Coorg-કોફીની સોડમ સાથે હિલ સ્ટેશનની મજા
-By Bhavya Popat
હું ફરવાનો ખાસ શોખીન છું. નાની નાની બિઝનેસ ટ્રીપ હોય કે ફેમિલી ટ્રીપ, ફરવાનો ચાન્સ જ્યાં પણ મળે હું આ ચાન્સ જવા દેતો નથી. આ વર્ષે કર્નાટક રાજ્યના પ્રખ્યાત હિલ સ્ટેશન કુર્ગ નામના પ્રખ્યાત હિલ સ્ટેશન જવાનો પ્લાન બન્યો. કુર્ગ વિષે વર્ષો થી સંભાળ્યું છે. કોફી પ્લાન્ટેશન, સુંદર અને આહ્લાદક કુદરતી સૌંદર્ય અને મોંઘા અને આલીશાન રિસોર્ટ માટે પ્રખ્યાત કુર્ગ જવાનું મન ઘણા વર્ષોથી હતું. આ વર્ષે મારી દીકરીના “બકેટ લિસ્ટ” (ફરવાની ઈચ્છા હોય તેવા સ્થળોની યાદી) માં જ્યારે કુર્ગનું નામ જોયું ત્યારે કુર્ગને જ આ વર્ષનું “હોલિડે ડેસ્ટિનેશન” પસંદ કર્યું.
વર્ષોથી સાંભળતા આવ્યા છે કે કુર્ગ એ શિમલા, મનાલી, ઉટી ની જેમ ખૂબ સરસ “હિલ સ્ટેશન” છે. પણ જ્યારે કુર્ગ માટે બુકિંગ કરવા બેઠો ત્યારે ખબર પડી કે કુર્ગ નામે કોઈ “હિલ સ્ટેશન” તો છે જ નહીં!!! હા, મિત્રો કુર્ગ એ કોઈ “હિલ સ્ટેશન” નું નહીં પરંતુ એક જિલ્લાનું નામ છે. જેવી રીતે હું ગીર સોમનાથ જિલ્લામાં છું પણ ગીર સોમનાથ એવું કોઈ ગામ નથી તેવી જ રીતે કુર્ગ એ કોઈ ગામ નહીં પરંતુ જિલ્લાનું નામ છે. કુર્ગ જિલ્લાનું પ્રખ્યાત “હિલ સ્ટેશન” સ્થળ તો “માદેકરી” છે. જ્યારે આપ કોઈના મોઢે સાંભળો કે અમે કુર્ગ ફરીને આવ્યા ત્યારે એમ સમજવું કે તેઓ “માદેકરી” ફરીને આવ્યા છે.
કેવી રીતે કુર્ગ પહોચવું??
કુર્ગ પહોચવાનો સૌથી સહેલો અને આરામદાયક રસ્તો અમદાવાદથી બેંગલોર ફ્લાઇટનો છે. અમદાવાદ સહિત તમામ મોટા એરપોર્ટથી બેંગલોર માટે ફ્લાઇટ મળી રહે છે. બેંગલોર (બેંગલુરુ વાંચવું) થી અંદાજે 255 દૂર આવેલું છે “માદેકરી” એટલેકે કુર્ગ. બેંગલોર એરપોર્ટથી 5 કલાક જેવો સમય ટેક્સીમાં થતો હોય છે.
આ તો થઈ સૌથી સહેલા અને આરામદાયક રસ્તાની વાત. પણ આ સિવાય પણ કુર્ગ પહોચવા માટે જામનગર, પોરબંદર, રાજકોટ, અમદાવાદ જેવા મથકોથી ટ્રેન દ્વારા પણ આપ કુર્ગ પહોચી શકો છો. પોરબંદરથી અને જામનગરથી મેંગલોરની ટ્રેન લઈ આઓ કુર્ગ પહોચી શકો છો. હા, આ મુસાફરી લાંબી હોય છે. 24 થી 28 કલાક જેવો સમય ટ્રેનમાં થતો હોય છે.
અમારી ટ્રેન યાત્રા:
અમે, એક અલગ અનુભવ લેવા અને ટુરમાં થોડું “બજેટ” નું ફેક્ટર ઉમેરવા એક તરફ ટ્રેનની મુસાફરી પસંદ કરી હતી. Jam-Ten એક્સ્પ્રેસ (ટ્રેન નંબર 19578) દ્વારા રાજકોટથી મેંગલૂર સુધીની ટિકિટ બુક કરી હતી. અમારી ટ્રેન રાત્રે 11 કલાકે રાજકોટથી ઉપડવાની હતી અને બીજે દિવસે રાત્રે 3 કલાકે મેંગલોર પહોચવાની હતી. પૂરા 27 કલાકની ટ્રેન મુસાફરી!!!
