કેન્દ્રિય જી.એસ.ટી ભવન મહેસાણા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

Spread the love
Reading Time: 2 minutes

પ્રતિનિધિ દ્રારા, ઉત્તર ગુજરાત

આજ રોજ તારીખ ૦૫/૦૮/૨૦૨૨ને શુક્રવારના રોજ ૧૧:૩૦ કલાકે કેન્દ્રિય જી.એસ.ટી ભવન, બીજો માળ, સરદાર પટેલ વેપાર સંકુલ, માલગોડાઉન રોડ, મહેસાણા ખાતે આઉટરીચ પ્રોગ્રામ એટલે કે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નોર્થ ગુજરાત ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોશિએશનના પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ, ભૂતપુર્વ પ્રમુખશ્રી કૌશિકભાઈ છાબડા તેમજ મહેસાણા સેલટેક્સ બાર એસોશિએશનના પ્રમુખશ્રી બાબુલાલ ઓઝા, મંત્રીશ્રી દશરથભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ટેક્સ પ્રેક્ટિશનર્સ, ટેક્સ એડ્વોકેટ તથા સી.એ  હાજર રહ્યા હતા. વાય.એસ.રાવત આસિસ્ટન્ટ કમિશનર ઓફ સી.જી.એસ.ટી (નિયમિત ચાર્જ કલોલ સહિત વધારાનો ચાર્જ મહેસાણા)ના વડપણ હેઠળ સેમિનાર નિર્ધારિત સમયે શરૂ થયેલ અને હિમાંશુભાઈ નચને (અધિક્ષક)  હાજર સૌ વકીલ મિત્રોના સ્વાગત પ્રવચન દ્વારા સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ શ્રી આઇ.પી.શીલજીયા દ્વારા પાવર પોઈન્ટના માધ્યમથી પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ૪૭મી જી.એસ.ટી કાઉન્સીલની ભલામણ દ્રારા આવેલ અગત્યના સુધારા સમજાવતા નીચેના મુદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

(૧) GST કાયદો અને ૪૭મી GST કાઉન્સીલની બેઠકમાં કરવામાં આવેલી પ્રક્રિયાઓ અંગેની મુખ્ય ભલામણો

(૨) ૪૭મી GST કાઉન્સીલની બેઠકમાં કરવામાં આવેલી સામાન પરના GST દરોને લગતી ભલામણો

(૩) ૪૭મી GST કાઉન્સીલની બેઠકમાં કરવામાં આવેલી સેવાઓ પરના GST દરોને લગતી ભલામણો

 

આમ, કેન્દ્રિય જી.એસ.ટીના સરકારી અધિકારીઓ અને વકીલો સાથેનો આજનો આ આઉટરીચ પ્રોગ્રામનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

 

ટેક્ષ રિપોર્ટર હર્ષદકુમાર ઓઝા, ટેક્ષ ટુડે સમાચાર પત્ર

 

 

error: Content is protected !!