COVID-19 ની સ્થિતિનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા ખાસ આર્થિક સમિતિની રચના

Spread the love
Reading Time: < 1 minute

નિવૃત IAS હસમુખભાઈ અઢીયા રહેશે ચેરમેન. જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ પણ સમિતિમાં

તા. 15.05.2020: COVID 19 ના કારણે સામાન્ય નાગરિકો તથા અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન થયેલ છે. આર્થિક સ્થિતિ નો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા આર્થિક ક્ષેત્રના તજજ્ઞો ની એક સમિતિ નું ગઠન કરેલ છે. 6 સભ્યો ની બનેલી આ સમિતિના ચેરમેન તરીકે નિવૃત IAS અને ભુતપૂર્વ નાણાં સચિવ હસમુખભાઈ અઢીયા ની નિમણૂક કરવામાં આવેલ છે. આ સમિતિમાં સેક્રેટરી તરીકે શ્રી એન. થેન્નારાસન, IAS, IIM ના ભુતપૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકિયા, વરિષ્ઠ કરવેરા સલાહકાર મુકેશભાઇ પટેલ, નાણાકીય તજજ્ઞ પ્રદીપભાઇ શાહ તથા નિવૃત IAS શ્રી કિરણ શેલત નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિતિ ગુજરાત સરકારને COVID-19 બાદના આર્થિક પગલાં અંગે સરકારને સૂચનો આપશે. આ સમિતિ દરેક સેક્ટર પ્રમાણે થયેલ નુકસાન અંગે અંકલન અને આ સેક્ટર ને આપી શકાય તેવી રાહતો અંગે સૂચનો કરશે. કેન્દ્ર સરકાર દ્વારા COVID 19 ની પરિસ્થિતી બાદ અનેક પ્રકાર ના આર્થિક પગલાઓ ની જાહેરાતો કરવામાં આવી રહી છે. આ સમિતિ ના સૂચનો ઉપરથી ગુજરાત સરકાર પણ વિવિધ આર્થિક પેકેજ બહાર પડશે તેવું માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108