15 ડિસેમ્બરે C A એસોસિએશન અમદાવાદ કરશે ફાઉન્ડેશન ડે ની ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

સવારે વોકેથોન, કેક કટિંગ જ્યારે સાંજે જરૂરિયાતમંદ લોકોને કરશે ઉપયોગી ચીજવસ્તુઓનું વિતરણ

તા. 14.12.2021: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન અમદાવાદ CAA દ્વારા પોતાના સ્થાપના દિનની ઉજવણી 15 ડિસેમ્બરના રોજ વોલેથોન, કેક કટિંગ તથા સેવાકીય પ્રવૃતિ દ્વારા કરવામાં આવશે. સવારે 7 કલાકે સભ્યો યોગ્ય ડ્રેસ કોડ પર વોકેથોન માટે ભેગા થશે. ત્યાર બાદ એસોસિએશન ઓફીસ પર સભ્યો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉજવણી બાદ સાંજે 7 કલાકે સભ્યો દ્વારા જરૂરિયાત વાળા લોકોને ઉપયોગી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. સંસ્થા બાબતે વાત કરતા સંસ્થાના પ્રમુખ CA મોનિષ શાહ જણાવ્યુ હતું કે અમારું એસોસિએશન સભ્યો તથા સમાજના હિત માટે વિવિધ કર્યો કરતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારે કામ કરતા રહેશે. સંસ્થાના હોદ્દેદારો દ્વારા એસોસીએશનના તમામ સભ્યોને આ ઉજવણીમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!