યુરૉપ જેવા વેસ્ટર્ન ક્ન્ટ્રી માં મંદીના લીધે ત્યાં પણ એક્સપોર્ટ બિઝનેસ ઓછો થયો છે તેવા ક્ષેત્ર ને ટકાવી રાખવા માટે પગલાં લેવા ખાસ જરૂરી છે. આ ઉપરાંત હું માનું છું કે આવતું વર્ષ ચૂંટણી નું વર્ષ હોઈ સામાન્ય રીતે વેપાર ઉદ્યોગ પર કોઈ નવું ભારણ નહીં આવે તથા તેમને વેગ મળી રહે તેવી જાહેરાતોની શક્યતા વધુ છે. સામાન્ય લોકોને બજેટ માં હમેશા એક જ અપેક્ષા હોઈ છે કે ઇન્કમ ટેક્સ ના સ્લેબ માં કોઈ રાહત આપવામાં આવે તથા ઇન્કમ ટેક્સની કલમ 80C માં મળતા ડિડક્સન માં વધારો કરવામાં આવે. આ આશા ઉપર નાણાંમંત્રી ખરા ઉતરે તેવી આશા રાખું છું. એકંદરે બજેટ લોકો માટે સારા સમાચાર લઈ આવશે તેવું હું માનું છું અને તેવી આશા સેવી રહ્યો છું.

By Pankaj Shah, President, TAAG

Expectation from Budget 2023

The Budget can announce steps that will help accelerate growth. However this has to be done consistently and for a considerable longer period of time. Apart from the overall economic prudence, tax regime plays a major role in the overall growth of any economy.

Here is a wish list from Budget 2023.

  • Income Tax Slabs should be rationalized under the new regime from six slab structure to three slab structure as in the old regime.
  • Standard Deduction should be made available to the salaried class as a percentage of his/her salary with a certain maximum cap rather than a fixed amount of Rs. 50,000/- as is the case now.
  • There should be an increase in the limit of Section 80C from Rs. 1,50,000/- to Rs. 3,00,000/-, as there is no increase in these limits since FY 2014-15.
  • Health insurance premium is tax deductible u/s 80D up to 25,000 and up to Rs. 50,000 for senior citizens. Post the pandemic, the health insurance premiums have increased significantly. To encourage more people to buy health insurance, the limit for claiming deduction u/s 80D should be increased appropriately.
  • Interest on EPF contribution above 2.5 lakh is taxable. However, it is not clarified that it should be taxed on accrual basis on withdrawal. It is suggested to tax interest income at the time of withdrawal.
  • Interest on housing loan under Section 24 (b) should be increased from Rs. 2,00,000/- to Rs. 4,00,000/-. The home loan and real estate sectors are expected to be significantly impacted by rising interest rates. Affordability will become a major issue for buyers going forward due to rising rates.
  • Interest on housing loan taken during construction period is allowed for deduction in five equal instalments from the year of completion of construction. Since, irrespective of the construction status, the buyer is paying the EMI, the interest deduction should be allowed in the year of payment.
  • Currently the tax rates are different for different sectors. In order for India to stand as a manufacturing as well as a services industry hub, the corporates expect that a similarity should be introduced in the tax rates. If the corporate tax rate of 15 per cent is introduced, then India will have one of the most globally competitive corporate tax rates. This will not only strengthen the industrial/manufacturing sector, but will also pave the way for the services sector to grow and outperform.
  • Partnership firms and Limited Liability Partnership (LLPs) are taxable at a flat rate of 30 per cent. The Government had provided concessional/alternate tax system for domestic companies, individuals, hindu undivided families (HUF) and cooperative societies. It is recommended that Government introduce corresponding concessional tax regimes for partnership firms and LLPs.
  • Section 36 (1) (iva) provides that deduction shall be allowed to the employer with respect to the contribution made by the employer towards NPS to the extent it does not exceed 10 per cent of the salary of the employee. Since the contribution of the Central Government towards NPS has increased from 10 per cent to 14 per cent, the consequent changes should be made in Section 36 to bring uniformity between both the sections.
  • The Budget must end the discrimination in tax rates on capital gains across sectors and investment instruments. Currently, capital gains on real estate, equity instruments, debt instruments and mutual funds are taxed at different rates. Time span defining long and short-term capital gains can be different for different assets. These tax-rate differences create inefficiencies in the allocation of investment. For instance, the higher tax rate on capital gains in real estate diverts investment from it to other sectors yielding lower return but subject to taxation at a lower rate. Many distortions in the tax system result from a desire to pursue equity. But a good principle is to design taxes so as to maximise the value of output and pursue equity through social spending. Pursuit of equity does not have to impoverish the nation as a whole.
  • The regime of exemption in personal income taxation should be ended just as was done in corporate taxation.
  • The principle of horizontal equity be in taxation says that those earning the same income must be assessed the same tax liability. But when the tax system allows exemptions based on how income is earned or spent, individuals with the same income can end up with vastly different tax liabilities.

