ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા જી.એસ.ટી. અંગે સર્ટિફિકેટ કોર્સનું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા. 21.02.2023: ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા જી.એસ.ટી. કાયદાની સમજ સરળ ભાષામાં આપવા માટે એક સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ કોર્સના ઉદ્દઘાટન સમારંભ 17 ફેબ્રુઆરીના રોજ સેલ્સ ટેક્સ બાર રૂમ, બહુમાળી ભવન ખાતે યોજાયો હતો. આ ઉદ્દઘાટન સમારંભ ભાવનગર ખાતેના જોઇન્ટ કમિશ્નરશ્રી ધરમજીત યાજ્ઞિક, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી દિલિપ કમાણીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટ કોર્સમાં દર શુક્રવાર તથા શનિવારે સાંજે 1 કલાક માટેના 24 લેકચર રહેશે. ઉલ્લેખનીય છે કે આ તમામ લેકચર સરળ ભાષામાં ગુજરાતીમાં આપવામાં આવશે. આ તમામ લેકચર ભાવનગરના જાણીતા એડવોકેટ ભરતભાઈ શેઠ લેશે. આ સર્ટિફિકેટ કોર્સમાં 34 જેટલા ટેક્સ કન્સલ્ટન્ટસ, એકાઉન્ટન્ટસ, વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

3 thoughts on “ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા જી.એસ.ટી. અંગે સર્ટિફિકેટ કોર્સનું આયોજન

  1. AA COURSE ONLINE THAY ?
    ATHVA SURAT MA PAN AA COURSE CHALU KARO NE. TO GHANA BADHANE A NO LABH MALE.
    KEM K GUJRATI MA SMJAVE TO BADHANE SARALTATHI RAHE SMAJVA MA.

  2. આ કોર્સ ઓનલાઇન થાય કે નહીં ? અથવા સુરત માં પણ ચાલુ કરાવો ને..તો ઘણા બધાને એનો લાભ મળે.કેમ કે ગુજરાતી માં હોય એટલે બધાને સમજવામાં સરળત રહે.

Comments are closed.

error: Content is protected !!