શું કેશ ક્રેડિટ (C/c) ખાતા કે લોન ખાતા ઉપર જી.એસ.ટી. ડિપાર્ટમેંટ એટેચમેંટ મૂકી શકે????

Spread the love
Reading Time: < 1 minute

Case study with Tax Today

કેસના પક્ષકારો: વિનોદકુમાર મુરલીધર છેછાણી (પ્રો. મુરલીધર ટ્રેડિંગ કૂ.) વી. ગુજરાત રાજ્ય અને અન્ય

કોર્ટ: ગુજરાત હાઇકોર્ટ

કેસ નંબર: C/SCA/12498/2020

કેસના તથ્યો:

  • અરજ્કર્તા જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા હતા.
  • તેઓના બેન્ક ખાતા ઉપર જી.એસ.ટી. કાયદાની કલમ 83 હેઠળ  “એટેચમેંટ” મૂકવામાં આવેલ હતા.
  • આ એકાઉન્ટ પૈકી એક એકાઉન્ટ C/C (કેશ ક્રેડિટ) એકાઉન્ટ હતું. જ્યારે અન્ય એક એકાઉન્ટ કરંટ તથા સેવિંગ એકાઉન્ટ હતું.
  • આ બેંક એટેચમેંટના આદેશ સામે કરદાતા દ્વારા રિટ પિટિશન કરવામાં આવેલ હતી.

કરદાતા તરફે દલીલો:

  • જી.એસ.ટી. કાયદાની કલમ 83 હેઠળ બેન્ક ઉપર એટેચમેંટ મૂકી શકાય નહીં.
  • બેન્ક લોન કે C/C ખાતા ઉપર કોઈ એટેચમેંટ મૂકી શકાય નહીં કારણકે આપેલ લોનના કિસ્સામાં બેન્ક અને ગ્રાહકના વ્યવહારો એ લેણદાર-દેવેદારના કહેવાય નહીં.

સરકાર તરફે દલીલો:

  • સરકાર વતી આ બાબતે વિગતો મેળવવા નોટિસ નીકળવા અંગે સમય માંગવામાં આયો હતો.

કોર્ટનો આદેશ: (અંતરીમ આદેશ)

  • કોર્ટ દ્વારા અંતરીમ આદેશ આપી જણાવવામાં આવ્યું હતું કે અરજ્કર્તાનો કેસ પ્રથમ દર્શિય રીતે યોગ્ય જણાય છે.
  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા C/C ખાતા ઉપરનું એટેચ્મેંત દૂર કરી આપવા અંતરીમ આદેશ કરવામાં આવે છે.
  • કરંટ ખાતું અને સેવિંગ્સ ખાતા ઉપરનું એટેચમેંટ ચાલુ રાખવામા આવ્યું છે.
  • આ કેસની હવે પછીની તારીખ 21.12.2020 રહેશે અને વધુ મુદત આપવામાં આવશે નહીં.

(સંપાદક નોંધ: આ કેસ રોજબરોજની પ્રેક્ટિસમાં ખૂબ ઉપયોગી બનશે. હાલ માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદો એ હાલ અંતરીમ ચુકાદો છે. આ કેસનો છેલ્લો ચુકાદો આવશે ત્યારે કદાચ કરદાતાઓ-ડિપાર્ટમેંટ માટે ખૂબ મહત્વનો સિદ્ધાંત પ્રસ્થાપિત થઈ શકે છે કે C/c કે લોન ખાતા ઉપર “એટેચમેંટ” મૂકી શકાય નહીં. પણ મેટર “સબજ્યુડિસ” હોય આ અંગે આખરી ચુકાદાની રાહ જોવી જરૂરી છે.) 

 

error: Content is protected !!