નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 2

Spread the love
Reading Time: 3 minutes

તા. 14.05.2020: નાણાંમંત્રી નિર્મલા સિથારમણ દ્વારા આજે COVID 19 ની મુશ્કેલ પરિસ્થિતી માં આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ

સ્થળાંતર કરનાર શ્રમિકો, સ્વ રોજગાર ધરાવતા વ્યક્તિઓ, નાણાં ધંધાદારીઓ, ખેડૂતો વગેરે માટે છે. નાણાં મંત્રી એ ખાસ જાહેર કર્યું છે કે જે વ્યક્તિઓ કે સમૂહ નો સમાવેશ હાલ સુધીના આર્થિક પેકેજમાં ના કરવામાં આવ્યો હોય તેવા વ્યક્તિઓ તથા સમૂહ માટે હવે પછીના આર્થિક પેકેજમાં જાહેરાત કરવામાં આવશે. આજે કુલ 9 પગલાઓ ની જાહેરાતો કરવામાં આવશે. જે પૈકી 3 સ્થળાંતર કરનાર શ્રમિકો માટે, 1 સ્વરોજગારી ધરાવતા વ્યક્તિઓ માટે, 1 શેરીઓ માં વેચાણ કરતાં નાણાં લારી વાળાઓ માટે, 1 પગલું હાઉસિંગ સેક્ટર માટે, 1 પછાત ક્ષેત્રોમાં રોજગારી નિર્માણ માટે તથા 2 પગલાઓ ખેડૂતો માટે હશે.

આર્થિક પેકેજ ભાગ 2 ના મુખ્ય મુદ્દાઓ:

  • રાજ્યો સરકારો ની મદદ વડે આવતા 2 મહિના સુધી તમામ સ્થળાંતર કરનાર શ્રમિકોને રાશન મળી રહે તેવી કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે.  આ લાભ એવા શ્રમિકોને પણ મળશે જે NFSA અથવા તો રાજ્ય સરકારના કાર્ડ ધારકો નથી. આ રાહત નો અંદાજિત ખર્ચ 3500 કરોડ થશે જે તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. જો કે આ યોજના ની અમલીકરણ ની જવાબદારી રાજ્ય સરકારોની રહેશે.

 

  • સામાન્ય રીતે સ્થળાંતરીત પરિવારો (એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતાં પરિવારો) ને અન્ય રાજયમાં રાશન સહાય મળતી નથી.  રેશન કાર્ડ નો ઉપયોગ ભારત માં ગમે તે રાજ્યો માં થઈ શકે તેવી પોર્ટેબીલીટી અંગેની કામગીરી શરૂ થઈ ગયેલ છે.  આવતા 3 માહિનામાં 67 કરોડ લાભાર્થીને “વન નેશન વન રેશન કાર્ડ” આપવામાં આવશે અને લગભગ 83% જરૂરિયાત વાળા લોકોનો આ યોજના માં સમાવેશ કરી લેવામાં આવશે.  માર્ચ 2021 સુધીમાં સંપૂર્ણ દેશ માં 100% નેશનલ પોર્ટેબિલિટી અમલી બની જશે.

 

  • નાના ધંધાઓએ COVID-19 ના કારણે ખૂબ મુશ્કેલી ભોગવી છે. સરકાર દ્વારા આ નાના ધંધાર્થીઓ માટે મુદ્રા યોજના અંતર્ગત 50000 સુધીની લોન શિશુ લોન આપવામાં આવી રહી છે. RBI દ્વારા અગાઉ લોન ભરપાઈ માટે મુદત વધારવામાં આવેલ છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા આ લોન ના લાભાર્થીઓ ને આવતા 12 મહિના સુધી વ્યાજમાં 2% ની રાહત આપવામાં આવશે. આ રાહત જે લાભાર્થી સમયસર ચુકવણી કરશે તેમણે આપવામાં આવશે. આ રાહતોના કારણે 1500 કરોડ નો ફાયદો મુદ્રા સ્કીમ હેઠળ શિશુ લોન ધારકો ને મળશે.

