દમણ અને દીવના વેટ કાયદા હેઠળના વેપારીઓને પણ ટૂંક સમયમાં ફાળવવામાં આવશે “26” વાળા નોંધણી નંબર

Spread the love
Reading Time: < 1 minute

વેટ ડિપાર્ટમેંટ દ્વારા 04 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવી “ટ્રેડ નોટિસ”

તા.06.01.2021: દમણ અને દીવ કેન્દ્ર શાશીત પ્રદેશનું 26 જાન્યુઆરીના રોજ કેન્દ્ર શાશીત પ્રદેશ દાદરા-નગર હવેલીમાં વિલીનીકરણ કરી નાખવામાં આવ્યું છે. આ સંદર્ભે જી.એસ.ટી. કાયદા હેઠળના કરદાતાઓ માટેનું માઈગ્રેશન 25 માંથી 26 ની સીરિઝમાં 31 જુલાઇ થી કરવામાં આવ્યું હતું. હવે વેટ કાયદા હેઠળ નોંધાયેલા નોન જી.એસ.ટી. ગુડ્સનું (પેટ્રોલ-ડીઝલ, દારૂ) વેચાણ કરતાં વેપારીઓ માટે પણ 25 થી શરૂ થતાં નંબરનું માઈગ્રેશન 26 વાળા નંબર માં કરવાની કાર્યવહી ટૂંક સમયમાં હાથ ધરશે તે અંગે ટ્રેડ નોટિસ વેટ ડિપાર્ટમેંટ દ્વારા બહાર પાડવામાં આવી છે. જી.એસ.ટી. માઈગ્રેશન એકંદરે સરળતાથી પર પાડવામાં આવ્યું છે. આ પ્રમાણેજ સરળ પદ્ધતિ વેટ માઈગરેશનમાં લાગુ કરવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે. એ બાબત નોંધવી જરૂરી છે કે 24.01.2020 ના રોજ દમણ અને દીવ વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટના સ્થાને દાદરા-નગર હવેલી, દમણ અને દીવ વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ, 2020 લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદાના અમલ બાદ દાદરા-નગર હવેલી તથા દમણ-દીવ વચ્ચેના વ્યવહારોને રાજ્યમાંના વ્યવહારો ગણવાના રહે છે.    ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે. 

 

error: Content is protected !!