આ સફરમાં હું મારા wife અને મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી દીકરી સાથે હતી. આ સફરમાં કેટલુ Suffer કરવાનું આવશે તેની મને ચોક્કસ ચિંતા હતી. પરંતુ એકંદરે ટ્રેન સારી હતી અને અમારી સફરમાં અમારે બહુ Suffer કરવું પડ્યું નહીં. હા, અમારી એક ટિકિટ અન્ય બે ટિકિટથી દૂર આવતા અને એ ટિકિટ બદલી ના થતાં થોડી મુશ્કેલી જરૂર અનુભવી. આ ટ્રેન સફરની સૌથી સારી બાબત એ હતી કે આ ટ્રેન પોતાના કુદરતી સૌંદર્ય માટે જાણીતા કોકણ વિસ્તારમાંથી પસાર થતી હતી. ખરેખર કોકણ વિસ્તારનો સૌંદર્ય જોવાની એક અલગ જ મજા છે. અમારી ટ્રેનમાં અમે આહ્લાદક સનસેટ જોવાની મજા માણી. આ ટ્રેન મુસાફરીની એક મુશ્કેલી એ છે કે કોકણ વિસ્તારનો ઘણો ખરો ભાગ એ “સિંગલ ટ્રેક” થી જોડાયેલ છે. આ કારણે અવારનવાર ટ્રેનને કોઈ અન્ય ટ્રેનને “પસિંગ” આપવા ઊભું રહી જવું પડતું હોય છે. આ કારણે અમારી ટ્રેન એક જગ્યાએ તો લગભગ 2 કલાક જેવુ ઊભી રહી. આ એક કંટાળાજનક બાબત છે. પરંતુ દરેક બાબત આપણે ઈચ્છીએ એમ તો થાય તેવું ઇચ્છવું પણ યોગ્ય નથી ને??? આ હોલ્ટનું અમને નુકસાન એ ગયું કે ગોવા પસાર કરતી વખતે અંધારું થઈ ગયું અને ગોવાના કુદરતી સૌંદર્યને અમે ટ્રેન માંથી માણી ના શક્યા..
અમારી ટિકિટ મેંગલોર સુધીની હતી પરંતુ મેંગલોરથી 1 કલાક પહેલા “ઉડુપી” નામે એક ગામ આવતું હતું. આપણે સૌ “ઉડુપી રેસ્ટોરન્ટ” માં “સાઉથ ઇંડિયન” ખાતા હોયે છીએ ને, એ આજ ગામના નામ પરથી આવતું હોય છે. અમારા પ્રોગ્રામમાં ફેરફાર કરી અમે મેંગલોરની જગ્યાએ “ઉડુપી” ઉતરી ગયા.
“ઉડુપી”- બીચ અને સાઉથ ઇંડિયન ફૂડ માટે પ્રખ્યાત:
અમારી ટ્રેન અંદાજે 30 મિનિટ જેવુ મોડી હતી. અમે રાત્રે 1.30 કલાકે ઉડુપી પહોચીયા. ઉડુપીમાં અમારું પહેલું મુકામ હતું “હોટેલ મીનાક્ષી”. થોડા સમય પહેલા જ શરૂ થયેલ આ હોટેલ એક સરસ બજેટ હોટેલ હતી. અમારા માટે સૌથી મહત્વનુ એ હતું કે અમારી હોટેલ રેલ્વે સ્ટેશનથી નજીક હોવી જોઈએ. આ હોટેલ અંદાજે 4 કી.મી. ના અંતરે આવેલ હતી. રાત્રે સૂઈ સવારે વાહલો ઉઠી ગયો. કોઈ પણ નવા શહેરમાં જવાનું થાય તો મને વહેલી સવારે ચાલીને શહેર જોવું બહુ ગમે. જો કે મારો આ શોખ મારા પરિવાર માટે મુશ્કેલી ઊભી કરે છે!!! માર પત્નીની હમેશા ફરિયાદ રહેતી હોય છે કે ઘરે કામના લીધે વહેલું ઉઠવાનું અને ફરવા જઇયે ત્યાં ફરવાના શોખના લીધે વહેલા ઉઠીને અમને ડિસ્ટર્બ કરવાનું!!!