 

  • શેરી વિક્રેતાઓ (ફેરિયાઓ) માટે પણ COVID-19 ના કારણે ખૂબ નુકસાન ભોગવ્યું છે. આ પ્રકાર ના શેરી વિક્રેતાઓ ને 10000/- રૂપિયા ની ધંધા જરૂરિયાત ની લોન આપવામાં આવશે. જો આ શેરી વિક્રેતાઓ ના ચુકવણી ની નિયમિતતા જોઈ તેના ઉપરથી તેઓને વધારાની ધંધાકીય લોન આપવામાં આવશે. આ શેરી વિક્રેતાઓને ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા આર્થિક પ્રોત્સાહનો આપવામાં આવશે. આ યોજના થી લગભગ 50 લાખ શેરી વિક્રેતાઓને ને લાભ થશે. કેન્દ્ર સરકાર ના આ પગલાથી 5000 કરોડ ની તરલતા આવશે.

 

  •   સ્થળાંતરીત શ્રમિકો ને ઘર ભાડે મેળવવા ઘણી તકલીફો પડતી હોય છે. સરકાર પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ પબ્લિક પ્રાઈવેટ ભાગીદારી દ્વારા એફોરડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ ઉપરાંત ઉત્પાદક એકમો, ઉદ્યોગો, સંસ્થાઓને પોતાની જગ્યાઓ ઉપર એફોરડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ બનાવવા તથા તેનું સંચાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આજ પ્રમાણે રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારની સંસ્થાઓને આ પ્રકારના એફોરડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ બનાવવા તથા સંચાલન કરવા પ્રેરિત કરશે.

 

  • 6000 કરોડની યોજનાઓ કંપેનસેટરી એફોરેસ્ટેશન મેનેજમેંટ એન્ડ પ્લાનિંગ ઓથોરીટી દ્વારા ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં  આવશે. આ યોજના થી વનીકરણ દ્વારા રોજગારીની તકો વધારવામાં આવશે. આ યોજનાનો મહતમ લાભ પછાત વિસ્તારોમાં આદિવાસીઑ ને મળશે.

 

  • નાના તથા મધ્યમ ખેતી ધરાવતા કિસાનોને વધારાની લોન 33 રાજ્ય તથા 351 જિલ્લા કો ઓપરેટિવ બેન્કો દ્વારા તથા 43 રીઝીનલ રૂરલ બેન્કો (RRB) દ્વારા  આપવામાં અવશે. ખેડૂતો ને આ લોન વડે રવિ પાક તથા ખરીફ પાક માટે ઉપયોગી બનશે.

 

  • ખેડૂતો, માછી મારો તથા પશુ પલકો ને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વધારાની લોન આપવામાં આવશે. આ યોજના હેઠળ 2 લાખ કરોડ ની લોન આપવામાં આવશે તથા 2.5 કરોડ ખેડૂત, માછી મારો તથા પશુ પાલકોને આ યોજનાનો લાભ મળશે.

 

  • 6 થી 18 લાખ સુધીની વાર્ષિક આવક વાળા મધ્યમ વર્ગીય લોકો માટે ઘર ખરીદવા સબસિડી મે 2017 થી આપવામાં આવી રહી છે. આ યોજના માર્ચ 2021 સુધી વધારવામાં આવશે. આ યોજના હેઠળ હેઠળ 2020-21 માં 2.5 લાખ મધ્યમ વર્ગીય લોકોને લાભ આપવામાં આવશે. આ લાભ મધ્યમ વર્ગીય લોકો ને થવા ઉપરાંત હાઉસિંગ સેક્ટર ને પણ લાભ કરશે તથા તેને લગતી સ્ટીલ, સિમેન્ટ, ટ્રાન્સપોર્ટ વગેરે ને પણ લાભ કરશે. આ ઉપરણ વિપુલ પ્રમાણમા રોજગારી ની તકો નું નિર્માણ થશે.

 

આ છે, લાભો આર્થિક પેકેજ 2 હેઠળ. સરળ ભાષામાં સચોટ માહિતી મેળવવા અમારી વેબસાઇટ www.taxtoday.co.in ઉપર નોટિફિકેશન ઓન કરવા વિનંતી. આ ઉપરાંત એનરોઈડ મોબાઈલ ઉપર ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અમારી એપ Tax Today ડાઉનલોડ કરવા વિનંતી. ભવ્ય પોપટ, એડિટર-ટેક્સ ટુડે.

2 thoughts on “નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 2

  1. Too good drafting… Very simple language & in gujarati … Good work bhavyabhai & Team…

Comments are closed.

error: Content is protected !!