COVID-19 ના કારણે જી.એસ.ટી. કાયદા હેઠળ વ્યાજ ભરવામાં કરદાતાઓને આપવામાં આવી રાહત

Spread the love
Reading Time: < 1 minute

તા. 24.06.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ વ્યાજ ભરવામાં કરદાતાઓ ને રાહત આપવામાં આવી છે. આ રાહતો નીચે મુજબ છે.

નોટિફિકેશન 51/2020, તા. 24.06.2020: ફેબ્રુઆરી થી જુલાઇ મહિના માટે વેરા ઉપર વ્યાજ ભરવા અંગે ની રાહતો

ક્રમ કરદાતાઓ નો પ્રકાર વ્યાજ નો દર રિટર્ન પિરિયડ
1 પાછલા વર્ષમાં 5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતા ·         રિટર્ન ભરવાની છેલ્લી તારીખ થી                પ્રથમ 15 દિવસ સુધી NIL

·         ત્યારબાદ 24 જૂન સુધી 9%

ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2020
2 પાછલા વર્ષમાં 5 કરોડ થી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતા. ગુજરાત-દમણ-દીવ ના ક્લસ્ટર વાળા રાજ્યો માટે ·         30 જૂન 20 સુધી NIL

·         ત્યારબાદ 30 સપ્ટેમ્બર 20 સુધી 9%

ફેબ્રુઆરી ના રિટર્ન માટે
3 ઉપર મુજબ ·         03 જુલાઇ 20 સુધી NIL

·         ત્યારબાદ 30 સપ્ટેમ્બર 20 સુધી 9%

માર્ચ 20 ના રિટર્ન માટે
4 ઉપર મુજબ ·         06 જુલાઇ 20 સુધી NIL

·         ત્યારબાદ 30 સપ્ટેમ્બર 20 સુધી 9%

એપ્રિલ 20 ના રિટર્ન માટે
5 ઉપર મુજબ ·         12 સપ્ટેમ્બર સુધી NIL

·         ત્યારબાદ 30 સપ્ટેમ્બર 20 સુધી 9%

મે 2020 ના રિટર્ન માટે
6 ઉપર મુજબ ·         23 સપ્ટેમ્બર સુધી NIL

·         ત્યારબાદ 30 સપ્ટેમ્બર 20 સુધી 9%

જૂન 2020 ના રિટર્ન માટે
7 ઉપર મુજબ ·         27 સપ્ટેમ્બર સુધી NIL

·         ત્યારબાદ 30 સપ્ટેમ્બર 20 સુધી 9%

જુલાઇ 2020 ના રિટર્ન માટે

 

એ જાહેરનામા દ્વારા જુલાઇ સુધીના તમામ રિટર્ન બાબતે વ્યાજ માં છૂટ છાટ આપવામાં આવેલ છે. પણ 5 કરોડ સુધીના કરદાતાઓ એ એ બાબત જાણવી જરૂરી છે કે જો ટેક્સ 30 સપ્ટેમ્બર બાદ ભરવામાં આવશે તો 18% લેખે વ્યાજ ભરવાની જવાબદારી આવશે.

error: Content is protected !!