જી.એસ.ટી. હેઠળ મહત્વના મુદ્દાઓ ઉપર કરવામાં આવ્યા ખુલાસા જે જાણવા છે તમારા માટે ખૂબ જરૂરી

ડેબિટ નોટ ઉપર લેવાની થતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, માલની હેરફેર સાથે બિલની કોપી ફરજિયાત રાખવાની થાય કે નહીં તથા એક્સપોર્ટના રિફંડ અંગે CBIC દ્વારા ખુલાસા કરવામાં આવ્યા:
તા. 21.09.2021: સેંટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (CBIC) દ્વારા જી.એસ.ટી. હેઠળ ત્રણ મહત્વના મુદ્દાઑ અંગે ખુલાસા કરતો પરિપત્ર 160/16/2021-GST તા 20.09.2021 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર દ્વારા ડેબિટ નોટ ઉપર લેવાની થતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગેની સમય મર્યાદા બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માલની હેરફેર દરમ્યાન ઇ વે બિલ સાથે બિલ (ઇંવોઇસ) ની કોપી સાથે રાખવી પડે કે નહીં તે અંગે પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એકપોર્ટ માટે જી.એસ.ટી. રિફંડ બાબતે પણ મહત્વનો ખુલાસો આ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. આ ખુલાસાને આ લેખમાં સરળ રીતે સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
- જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે સમય મર્યાદા સૂચવવામાં આવી છે. કરદાતાઓ માં એ બાબતે મુંઝવણ પ્રવર્તી રહી હતી કે 01.01.2021 બાદ થયેલ સુધારા બાદ, ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે જે તે ઇંવોઇસની તારીખ જોવાની રહે કે ડેબિટ નોટ ઇસસ્યું થયાની તારીખ ધ્યાને રાખવાની રહે. આ અંગે ખુલાસો કરતાં CBIC દ્વારા જણાવાયું છે કે 01.01.2021 થી જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) માં સુધારો કરી દ્વાર ડેબિટ નોટને ઇંવોઇસ સાથે ડી-લિન્ક કરી આપવામાં આવી છે. આમ, હવે કરદાતા માટે ઇંવોઇસની જેમ ડેબિટ નોટની ક્રેડિટ લેવા માટે ડેબિટ નોટની તારીખ ધ્યાને લેવાની રહેશે. જી.એસ.ટી. કાયદા હેઠળ જે તે ઇંવોઇસ અથવા ડેબિટ નોટ જે વર્ષમાં આપવામાં આવી હોય તે નાણાકીય વર્ષના પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાની રિટર્ન ભરવાની ડ્યુ ડેઇટ સુધીમાં જે તે ઇંવોઇસ અથવા ડેબિટ નોટ ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની રહે. આમ, કોઈ ડેબિટ નોટ 01.04.2021 ના રોજ સપ્લાયર દ્વારા રેસિપિયન્ટને આપવામાં આવી હોય તો આ ડેબિટ નોટની ક્રેડિટ સપ્ટેમ્બર 2022 ના 3B ની ડ્યુ ડેઇટ સુધીમાં કરદાતા લઈ શકે છે.
- કરદાતાઑ એ બાબતે પણ મુંઝવણ અનુભવી રહ્યા હતા કે માલની હેરફેર દરમ્યાન ઇ વે બિલ સાથે “ફિઝિકલ” સ્વરૂપે ઇંવોઇસ સાથે રાખવું ફરજિયાત છે કે નહીં. આ અંગે ખુલાસો કરતાં CBIC દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે કિસ્સાઓમાં ઇંવોઇસ રજીસ્ટ્રેશન પોર્ટલ ((IRP) ઉપર ઇ ઇંવોઇસ જનરેટ કરવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં માલની હેરફેર દરમ્યાન ઇંવોઇસ “ફિઝિકલ” સ્વરૂપે રાખવું જરૂરી રહેશે નહીં. આમ, ઇ ઇંવોઇસ સિવાયના કિસ્સાઓમાં ઇ વે બિલ સાથે ઇંવોઇસ “ફિઝિકલ” સ્વરૂપે રાખવું ફરજિયાત ગણાય.
- કરદાતા એ બાબતે મુંઝવણ અનુભવી રહ્યા હતા કે જી.એસ.ટી. કાયદાની કલમ 54(3) ની પ્રોવિઝૉ મુજબ “એકપોર્ટ ડ્યૂટી” લાગુ હોય તેવા તમામ માલ ઉપર રિફંડ મળી શકે નહીં? કે NIL રેઇટ વાળા માલ ઉપર રિફંડ મળી શકે? આ બાબતે ખુલાસો કરતાં આ સર્ક્યુલરમાં જણાવાયું છે કે જી.એસ.ટી. કાયદાની કલમ 54(3) ની પ્રોવિઝૉમાં જે “સબજેક્ટ ટુ એકપોર્ટ ડ્યૂટી” શબ્દો છે તેનું અર્થઘટન એવું કરવાનું રહે કે “કસ્ટમ ટેરિફ એક્ટ” 1975 ના બીજા શિડ્યુલ હેઠળ જે માલ ઉપર એક્સપોર્ટ ડ્યૂટી લાગુ પડે તેને આ પ્રોવિઝૉ હેઠળ રિફંડ મળી શકે નહીં. જે માલ સમાન ઉપર NIL રેઇટ ઉપર એક્સપોર્ટ ડ્યૂટી લગતી હોય અથવા તો કોઈ માલ સામાન ઉપર એક્સપોર્ટ ડ્યૂટી લાગતી જ ના હોય તેવા માલને આ પ્રોવિઝૉ અસર કરે નહીં.
CBIC દ્વારા આ પરિપત્ર દ્વારા ખૂબ ઉપયોગી ખુલાસા કરવામાં આવ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
(પરિપત્ર 160/16-2021, તા. 20.09.2021 ઉપર આ લેખકના અંગત મંતવ્યો છે)