Our tax system is way too complex. Simplification should be the inherent mantra in this Budget. Lastly our income tax system is structured in a way which favors the non-salaried rich. The government should try and make our income tax system more equitable.


ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

બજેટ 2023 પાસે મારી અપેક્ષા છે કે અંદાજપત્રમાં કરવામાં આવતી જોગવાઈને સરળભાષામાં સમજાવે તેવું સરકારી આધિકારીક પત્ર બહાર પાડવામાં આવે તે જરૂરી છે. હું ચોક્કસ પણે માનું છું કે કરદાતાઓને પ્રેરણા મળે તે માટે ઉચ્ચ ટેક્સ ભરતા કરદાતાઓને સન્માન મળે તેવી રીતે સરકારી કાર્યક્રમોમાં VIP આમંત્રણ આપવામાં આવે તેવી જોગવાઈ પ્રધાનમંત્રીશ્રીના “Honouring the Honest” હેઠળ કરવામાં આવે તે જરૂરી છે.  નોટબંધી સમયે કાળું નાણું બહાર લાવવાના હેતુથી ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાની આવકમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેટ દ્વારા જ્યારે કોઈ વધારો કરવામાં આવે છે ત્યારે તેના ઉપર 70% થી વધુ વેરો લાગુ કરવાની જોગવાઈ રહેલી છે. હવે નોટબંધીને આજે 6 વર્ષથી વધુ સમય થઈ ગયો છે ત્યારે, આ દરમાં ઘટાડો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.  વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સૌથી મોટી આશા એ સેવી રહ્યો છું કે “સિમલેસ” ક્રેડિટના હેતુ સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરવાની જોગવાઇઓ હળવી બનાવવામાં આવે. આ ઉપરાંત જેમ અમુક શરતો આધીન કંપની ઉપર ઇન્કમ ટેક્સના દરો 25% કરવામાં આવ્યા છે તેવી જ રીતે ભાગીદારી પેઢી માટે પણ વેરાનો દર 30% થી ઘટાડી 25% કરવામાં આવે. સામાન્ય લોકો બજેટ પાસેથી માત્ર એક અપેક્ષા સેવતા હોય છે કે ઇન્કમ ટેક્સના સ્લેબ (દર) ઘટાડવામાં આવે જેથી ટેક્સની રકમ ઓછી થાય અને થોડી વધુ રકમ તેઓની મર્યાદિત આવકમાંથી તેઓની પાસે વધે. મને વિશ્વાસ છે કે આ બજેટમાં ઇન્કમ ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખ થી વધારી 5 લાખ કરવામાં આવશે. ઘણા લોકો માને છે કે હાલ પણ આ મર્યાદા 5 લાખ જ છે, પરંતુ આ માન્યતા ખોટી છે. હાલ ઇન્કમ ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખ છે અને ત્યાર બાદ 5 લાખ સુધી આવક હોય તેને એક ખાસ “રિબેટ” (ટેક્સમાંથી મુક્તિ) આપવામાં આવેલ છે. 5 લાખથી ઉપર 7.5. લાખ સુધી વેરાનો દર 5% કરી આપવામાં આવે તેવી પણ મને આશા છે.


આ હતી બજેટ 2023 ઉપરની ટેક્સ પ્રોફેશનલ્સની અપેક્ષાઓ. આશા રાખીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” ના સ્વપ્નને ધ્યાને રાખી બજેટ 2023 સામાન્ય લોકોની તથા ધંધાકીય વર્ગને ફાયદો આપનારું સાબિત થશે.

 

error: Content is protected !!