સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા ઉદયપુર ખાતે બે દિવસીય રેસિડન્ટ રિફ્રેશર કોર્સનું કરાયું આયોજન
સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ (સી.જી.સી.ટી.સી. ) દ્વારા તા .22-23 જુલાઇના રોજ ઉદયપુરના રમાડા રિસોર્ટ્સ ખાતે નિવાસી રેસિડેન્શિયલ રીફ્રેશર કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસિડેન્ટ રીફ્રેસર કોર્સમાં, ઇ વે વે બીલ્સ, એમ.એસ.એમ.ઇ. અને ટેક્સેશન સંબંધિત વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ 2 દિવસીય સેમિનારમાં વિવિધ કર વ્યવસાયી, એડવોકેટ અને સીએ દ્વારા જીએસટી અને આવકવેરાના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
કરવેરાના વિવિધ વિષયો પર એડવોકેટ શ્રી ભાસ્કરભાઇ પટેલ, કૌશિકભાઇ વૈદ્ય, ભરતભાઇ સ્વામી, જ્ગેશભાઈ શાહ જેવા તજજ્ઞો દ્વારા તેમના મંતવ્યો રજૂ કરવાના આવ્યા હતા. આ રેસિડન્ટ રિફ્રેશર કોર્સમાં 51 વ્યક્તિઓએ આ ભાગ લીધો.
આયોજક સંસ્થાના પ્રમુખ એડવોકેટ હિમાંશુભાઇ વાઘેલા અને સી.જી.સી.ટી.સી. સમગ્ર ટીમ દ્વારા આ આયોજન માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. ચિંતન પોપટ, ટેક્સ ટુડે વડોદરા