કમિશ્નર અપીલ 20% થી ઓછી રકમ ભરવા આદેશ કરી શકે છે
કમિશ્નર અપીલ ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના ઇન્ટરનલ સર્ક્યુલર બાધ્ય નથી: તેલંગાણા હાઇકોર્ટ
તા. 31.05.2022: ઇન્કમ ટેક્સ હેઠળ પ્રથમ અપીલ સાંભળવા જવાબદાર કમિશ્નર અપીલ ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના પ્રશાશનિક સર્ક્યુલર લાગુ પડે નહીં. કમિશ્નર અપીલ એ ક્વાસી જ્યુડિશિયલ ઓથોરીટી ગણાય, આ કારણે તેઓની ઉપર ડિપાર્ટમેંટના પ્રશાશનિક સર્ક્યુલર લાગુ પડે નહીં. ઇન્કમ ટેક્સ હેઠળની આકારણીમાં ઊભી થયેલ ડિમાન્ડ, સ્ટે કરવા બાબતેના એક કેસમાં તેલંગાણા હાઇકોર્ટ દ્વારા આ પ્રમાણેનો ચુકાદો આપવામાં આવેલ છે. અરાજકર્તા દ્વારા કમિશ્નર અપીલની સમક્ષ આકારણીમાં ઊભું થયેલ માંગણું સ્થગિત કરવા (સ્ટે) અરજી કરવામાં આવી હતી. કમિશ્નર અપીલ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટનો 31 જુલાઇ 2017 ના ઇન્ટરનલ સર્ક્યુલરનો ઉલ્લેખ કરી ડિમાન્ડના 20% જેવી રકમ કરદાતાને ભરવા આગ્રહ રાખતો આદેશ પસાર કરવામાં આવ્યો હતું. આ આદેશ સામે અરજ્કર્તા દ્વારા તેલંગાણા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. તેલંગાણા હાઇકોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભૂયાન તથા સુરેપાલી નંદાની બેન્ચ દ્વારા સુપ્રીમ કોર્ટના પ્રિન્સિપાલ કમિશ્નર વી. L G ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા પ્રા. લી ના ચુકાદાનો આધાર લઈ ઠરાવ્યું હતું કે કમિશ્નર અપીલએ “ક્વાસી જ્યુડિશિયલ ઓથોરીટી” ગણાય અને તેના ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના ઇન્ટરનલ સર્ક્યુલર લાગુ પડે નહીં. આમ, કમિશ્નર અપીલ સંજોગો પ્રમાણે 20% કરતાં ઓછી રકમની ડિમાન્ડ ભરવા આદેશ કરી ડિમાન્ડ સ્ટે કરવા હક્કદાર છે. આ ચુકાદો વિવિધ કમિશ્નર અપિલ્સ પાસે પડેલ વિવિધ આપીલો માટે ઉપયોગી બનેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.