CBIC GST તપાસ માટે માર્ગદર્શિકા સૂચિત કરી, મોટી કંપનીઓ માટે પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય.

Spread the love
Reading Time: < 1 minute

By Darshit Shah, Tax Advocate, Ahmedabad

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સ (CBIC) એ સીજીએસટીના  અધિકારીઓ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સીજીએસટી ક્ષેત્રના અધિકારીઓએ હવે કોઈપણ મોટા ઔદ્યોગિક ગૃહો અથવા મોટા MNCs સામે તપાસ શરૂ કરવા તેમના ઝોનલ પ્રિન્સિપલ ચીફ કમિશનરની મંજૂરી લેવી પડશે. ઘણી વખત DGGI અથવા સ્ટેટ જી.એસ.ટી દ્વારા એક જ કરદાતાની અલગ અલગ વિષયો પર રેકોર્ડ આધારિત તપાસ કરવામાં આવતી હોય છે. ત્યાં પ્રિન્સિપાલ કમિશનરે કોઈ એક કચેરીની તાપસને ધ્યાને  લઇ કરદાતાના સંદર્ભમાં અન્ય કચેરીઓ તેમની સાથે તેમની સામગ્રીને એકીકૃત કરવાની રહેશે. માર્ગદર્શિકામાં એ પણ જાણવામાં આવ્યું  કે અધિકારીઓ દ્વારા શરુ કરવામાં આવેલી તપાસ એક વર્ષ ની નિર્ધારિત સમયમર્યાદા માં પૂર્ણ કરવાની રહેશે. સીબીઆઈસીએ વધુમાં જણાવ્યું હતું કે લિસ્ટેડ કંપની અથવા પીએસયુના સંદર્ભમાં તપાસ શરૂ કરતી વખતે અથવા તેમની પાસેથી વિગતો માંગતી વખતે, સીજીએસટી અધિકારીઓએ જેતે કંપની ના નિયુક્ત અધિકારીને “સમન્સને પઢવા ને બદલે સત્તાવાર પત્રો જારી કરવા જોઈએ, જેમાં તપાસના કારણો અને કાયદાકીય વિગતો તેના માટે જોગવાઈઓનો ઉલ્લેખ કરવો જોઈએ. તથા વાજબી સમયગાળા ની અંદર દસ્તાવેજોની માંગણી કરવી જોઈએ. સીબીઆઈસીએ વધુમાં જણાવ્યું હતું કે જી.એસ.ટી.ના અધિકારીઓએ કરદાતા પાસેથી તે માહિતી ના મંગાવી જોઈએ કે , જે જીએસટી પોર્ટલ પર પહેલેથી જ ઓનલાઈન ઉપલબ્ધ છે. આ ઉપરાંત તપાસ સમાપ્ત થયા બાદ SHOW CAUSE નોટિસ પાઠવામાં તથા સરકારી લેણા લેવામાં વિલંબ થવો જોઈએ નહીં. આ સૂચનો ટેક્સ પૉલિસી બનાવવાનું એક મહત્વપૂર્ણ પગલું છે તથા તેના અમલીકરણથી મોટા કરદાતા માટે લાભદાયી બનશે અને આ સૂચનો નું જો તેનું પાલન કરવામાં આવે તો તે દેશના વ્યાપાર ઉદ્યોગ ને ઘણી રાહતદાયી રહેશે તેવું માનવમાં આવી રહ્યું છે.

 

error: Content is protected !!