જી.એસ.ટી. પોર્ટલ ઉપર જરૂરી સુધારાના અભાવે કરદાતાને હેરાન કરી શકાય નહીં

Spread the love
Reading Time: < 1 minute

Case law with Tax Today

કેસના પક્ષકારો: લોફર્સ કોર્નરસ કેફે વી. ભારત સરકાર અને અન્યો

કોર્ટ: કેરેલા હાઇકોર્ટ

કેસ નંબર: WP(C).No.5127 OF 2020(M)

ઓર્ડર તા: 20.10.2020


કેસના તથ્યો: 

 • કરદાતાએ ભાગીદારી પેઢી હતી.
 • તેઓએ જૂનો ની.એસ.ટી. નંબર રદ્દ કરાવવા તથા નવો નંબર મેળવવા અરજી કરેલ હતી.
 • કરદાતા દ્વારા જૂના નોંધણી નંબર “નોર્મલ ટેક્સપેયર” તરીકે હતો.
 • કરદાતા દ્વારા જૂનો નંબર રદ્દ કરાવવા અરજી 22.05.2018 ના રોજ કરવામાં આવી હતી.
 • કરદાતા દ્વારા નવો જી.એસ.ટી. નંબર “કંપોઝીશન ટેક્સપેયર” તરીકે કર્યો હતો.
 • કરદાતાએ 19.06.2018 ના રોજ નવા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન માટે અરજી કરેલ હતી.
 • જૂનો નંબર રદ્દ કરવાની અરજી 22.05.2018 એ કરી હોવા છતાં નંબર રદ્દ  તારીખ 18.05.2019 ના (અંદાજે 1 વર્ષ પછી) રોજ કરવામાં આવ્યો હતો.
 • કરદાતાનો નવો નંબર મેળવવાના સમયથી જૂનો નંબર રદ્દ થયો (તા. 18.05.2019) તે દરમ્યાન જી.એસ.ટી. પોર્ટલ ઉપર કંપોઝીશન હેઠળના રિટર્ન ભરવા દેવામાં આવ્યા ન હતા.

સરકારનો જવાબ:

 • આ કેસના સમવાળા તરફે જે તથ્યો રજૂ કર્યા હતા તે ઉપર મુજબ જ હતા.
 • આ કામના સમવાળાના (જી.એસ.ટી. ડિપાર્ટમેંટ/GSTN) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિસ્ટમમાં રહેલ ખામીઓના કારણે રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં મોડુ થયું હતું.

કોર્ટનો આદેશ:

 • જૂનો નંબર રદ્દ ન હતો થયો તે કારણે કરદાતાને કંપોઝીશન નો લાભ દેવામાં ન આવે તે યોગ્ય નથી.
 • જી.એસ.ટી.એન. દ્વારા કરદાતા રિટર્ન ભરી શકે તેવા યોગ્ય ફેરફાર કરવા આદેશ કરવામાં આવે છે.
 • કરદાતા પાસેથી આ રિટર્ન દરમ્યાન કોઈ પણ લેઈટ ફી પણ ના લેવામાં આવે તેવો પણ આદેશ કરવામાં આવે છે.
 • આ આદેશના એક મહિનામાં રિટર્ન ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી તાકીદ કરવામાં આવે છે.

(સંપાદક નોંધ: આ કેસ રોજબરોજ ની પ્રેક્ટિસમાં ખૂબ ઉપયોગી થશે. જી.એસ.ટી. કાયદા તથા હેઠળ આધિન નિયમો હેઠળ કરી શકાય છે તેવા ઘણા કર્યો GST પોર્ટલ ઉપર ટેકનિકલ કારણોસર થઈ શકતા નથી. આ પ્રકારના તમામ કેસોને આ કેસ ઉપયોગી બની શકે છે.)

 

error: Content is protected !!