સવારે વહેલા ઉઠી અને ઉડુપી જોઈ એ દિવસનો ફરવાનો પ્લાન બનાવ્યો. બીજે દિવસે અમારી હોટેલ હતી “હોટેલ વાઇટ લોટસ”. ઉડુપી ઉતરવાનું કે જવાનું થાય તો આ હોટેલ હું આપણે ખાસ “રેકમેંડ” કરીશ. ખૂબ સરસ હોટેલ અને એમાં પણ અમને તેઓએ સ્યૂટ રૂમમાં અપગ્રેડ આપ્યો. આ સ્યૂટ રૂમ એટલો સરસ અને વૈભવી હતો કે ત્યાર બાદ અમે જે પણ હોટેલ લીધી એમાં અમને હંમેશા “વાઇટ લોટસ” સામે ઝાંખી લાગી. બીજી મુશ્કેલી એ હતી કે આ વૈભવી રૂમ છોડી ક્યાય ફરવા જવાનું મન પણ થતું ના હતું. આ હોટેલ “ઉડુપી” ના જાણીતા સનાતન હિન્દુ મઠ એવા “ક્રુષ્ણ મઠ” થી માત્ર 500 મીટરના અંતરે આવેલ છે. અમે ક્રુષ્ણ મઠના દર્શન કરી ધન્યતા અનુભવી. ક્રુષ્ણ મઠ આસપાસના વિસ્તારમાં ઘણા મંદિરો આવેલ છે. અને “સાઉથ” ના મંદિરોની કળા જોવામાં પોતાનો એક લાહવો છે. પણ હું કોઈ “હાર્ડ કોર” ધાર્મિક વ્યક્તિ નથી આ માટે વધુ મંદિરો જોવા ગયો ના હતો. ક્રુષ્ણ મઠની એક દમ નજીક “કોઈન મ્યુઝયમ” આવેલ છે. જેમાં વિવિધ સિક્કા અને નોટની માહિતી આપવામાં આવેલ છે. એ દિવસે બપોરે થોડો આરામ કરી સાંજે અમે પહોચી ગયા ઉડુપીથી સૌથી નજીક એવા “માલ્પે બીચ” ઉપર “માલ્પે બીચ” એક સુંદર બીચ છે. આ બીચ ઉપરનો સૂર્યાસ્ત (Sunset) જોવાનું ચૂકવું નહીં. આ ઉપરાંત કર્નાટક રાજ્યનો પ્રથમ “ફ્લોટિંગ બ્રિજ” એટ્લે કે દરિયા ઉપર તરતો પુલ આ બીચ પર છે. પ્રવાસીઓ માટે 150/- ની ટિકિટ આ બ્રિજ ઉપર ફરવા માટે રાખવામા આવેલ છે. આ બ્રિજનો અનુભવ કરવાનું ચોક્કસ જરૂરી છે. તમે ચાલતા ચાલતા બ્રિજ ઉપર જતાં હોય અને પાણીની લહેરો તમને ઊંચા અને નીચા કરી એક અલગ જ અનુભવ આપે છે. આ ઉપરાંત વોટર સ્પોટ્ર્સની મજા માણવા માટે પણ આ બીચ ઉત્તમ છે. ઉડુપી ગામથી આ બીચ 5 થી 7 કી.મી. દૂર છે. ત્યાં જવા અને ત્યાંથી આવવા માટે રિક્ષા મળી રહે છે જેનું ભાડું 150/- જેવુ રહેતું હોય છે. હું ચોક્કસ “રેકમેંડ” કરીશ કે પ્રવાસીઓ એ આ બીચ જોવા અને બ્રિજનો અનુભવ કરવો જોઈએ. ઉડુપી જાવ તો ત્યાંનું સાઉથ ઇંડિયન ફૂડ ખાવું ચોક્કસ ચૂકવા જેવુ નથી. ગમે તેવી નાની હોટેલ માં જાવ કે મોટી વૈભવી હોટેલમાં જમો, ઉડુપીનું સાઉથ ઇંડિયન ફૂડ તમારી દાઢે વળગી જશે તે ચોક્કસ છે. બીજે દિવસે અમારે ઉડુપી છોડી મેંગલોર માટે રવાના થવાનું હતું.
“મેંગલોર-અ ડે”
મેંગલોરને (મેંગલુરુ એમ વાંચવું) ગુજરાતીઓ મોટાભાગે સોપારી વેપારના કેન્દ્ર તરીકે ઓળખે છે. હા, આ એ જ મેંગલોર છે જે ભારતભરમાં સોપારી પૂરી પાડે છે. મેંગલોર મુખ્યત્વે દક્ષિણ ભારતનું એક મહત્વનુ વેપારી શહેર છે.
