Covid-19 ના કારણે “એન્ટિ પ્રોફિટરિંગ” ની કાર્યવાહી પૂર્ણ કરવા માટેની મુદતમાં વધારો 31 માર્ચ 21 સુધીનો વધારો: અર્થઘટન બાબતે થઈ રહી છે ભૂલ

Spread the love
Reading Time: < 1 minute

35/2020, ના નોટિફિકેશન તથા ત્યારબાદના નોટિફિકેશન 65/2020,  ની મુદતમાં વધારો કરી 31 માર્ચ કરવામાં આવી મુદત:

તા. 15.12.2020: જી.એસ.ટી. હેઠળ કોરોના કાળમાં કાયદા પાલન બાબતે અનેક રાહતો કરદાતાઓ તથા અધિકારીઓને આપવામાં આવી છે. એપ્રિલ 2020 ના નોટિફીકેશન 35/2020, 03.04.2020, દ્વારા અપવાદમાં  જાહેર કરવામાં આવ્યા હોય તે સિવાયના કર્યો માટેની મુદત 30 જૂન સુધી વધારવામાં આવેલ હતી. ત્યારબાદ નોટિફીકેશન 65/2020, તા. 01.09.2020 દ્વારા ઓરિજિનલ નોટિફિકેશન 35/2020 માં એક પ્રોવિઝૉ ઉમેરવામાં આવ્યો હતો. આ પ્રોવિઝૉ મુજબ એન્ટિ પ્રોફિટરિંગની ચાલુ કાર્યવાહીની મુદત લંબાવવામાં આવી હતી. આ મુદત 30 નવેમ્બરે પૂર્ણ થયેલ છે. આ મુદતમાં વધારો કરતાં નોટિફિકેશન 91/2020, તા. 14.12.2020 દ્વારા 01 માર્ચ 2020 થી 30 માર્ચ 2021  સુધી કરવાની થતી એન્ટિ પ્રોફિટરિંગની કાર્યવાહીની મુદતમાં વધારો કરી 31 માર્ચ 2021 કરી આપવામાં આવી છે.

આ અંગે વાત કરતાં પોરબંદરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ ટુડે એક્સપર્ટ દિવ્યેશ સોઢા જણાવે છે કે “આ વધારાથી સામાન્ય કરદાતાઓને કોઈ લાભ થતો નથી અને નથી આ નોટિફિકેશનથી સામાન્ય રીતે અધિકારીને પણ કોઈ લાભ મળતો નથી. માત્ર “એન્ટિ પ્રોફિટરિંગ” ને લગતા કેસોની કાર્યવાહી બાબતે આ નોટિફિકેશન ઉપયોગી છે. આ નોટિફિકેશનથી કરદાતાઓ તથા અધિકારીઓ માટે મુદતમાં વધારો થયો છે તેવી માન્યતા જે કરદાતાઓ તથા કરવ્યવસાયિકોમાં છે તેવી માન્યતા ખોટી છે.

જી.એસ.ટી. નોટિફિકેશનનું અર્થઘટન હમેશા માટે પેચીદો પ્રશ્ન રહ્યો છે. આ નોટિફિકેશન એનું ઉત્તમ ઉદાહરણ છે તેમ માની શકાય. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!