બજેટ-2023 ઇન્કમટેક્ષ માં સેક્શન-54 અને સેક્શન-54F માં થયેલ ફેરફારની સરળ સમજુતી

Spread the love
Reading Time: 2 minutes

તારીખ : 05/03/2023

By Prashant Makwana

પ્રસ્તાવના

બજેટ-2023 માં કેપિટલ ગેઇન માં મુક્તિ (EXEMPTION) માં સેક્સન-54 અને 54F માં ફેરફાર કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23 સુધી આ સેક્સન માં કોઈ નાણાકીય લીમીટ નથી. નાણાકીય વર્ષ 2023-24 થી આ સેક્સન માં 10 કરોડ ની લીમીટ રાખવામાં આવી છે. તેની સરળ સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે. 

  • જયારે આપણે કોઈ મિલકત નું ટ્રાન્સફર કરી ત્યારે તેના પર ઇન્કમટેક્ષ અંતર્ગત કેપિટલ ગેઇન ગણાય અને તેના પર ટેક્ષ ભરવાનો હોય છે.અમુક સંજોગોમાં કેપિટલ ગેઇન માં મુક્તિ (EXEMPTION) આપવામાં આવે છે.
  • સેક્સન-54 માં ઈન્ડીવિડ્યુંઅલ અથવા HUF વ્યક્તિ પોતાનું રહેણાંક મકાન નું ટ્રાન્સફર કરે ત્યારે તેને કેપિટલ ગેઇન થાય અને તેના પર ઇન્કમટેક્ષ ભરવો પડે.પરંતુ જો ઈન્ડીવિડ્યુંઅલ અથવા HUF એક રહેણાંક મકાન નું ટ્રાન્સફર કરીને જેટલો કેપિટલ ગેઇન થયો છે તેટલી રકમ નું બીજું મકાન ખરીદે અથવા બાંધકામ તો તેને કેપિટલ ગેઇન માં મુક્તિ આપવામાં આવી છે.
  • સેક્સન-54F માં ઈન્ડીવિડ્યુંઅલ અથવા HUF વ્યક્તિ પોતાના રહેણાંક મકાન સિવાય ની કોઈ મિલકત નું ટ્રાન્સફર કરે અને કેપિટલ ગેઈનનો ટેક્ષ ભરવો પડે પરંતુ જો ઈન્ડીવિડ્યુંઅલ અથવા HUF રહેણાંક મકાન સિવાયની કોઈ મિલકત નું ટ્રાન્સફર કરીને જેટલી રકમ મિલકત નું ટ્રાન્સફર કરી ને મળી છે તે બધી રકમ નું બીજુ રહેણાંક મકાન ખરીવામાં અથવા બાંધકામ  કરે  તો તેને કેપિટલ ગેઈન માં મુક્તિ આપવામાં આવી છે.
  • નાણાકીય વર્ષ 2022-23 સુધી સેક્સન-54 અથવા 54F માં કોઈ નાણાકીય લીમીટ નથી.
  • નાણાકીય વર્ષ 2023-24 થી સેક્સન-54 અથવા 54F માં મહતમ 10 કરોડ સુધી ના કેપિટલ ગેઇન ની મુક્તિ આપવામાં આવી છે.

ઉદાહરણ:

  • કોઈ રહેણાંક મકાનના ટ્રાન્સફર માં 15 કરોડ નો કેપિટલ ગેઇન થાય અને 15 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ બીજું મકાન ખરીદવામાં કરે તો કોઈ કેપિટલ ગેઇન ગણાય નહિ અને કેપિટલ ગેઈનનો ટેક્ષ નો આવે.
  • પરંતુ નાણાકીય વર્ષ 2023-24 થી 15 કરોડ માંથી 10 કરોડ જ સેક્સન-54 માં મુક્તિ આપવામાં આવશે અને બાકીના 5 કરોડ  ઉપર કેપિટલ ગેઇન ગણાશે અને તેના પર ટેક્ષ લાગશે.
  • 10 કરોડ ની લીમીટ છે તે સેક્સન-54 અને 54F બંને માટે અલગ અલગ ગણાશે.
  • 10 કરોડ ની લીમીટ છે તે નાણાકીય વર્ષ મુજબ ગણાશે.
error: Content is protected !!