અમે ઉડુપી થી મેંગલોર ટેક્સી દ્વારા ટ્રાવેલ કર્યું. હા થોડું બજેટ એડ્જેસ્ટ કરવા ઉડુપી થી મેંગલોર સતત મળી રહેતી બસ દ્વારા પણ ટ્રાવેલ થઈ શકે છે. અને આ ટ્રાવેલ કોઈ બહુ મુશ્કેલ ટ્રાવેલ નથી. અમે “ગો આઇબીબો” દ્વારા ટેક્સી બુક કરી ઉડુપીથી માત્ર એક કલાકના અંતરે અમે મેંગલોર પહોચીયા. મેંગલોર ખાતે અમારી હોટેલ “હીરા ઇન્ટરનેશનલ” અમારી ખોટી ચોઈસ હતી. એક તો શહેરથી ઘણી દૂર આવેલ હતી. આ ઉપરાંત હોટેલની જે સૌથી સારી બાબત હતી તે તેનું સરસ રિસેપશન ગણી શકાય. ખૂબ નાના રૂમ અને એથી પણ ખરાબ તેની રૂમ સર્વિસ. પણ કહેવાય છે ને “એસે બડે શહેરોમે ઐસી છોટીછોટી બાતે હોતી રહેતી હે”. અમે સાંજે અમે “સેંટ એલોયસિસ ચર્ચ” જોવા ગયા. આ ચર્ચની કલા-કારિગીરી ઉત્કૃસ્ટ છે. પણ આ ચર્ચ સાંજે 5 વાગ્યે બંધ થઈ જતું હોય અમે આ ચર્ચ બહુ માણી શક્ય નહીં. મારા માટે મેંગલોર રહેવું હોય તો પ્રખ્યાત SBI બંદર રોડ પાસે આવેલ સિટી સેન્ટર માં રહેવું સારું. ત્યાં રોકાણના અનેક વિકલ્પો મળી રહે છે. સાંજે ડોમિનોઝના પીઝા ખાઈ અમે પહોચી ગયા અમારી હોટેલ. હા મેંગલોર અમારી હોટેલ દૂર હોવાના કારણે એક ફાયદો મળ્યો કે અમે મેગલોરને રિક્ષા દ્વારા ઘણું જોઈ શક્ય.
“કુર્ગ કી ઔર”
ઉડુપી અને મેંગલોરમાં એક એક દિવસના પ્રવાસ પછી અમે જઇ રહ્યા હતા કુર્ગ એટ્લે કે “માદેકરી”, કુર્ગ જિલ્લાની સૌથી રમણીય જગ્યા. મેંગલોરથી અંદાજે 3 કલાકનો આ રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. રસ્તાની ચારે કોર જ્યાં જુવો ત્યાં “ગ્રીનરી”. સોપારીના વૃક્ષોથી માંડીને કોફી, એલચી, લવિંગ, નાળિયેરી વગેરેના વૃક્ષો. આ રસ્તા પરના કુદરતી સૌંદર્ય જોઈ આ રસ્તો પૂરો કરી મંઝિલ આવે જ નહીં તેવી ઈચ્છા થાય તે વાત ચોક્કસ છે.
મેંગલોરથી અંદાજે 3 કલાકની સફર ટેક્સી દ્વારા ખેડી અમે પહોચીયા “માદેકરી” (કુર્ગ તરીકે વાંચવું). મારૂ એવું માનવું છે કે હિલ સ્ટેશનમાં રહેવું હોય તો મુખ્ય ગામની જગ્યાથી નજીક રહેવું. આ કારણે જ અમારી પહેલી હોટેલ જે અમે બુક કરી તે હતી “ટ્રીબો હોટેલની રેગિલિયા ઇન્ન”. “માદેકરી” ગામની વચ્ચો વચ્ચ આવેલ આ હોટેલનું લોકેશન ખરેખર ખૂબ સરસ હતું. પણ આ સિવાય આ હોટેલમાં ઘણી તકલીફો હતી. એક તો સમગ્ર હોટેલમાં એક પણ રૂમ એર કન્ડિશન સગવડ ધરાવતો નથી. કુર્ગમાં લોકો અને ખાસ કરીને હોટેલ વાળા એવું માને છે