સેંટરલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તથા એકાઉન્ટિંગ સૉફ્ટવેર ટેલિ કંપની દ્વારા વડોદરા ખાતે સ્ટડી સર્કલ મિટિંગનું આયોજન
તા. 04.04.2024: આજરોજ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ વડોદરા અને ટેલી કંપની ઘ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ બેન્કવેટ એન્ડ કનવેનશન હોલમાં ટેલી સોફ્ટવેર 4.0,4.1 ના વર્કશોપ નો સ્ટડી સર્કલ મિટિંગ યોજાઈ.જેમાં ૨૫૦/- થી વધુ સભ્યોએ હાજરી આપી.. ટેલી સોફ્ટવેર ના પાર્ટનર વરુણ અમીન અને સીએ પાર્થ પટેલે ખુબ ઉમદા સમજ આપી. આ પ્રસંગે પ્રમુખ વિજય શાહ, મંત્રી કલ્પેશ જયસ્વાલ, ઈમીરેટ્સ પ્રેસિડેન્ટ ભાસ્કર પટેલ, સિનિયર એડવોકેટ મનુભાઈ વાઘેલા, દિપક અમીન, અમિત સોની, હિમાંશુ વાઘેલા, ભરત સ્વામી, કૌશિક વૈદ્ય, જગેશ શાહ, નકુલેશ પટેલ, ફૈઝાન ડભોઇવાલા, ગેલેક્સી ઓફ પાસ્ટ પ્રેસિડેન્ટ,કારોબારી સભ્યો, સામાન્ય સભ્યો, આમંત્રિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે