ઇ કોમર્સ દ્વારા વેચાણ કરવું હવે વેપારીઓ માટે શક્ય: જાણો આ નવા નિયમને સરળ ભાષામાં (તારીખ: 17-10-2023)
GST માં નોંધાયેલા ન હોય તેવા વેપારી E-COMMERCE OPERATOR મારફતે ઓનલાઈન માલ નું વેચાણ કરી શકે તે માટે કાયદા માં થયેલ સુધારાની સરળ ભાષામાં સમજુતી.
- પ્રસ્તાવના
તારીખ 30/09/2023 સુધી ઓનલાઇન E-COMMERCE OPERATOR (ECO) મારફતે માલ વહેચવાનો હોય તો GST નંબર લેવો ફરજીયાત હતો, બીજી બાજુ જે વેપારી માલનું વેચાણ કરતા હોય અને 40 લાખ થી ઓછું ટર્નઓવર હોય તો તે વેપારી GST નંબર લેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેથી જે વેપારી માલનું વેચાણ કરતા હોય અને ટર્નઓવર 40 લાખથી ઓછું હોય પરંતુ જો તે વેપારીને ઓનલાઈન E-COMMERCE OPERATOR મારફતે માલનું વેચાણ કરવું હોય તો ફરજીયાત GST નંબર લેવો પડતો તેથી ઘણા બધા નાના વેપારી ઓનલાઈન વેચાણ નહોતા કરી શકતા તેથી તારીખ 01/10/2023 થી GST કાયદા માં સુધારો કર્યો છે જે મુજબ જે વેપારી માલનું વેચાણ કરતા હતા અને ચાલુ નાણાકીય વર્ષ અને પાછલા નાણાકીય વર્ષનું ટર્નઓવર 40 લાખથી ઓછું હોય અને વેપારી GST નંબર વગર ઓનલાઈન E-COMMERCE OPERATOR મારફતે માલનું વેચાણ કરી શકે તે માટે 31/07/2023 ના રોજ નોટીફીકેસન નંબર 34/2023 અને તારીખ 12/10/2023 ના રોજ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, તેની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.
- નોટીફીકેશન નંબર 34 અને 12/10/2023 ના રોજ જાહેર થયેલ એડવાઈઝરી
જે વેપારી માલનું વેચાણ કરતા હોય અને ટર્નઓવર 40 લાખથી ઓછું હોય તો નીચેની શરતોનું પાલન કરી ને ઓનલાઈન E-COMMERCE OPERATOR મારફતે માલનું વેચાણ કરી શકે છે.
- વેપારી એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં ઓનલાઈન વેચાણ નહિ કરી શકે જે રાજ્યમાં રજીસ્ટર હોય તે જ રાજ્યમાં ઓનલાઈન માલનું વેચાણ કરી શકશે.
- વેપારી એક જ રાજ્યમાંથી E-COMMERCE OPERATOR મારફતે માલનું વેચાણ કરી શકશે.
- વેપારી પાસે PAN નંબર હોવો ફરજીયાત છે.
- વેપારી પોતાનો PAN નંબર, ધંધાનું સરનામું અને ક્યાં રાજ્યમાં રજીસ્ટર થવા માંગે છે તે GST PORTAL પર જાહેર કરવાનું રહેશે.
- વેપારી પોતાનો PAN નંબર, ધંધાનું સરનામું બંને ક્યાં રાજ્યમાં રજીસ્ટર થવા માંગે છે,તે GST PORTAL પર જાહેર કર્યા બાદ GST PORTAL વેલીડેશન કર્યા પછી એક ENROLLMENT NUMBER આવશે.
- ENROLLMENT NUMBER જ્યાં સુધી આવે નહિ ત્યાં સુધી વેપારી ઓનલાઈન E-COMMERCE OPERATOR મારફતે માલનું વેચાણ કરી શકે નહિ.
- હાલમાં GST PORTAL પર ENROLLMENT NUMBER મેળવવાની સુવિધા શરુ થય ગય છે.
GST મા થયેલ આ સુધારો એક જ રાજ્યમાં ઓનલાઈન માલનું વેચાણ કરતા નાના વેપારી માટે ખુબ જ આવકાર દાયક છે પરંતુ જયારે વેપારીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઓનલાઈન માલનું વેચાણ કરવું હોય તો તે થય શકશે નહિ.