કે કુર્ગના વાતાવરણ ના કારણે, ત્યાંની ઠંડીના કારણે રૂમમાં કે રેસ્ટોરન્ટમાં AC (એર કંડીશનર) ની જરૂર રહેતી નથી. પરંતુ આ વાત મારા અનુભવ પ્રમાણે ખોટી છે. ઉનાળામાં બપોરના ભાગમાં તથા રાત્રે પણ, કુર્ગમાં જોઈએ તેવી ઠંડી હોતી નથી. અમને આપવામાં આવેલ રૂમ મોટો હતો પણ તેમાં “વેંટીલેશન” સારું નાહતું. આ કારણે મારા જેવા અનેક મુસાફરો AC ના હોવાના કારણે મુશ્કેલી અનુભવતા હોય છે. બપોરે કુર્ગ પહોચી થોડું જમી, અમે સાંજે કુર્ગ ના માર્કેટની મુલાકાત લીધી. “માદેકરી” એક જિલ્લા મથક હોવા છતાં માર્કેટ પ્રમાણમા ખૂબ નાની ગણી શકાય. અહીના માર્કેટમાં સૌથી વધુ વેચાણ કુર્ગની પ્રખ્યાત કોફીનું થતું હોય છે. આ ઉપરાંત “હોમ મેઇડ ચોકલેટ”, એલચી, લવિંગ અને અન્ય મરી મસાલા મળી રહે છે. આ ઉપરાંત હાથ બનાવટની અનેક ચીજવસ્તુ જેવી કે શાકભાજી રાખવાના વુડન બોક્ષ, કોફી પ્લાન્ટમાંથી બનેલ કોફી મગ વગેરે. કોફી, મારી મસાલા અને હોમ મેઇડ ચોકલેટ એ ત્યાંની સૌથી પ્રખ્યાત વસ્તુઑ ગણી શકાય. સાંજે અમે “રાજા સીટ” નામના પ્રખ્યાત ટુરિસ્ટ પોઈન્ટ પર ગયા. મુખ્ય માર્કેટથી અંદાજે 1.5 કી.મી. દૂર આવેલ આ સ્થળ મૂળભૂત રીતે તો એક બગીચો છે. પરંતુ આ બગીચા માંથી જ ખીણ પ્રદેશના સુંદર દ્રશ્ય માણી શકાય છે. આ ગાર્ડનમાં અનેક પ્રકારના ફૂલો તેની શોભા વધારે છે. આ જ જગ્યા કુર્ગના “સન સેટ પોઈન્ટ” તરીકે પણ જાણીતી છે. અમે આ જગ્યા ઉપર “સન સેટ” જોયો. આ નજારો ખૂબ રમણીય હતો. વાતાવરણમાં ઝાકળ હોવાના કારણે પર્વત સુધી આથમતો સૂર્યાસ્ત જોવાનો મોકો અમને ના મળી શક્યો. પણ હા, આ જગ્યા એ કુર્ગમાં જોવાની સૌથી ઉત્તમ જગ્યા માંથી એક ગણી શકાય. ત્યારબાદ અમો ગયા પ્રસિદ્ધ ૐ કારેશ્વર મંદિર. આ મંદિર એ ખૂબ જ પૌરાણિક મંદિર છે. મંદિર પાસે આવેલ પાણીનું નાનું તળાવ મંદિરની દિવ્યતાને વધુ આકર્ષક બનાવે છે. હા, આ મંદિરમાં ટ્રેડિશનલ વસ્ત્રો પહેરી જવું ફરજિયાત છે. પુરુષો માટે શોર્ટમાં જવાની છૂટ નથી તેવી જ રીતે સ્ત્રીઓ માટે પણ ટૂંકા કપડાં પહેરી મંદિરમાં પ્રવેશની છૂટ નથી. ત્યારબાદ અમે “ડિનર” લેવા ગયા શાંતિ સાગર રેસ્ટોરન્ટમાં. શાંતિ સાગર રેસ્ટોરન્ટ એ “માદેકરી”નું એક જાણીતું “પ્યોર વેજ” રેસ્ટોરન્ટ છે. જે માર્કેટમાંજ આવેલ છે. ડિનર પછી હોટેલ પર આવી આરામ કર્યો. બીજે દિવસે વહેલું “સાઇટ સીઇંગ” માટે જવાનું હતું.
અન્ય હિલ સ્ટેશનોની જેમ કુર્ગમાં બહુ વધારે ફરવા લાયક સ્થળો નથી. પરંતુ છે સ્થળો છે તે ખૂબ સુંદર અને આકર્ષક છે. કુર્ગમાં ફરવા માટે મુખ્યત્વે ચાર સ્થળો પ્રખ્યાત છે. ડૂબારે એલિફંટ પોઈન્ટ, નિસર્ગધામા, ગોલ્ડન ટેમ્પલ અને કોફી પ્લાંટેશન વીઝીટ. આ તમામ સ્થળો અંદાજિત 45-50 કી.મી. ના વિસ્તારમાં આવેલ છે. આ તમામ સ્થળો ફરવા માટે પ્રાઈવેટ ટેક્સી 2500/- રૂ લેતી હોય છે. અન્ય હિલ સ્ટેશનની જેમ અંહિયા બસ દ્વારા આ તમામ જગ્યા ફરવાની સુવિધા ઉપલબ્ધ નથી. હોટેલથી સવારે 8.30 કલાકે નાસ્તો કરી અમે નીકળ્યા કુર્ગ “સાઇટ સીઇંગ” માટે. સૌપ્રથમ અમે પહોચીયા ડૂબારે એલિફંટ પોઈન્ટ પર. લગભગ 30 થી 40 મિનિટ દૂર આવેલ આ સ્થળ પર કર્ણાટક સરકાર દ્વારા હાથીઓને રાખવામા આવેલ છે. આ સ્થળ પર હાથી તમને છૂટા ફરતા જોવા મળશે. હાથીઓને નજીકથી તમે જોઈ શકો છો અને ચાન્સ મળે તો તમે હાથીના ખવડાવી શકો છો અને તેના આશીર્વાદ પણ મેળવી શકો છો. હાથીઓને ખુલ્લામાં ફરતા હોવાની એક અલગ જ મજા છે. હા એક વાતની નોંધ લેવી જરૂરી છે. આ સ્થળની મુલાકાત લેવા ટેક્સી જ્યાં તમને ડ્રોપ કરે ત્યાંથી અંદાજે 1 કી.મી. જેવુ ચાલવાનું રહે છે. રસ્તા કાળા પત્થરથી બનેલા છે. એક નદીના પટ માંથી ઉબડ ખાબડ રસ્તા પરથી તમારે પસાર થવાનું રહેશે. આ જગ્યા સરખી રીતે જોવા ઓછામાં ઓછો 1 કલાક જેવો સમય જોઈએ. આ જગ્યામાં જવા માટેની એન્ટ્રી ફી 100/- પ્રતિ વ્યક્તિ હોય છે.
ત્યારબાદ અમે નીકળ્યા “નિસર્ગધામા” જોવા માટે. જેમ આ જગ્યાનું નામ સૂચવે છે તેવી જ રીતે આ જગ્યા એક કુદરત (નિસર્ગ) વચ્ચે આવેલ જગ્યા (ધામ) છે. ચારે તરફ માત્ર લીલોતરી. એક નાના સાંકળા પુલ ઉપરથી પસાર થવાનું હોય છે. અંદર પ્રવેશતા જ તમને કુદરતનો અદભૂત નઝારાની અનુભૂતિ થશે. કર્ણાટક રાજ્યની ઝલક આપતા ફ્લોટસ પણ આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યા છે. કુદરત માણતા માણતા થાક લાગે, કે કુદરતને વધુ માણવા મૌનમાં બેસવાનું મન થાય, આ માટે અનેક જગ્યા એ બેઠક વ્યવસ્થા રાખવામા આવેલ છે. સામાન્ય રીતે જમીન પર રાખવામા આવેલ બેઠક વ્યવસ્થા ઉપરાંત ઝાડ ઉપર પણ પ્રવાસીઓ બેસી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જવ્યાનું વધુ એક મહત્વનુ આકર્ષણ તેની અંદર આવેલ “બિગ બર્ડ ઝૂ” છે. આ જગ્યા પર તમે મોટા મોટા પક્ષીઓને નજીકથી નિહાળી શકો છો. ઓસ્ટ્રિચ જેવુ મહાકાય પક્ષી પણ તમને આ જગ્યા પર નજીકથી જોવા મળશે. આ ઉપરાંત અનેક પક્ષીઓ તથા પ્રજીવો તમે અહી નિહાળી શકો છો. અહિયાં પક્ષીને નિહાળવા ઉપરાંત તમે આ પક્ષીને તમારા હાથ ઉપર બેસાડી ખવાનું આપી શકો છો અને ફોટો પણ પડાવી શકો છો. ખરેખર માણવા જેવી જગ્યા છે આ પક્ષી જોવાનું સ્થળ. આ ઉપરાંત અહિયાં આવેલ “ડિયર પાર્ક” પણ ખૂબ સરસ છે. આ ઉપરાંત પ્રવાસી આ જગ્યા પર ઝિપ લાઇનની મજા પણ માણી શકે છે. નિસર્ગધામની પ્રવેશ ફી 30 રૂ છે. આગળ પક્ષીન ઝૂ માટે પણ પ્રવાસીએ 30 રૂ ની ટિકિટ લેવાની રહે છે. ઝિપ લાઇન ખૂબ જ વ્યાજબી દરે 100/- માં કરી શકાય છે. આ જગ્યા માણવા અંદાજે 1.5 થી 2 કલાક જેવો સમય જોઈશે.
ત્યારબાદ અમો આગળ વધી ગયા “ગોલ્ડન ટેમ્પલ”. આ “ગોલ્ડન ટેમ્પલ” એ ખરેખર “તીબટીયન મોન્રેસ્ટ્રી” છે. તીબટના એટ્લે કે દલાઇ લામાન અનુયાયીઓ અને સાધુ આ જગ્યા પર રહેતા હોય છે. ભગવાન બુદ્ધનું એક અપ્રતિમ મંદિર અહિયાં આવેલ છે. ખૂબ જ સુંદર એવા આ “ગોલ્ડન ટેમ્પલ” ની શાંતિ, નીરવતા, પવિત્રતા તથા કળા જોઈ ખરેખર અભિભૂત થઈ જશો તે ચોક્કસ છે. મંદિર બહાર તીબટીયન માર્કેટ આવેલ છે જ્યાં પ્રવાસીઓ અનેક ખરીદીઓ કરી શકે છે. આ ઉપરાંત આ જગ્યા પર આવેલ રેસ્ટોરન્ટમાં પ્રવાસીઓ “ઓથેંટિક તીબટીયન ફૂડ” મણિ શકે છે. આ જગ્યા જોતાં અંદાજે 1 કલાક જેવો સમય જોઈએ.
“ગોલ્ડન ટેમ્પલ” પછી અમરે જવાનું હતું “કોફી પ્લાંટેશન અને પ્રોડક્શન” જોવા. કુર્ગની વાત આવે એટ્લે કોફી યાદ આવે. હા કુર્ગ એ ભારતનું સૌથી મોટું કોફી પ્લાંટેશન ધરાવતી જગ્યા છે. અમે રિટર્ન “માદેકરી” તરફ આવી રહ્યા હતા અને ત્યાં ગામ થી થોડા દૂર અંતરે આવેલ એક “કોફી પ્લાંટેશન અને ફેક્ટરી” નિહાળવા ગયા. આ જગ્યાએ ગાઈડ દ્વારા કોફી પ્લાંટેશન વિષે વિગતવાર માહિતી આપી. આ માહિતી ઉપરથી હું એટલું જાની શક્યો કે ભારતમાં મળતી કોફી બે ટેસ્ટની હોય છે. એક આરબીતા કોફી અને બીજી રોબોસ્તા કોફી. આરબીતા કોફી પ્રમાણમા ખૂબ કડક અને વધુ કડવી હોય છે. જ્યારે રોબસ્તા કોફી એ માઈલ્ડ અને ઓછી કડવી હોતી હોય છે. સામાન્ય રીતે આપણે જે કોફી પિતા હોય છે તે આરબીતા, રોબસ્તા કોફીનું મિશ્રા હોય છે. આ મિશ્રણમાં સામાન્ય રીતે “ચીકોરી” પાવડર પણ ઉમેરવામાં આવતો હોય છે. આ પાવડર કોફીની બજાર કિંમત ઘટાડવામાં ઉપયોગી બનતો હોય છે. આ પ્લાંટેશનની માહિતી મેળવી અમે કોફી ફેક્ટરીની મુલાકાત લીધી અને કોફી ઉત્પાદનની માહિતી મેળવી. ત્યાં ઉત્પાદિત અનેક વસ્તુ જોવાનો તથા લેવાનો પણ મોકો મળે છે. આ બધી વસ્તુન ભાવ માર્કેટ સાથે સરખાવી ખરીદી કરવી જરૂરી છે. આ જગ્યાની એન્ટ્રી ફી પ્રતિ વ્યક્તિ 200/- છે. આ જગ્યા જોવા માટે 45 મિનિટ થી 1 કલાક જેવો સમય જતો હોય છે.
આ ચારે “સાઇટ સીઇંગ” આ જગ્યા જોય અમે હવે પહોચી ગયા અમારી નવી હોટેલ. આ હોટેલ હતી “ક્લીફ એજ કુર્ગ” ગામથી લગભગ 3.5 કી.મી. ન અંતરે આવેલ આ હોટેલની આસપાસનું કુદરતી સૌંદર્ય અધભૂત છે. એમાં પણ અમે આ હોટેલ નો સૌથી સારો એવો “ફર્સ્ટ ફ્લોર કોર્નર રૂમ” લીધો હતો. આ રૂમ તો સરસ છે જ પણ તેની બાલ્કની ખૂબ સરસ છે. રૂમ જેટલી જ મોટી બાલકની તમને સર્યોદય તથા સૂર્યાસ્ત બન્નેનો અદ્ભુત નઝારો આપે છે. આ ઉપરાંત વહેલી સવારે તથા મોડી રાત્રે જે ધુમ્મસ ભરેલું વાતાવરણ છે તે નિહાળવાની અલગ જ મજા છે. અંદાજે 6 થી 8 કલાકનું આ “સાઇટ સીઇંગ” પૂર્ણ કરી અમે ત્યારબાદનો દિવસ હોટેલમાં જ વિતાવ્યો. પણ હોટેલમાં બેસી કુદરતનો ભરપૂર નઝારો માન્યો. પછીનો દિવસ હતો અમારા માટે આરામ અને શોપિંગનો દિવસ. સવારે આહ્લાદક વાતાવરણમાં “મોર્નિંગ વોક” ની મજા માણી. પરિવાર અને મિત્રો માટે શોપિંગ કરી અમે અમારા ત્રીજા દિવસ પસાર કર્યો. બીજે દિવસે અમારે ટેક્સી દ્વારા બેંગ્લોર માટે રવાના થવાનું હતું.
બેંગ્લોરમાં બે દિવસ
કુર્ગથી અંદાજે 250 કી.મી. જેટલા અંતરે બેંગ્લોર આવેલ છે. આ અંતર કાપતા 5 કલાક જેવો સમય લાગતો હોય છે. બેંગ્લોરને (બેંગલુરુ એમ વાંચવું) ભારતનું “સિલિકોન વેલી” ગણવામાં આવે છે. અમેરિકામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજિનું (IT) હબ “સિલિકોન વેલી” ગણાય છે તેવી રીતે IT માં ભારતનું હબ ગણાય છે બેંગ્લોર. દેશ વિદેશના લોકો અને સમગ્ર ભારતમાંથી આવેલ લોકો આ ગામમાં વસવાટ કરે છે. એટ્લે જ કદાચ બેંગ્લોરએ ભારતનું સૌથી કોસ્મોપોલીટન સિટી ગણી શકાય. બેંગ્લોર આમ તો બિઝનેસ હબ છે, “સ્ટાર્ટ અપ” હબ છે. પણ ફરવા જેવા સ્થળોની સંખ્યા ઓછી નથી. ફરવા જેવા બેંગ્લોરના સ્થળોમાં કબન પાર્ક, લાલબાગ બોટોનિકલ ગાર્ડન, બેનરઘાટા નેશનલ પાર્ક, ઇસ્કોન મંદિર, વિધાન સૌધા, આર્ટ ઓફ લિવિંગ આશ્રમ વગેરે ઘણું છે. શોપિંગના શોખીનો માટે “કોમર્શિયલ સ્ટ્રીટ” ઉત્તમ વિકલ્પ બની રહે છે.
અમારી પાસે બેંગ્લોરમાં 1.5 દિવસ જેવો સમય હતો. આ દરમ્યાન અમે કબન પાર્ક, વિધાન સૌધા અને કમર્શિયલ સ્ટ્રીટનો આનંદ માન્યો. છેલ્લા 8 થી 9 દિવસના પ્રવાસનો થાક પણ થોડો જાણતો હતો. આ કારણે વધુ જગ્યા જોવાની ટાળી હતી. અમે અમારી મોટાભાગની બેંગ્લોરની સફર “નેમ્મો મેટ્રો” માં કરી. મેટ્રોની સફર કરવાની પણ એક પોતાની મજા છે. બેંગ્લોર જાવ ત્યારે આ મજા માનવનું ચૂકશો નહીં. અમારો પ્રવાસ બેંગ્લોર કેમ્પાગૌડા એરપોર્ટથી દીવની ફ્લાઇટ દ્વારા હતો. અમારા દસ દિવસની સફરની યાદો વાગોળતાં અમે પહોચી ગયા અમારા ઘરે ઉના. ઘણીવાર એ ચર્ચા થતી હોય છે કે આવી ગરમીમાં આટલું દૂર ફરવા જવાનું શું કારણ?? ઘરે શાંતિથી બેસીને આરામ કરવો વધુ સારો વિકલ્પ ના ગણાય?? ત્યારે મને એટલો જ વિચાર આવે કે ઘરે બેસી આરામની લાઈફ ચોક્કસ સરળ વિકલ્પ છે પણ વિવિધ ગામ ફરી, ત્યાંની લાઈફ જોવાનો એક અલગ જ લાહવો છે. ફરવાનો શોખ સારા-નરસા અનુભવ તો આપે જ છે પરંતુ આ શોખ વ્યક્તિ-દેશ-દુનિયાના અર્થતંત્રને ગતિશીલ રાખવામા મદદરૂપ થાય છે.
NICE INFORMATION OF NICE PLACE, SIR
Thanks so much for your kind words